News Continuous Bureau | Mumbai
Dr. Mayank Trivedi: ગુજરાતના વડોદરાની MSU એટલે કે મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીની હંસા મહેતા લાઇબ્રેરીમાં ફરજ બજાવતાં ડો. મયંક ત્રિવેદીને ‘સોસાયટી ફોર ધ એડવાન્સમેન્ટ ઓફ લાઈબેરી એન્ડ ઈન્ફોર્મેશન સાયન્સ’ (SALIS) દ્વારા ડૉ. હરીશ ચંદ્ર-સુશીલા ચંદ્ર રાષ્ટ્રીય શ્રેષ્ઠ ગ્રંથપાલ’એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા છે.
Dr. Mayank Trivedi:ડૉ. મયંક ત્રિવેદીને દેશના શ્રેષ્ઠ લાઈબેરિયનનો એવોર્ડ એનાયત કરાયો
હાલમાં બી.એસ. અબ્દુર રહેમાન ક્રેસન્ટ ઇન્સ્ટિટ્યૂટ ઓફ સાયન્સ એન્ડ ટેકનોલોજી ખાતે યોજાયેલાં એવોર્ડ સમારોહમાં લાઈબ્રેરીયન ડૉ. મયંક ત્રિવેદીને દેશના શ્રેષ્ઠ લાઈબેરિયનનો એવોર્ડ એનાયત કરાયો છે. SALIS દ્વારા પુરસ્કાર વિજેતાઓને સ્મૃતિચિહ્ન પ્રશસ્તિપત્ર અને શાલ અર્પણ કરવામાં આવી હતી.
Dr. Mayank Trivedi: ડિસ્ટન્સ લર્નિંગ ક્ષેત્રે છેલ્લા 5 વર્ષથી કરી રહ્યા છે કામ
વર્ષ 2004થી અપાતો આ એવોર્ડ LIS ક્ષેત્રે દેશના શ્રેષ્ઠ વ્યાવસાયિક સન્માન તરીકે ગણાય છે. 2024 માટે 150થી વધુ લોકો પૈકી ડૉ. મયંક ત્રિવેદીની પસંદગી કરી હતી. ડૉ. મયંક ત્રિવેદીએ ઈગ્નુ, BAOU, ગુજરાત યુનિવર્સિટી, સરદાર પટેલ યુનિવર્સિટી, VNSGU, પારુલ યુનિવર્સિટી સહિત દેશની વિવિધ પ્રતિષ્ઠિત યુનિવર્સિટીઓમાં વિશેષજ્ઞ, પેપર સેટર, સિલેબસ કમિટી સભ્ય તરીકે યોગદાન આપ્યું છે. તેઓ BAOUના વડોદરા કેન્દ્રના સંકલક તરીકે ડિસ્ટન્સ લર્નિંગ ક્ષેત્રે છેલ્લા 5 વર્ષથી કામ કરી રહ્યા છે. એટલું જ નહીં તેમના માર્ગદર્શન હેઠળ અનેક વિદ્યાર્થીઓએ લાઈબ્રેરી અને ઇન્ફોર્મેશન સાયન્સ ક્ષેત્રે સફળ કારકિર્દી બનાવી છે. ઉપરાંત, તેઓ અનેક રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય જર્નલોના એડિટોરિયલ બોર્ડમાં સલાહકાર તરીકે જોડાયેલા છે.
આ સમાચાર પણ વાંચો : Gujarati Sahitya: ખુદને મળવું જરૂરી છે, બાકી તો બધી મજૂરી છે!
Dr. Mayank Trivedi: ઈન્ફોર્મેશન સાયન્ટિસ્ટ તરીકે કરી હતી પોતાની કારકિર્દી શરૂઆત
લાઈબ્રેરી અને ઇન્ફોર્મેશન સાયન્સ ક્ષેત્રે અમૂલ્ય યોગદાન આપવા બદલ તેમને રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરના એવોર્ડ પ્રાપ્ત થયાં છે. ડૉ. મયંક ત્રિવેદીએ કાડિલા લેબ્સ લિમિટેડમાં ઈન્ફોર્મેશન સાયન્ટિસ્ટ તરીકે પોતાની કારકિર્દી શરૂ કરી હતી અને R&D લાઇબ્રેરીને ઓટોમેશન દ્વારા આધુનિક રૂપ આપ્યું હતું. ત્યારબાદ તેમણે પ્રમુખસ્વામી મેડિકલ કોલેજ સહિત અન્ય કોલેજોમાં નવી લાઈબ્રેરી સ્થાપી હતી.