News Continuous Bureau | Mumbai
Girnar Award 2024 : બૃહદ મુંબઈ ગુજરાતી સમાજ ( bruhad Mumbai Gujarati samaj ) દ્વારા ગુજરાતી ગૌરવ અને ગિરનાર એવોર્ડ એનાયત સમારંભ તાજેતરમાં સંપન્ન થયો, જેમાં ખ્યાતનામ ધર્મોપદેશક ભૂપેન્દ્રભાઈ પંડ્યા ( Bhupendra Pandya ) ને ગુજરાતી ગૌરવ ( Gujarati Gaurav ) , નૃત્ય ક્ષેત્રે ડો. સંધ્યા પુરેચાને ગિરનાર ગૌરવ અને સૌરાષ્ટ્ર ટ્રસ્ટના મેનેજિંગ ટ્રસ્ટી હાર્દિકભાઈ મામણિયાને સવાયા ગુજરાતી ગિરનાર ગૌરવ એવોર્ડ એનાયત થયો હતો. આ પ્રસંગે હાલમાં જ પદ્મભૂષણ ( Padma bhushan ) થી સન્માનિત કુંદનભાઈ વ્યાસનું શાલ ઓઢાડીને સન્માન કરાયું હતું. આ અવસરે વિવિધ ક્ષેત્રમાં યોગદાન માટે એવોર્ડ પ્રાપ્ત કરનાર અન્યોમાં પત્રકારત્વ ક્ષેત્રમાં સેવા માટે દિવ્યા ભાસ્કરના મુંબઈ એડિશનના ડેપ્યુટી એડિટર રાજેશ પટેલને પત્રરત્ન પુરસ્કારથી નવાજવામાં આવ્યા હતા.
રાજેશ અમૃતલાલ પટેલ (ઉંમર 59 વર્ષ) દિવ્ય ભાસ્કરમાં છેલ્લાં 18 વર્ષથી કાર્યરત છે. આ પૂર્વે ગુજરાત સમાચારમાં એક વર્ષ ચીફ રિપોર્ટર તરીકે કામ કર્યું હતું. તે પૂર્વે મુંબઈ સમાચાર ( Mumbai Samachar ) માં 9 વર્ષ સુધી રિપોર્ટર અને પછી ચીફ રિપોર્ટર તરીકે કામ કર્યું. તે પૂર્વે સમાંતરમાં એક વર્ષ રિપોર્ટર કમ સબ-એડિટર તરીકે કામ કર્યું. તે પૂર્વે સમકાલીનમાં લગભગ 9 વર્ષ કીબોર્ડ ઓપરેટર અને ત્યાર પછી પ્રૂફ રીડર તરીકે કામ કર્યું. તે પૂર્વે જન્મભૂમિમાંથી આઈટીઆઈ થકી પ્રિન્ટિંગ ટેકનોલોજી ( Printing Technology ) નો બે વર્ષનો કોર્સ કર્યો હતો. આમ, પત્રકારત્વમાં લગભગ છેલ્લાં 35થી વધુ વર્ષથી કાર્યરત, જેમાં એન્ટરટેઈનમેન્ટ, સ્પોર્ટસ, ક્રાઈમ, મહાપાલિકા, રાજકારણ એમ વિવિધ બીટ્સ સંભાળી. હસમુખ ગાંધી, ભાલચંદ્ર જાની, આશુ પટેલ, અજય ઉમટ, વિક્રમ વકીલ, નિખિલ મહેતા, કેતન મિસ્ત્રી, ગિરીશ ત્રિવેદી, પિંકી દલાલ જેવાં સંપાદકો સાથે કામ કર્યું.
તેમણે કારકિર્દી દરમિયાન અનેક પત્રકારોને તૈયાર કર્યા, જેઓ હાલમાં અગ્રગણ્ય ગુજરાતી, અંગ્રેજી, મરાઠી અખબારો ( News Paper ) માં કાર્યરત છે. પત્રકારત્વ સિવાય રાજેશ પટેલ મેરેથોનર, સાઈકલિસ્ટ, સ્વિમર પણ છે. તેમણે મેરેથોન અને સાઈકલિંગમાં આજ સુધી 50થી વધુ મેડલ જીત્યાં છે.
આ સમાચાર પણ વાંચો : Sandeshkhali Violence: પ. બંગાળની રેલીમાં PM મોદીનો TMC પર પ્રહાર, કહ્યું- સંદેશખાલીમાં જે થયું તેનાથી દેશ શરમમાં મુકાઈ ગયો, પરંતુ રાજ્ય સરકાર..
દરમિયાન આ અવસરે આનંદ પંડિત, હિતેન આનંદપરા, સિદ્ધાર્થ રાંદેરિયા, માનસી પારેખ- ગોહિલ, હોમી વાડિયા, તેજલ વ્યાસ, હૃદય વિપુલ છેડા, ઐશ્વર્યા મઝમુદાર, ઈસ્માઈલ દરબાર, વ્યોમ ઠક્કર, રાહુલ સત્રા (શાહ), કેજલ શાહ- ચરલા અને પીયુષ એમ. શાહને પણ વિવિધ ક્ષેત્રમાં અનન્ય કામગીરી માટે એવોર્ડ એનાયત કરાયાહતા.
બૃહદ મુંબઈ ગુજરાતી સમાજના પ્રમુખ હેમરાજભાઈ શાહે જણાવ્યું કે ગુજરાતી ( Gujarati ) માત્ર વેપારી નથી પણ કલા- સાહિત્ય સહિતના શ્રેત્રે મહારત હાંસલ કરી છે તે બતાવવા એવોર્ડ આપીને નવાજવામાં આવે છે. મારાં પુસ્તકો અને સન્માનો માટે ખાસ ગેલેરી બનાવવાનો નિર્ણય સમાજે કર્યો છે તે બદલ આભાર વ્યક્ત કરું છું.
સમાજના પ્રમુખ ડો. નાગજીભાઈ રીટાએ જણાવ્યું કે આજે વિશ્વમાં ગુજરાતીઓનો ડંકો વાગે છે. કેન્દ્ર સરકારમાં બિરાજતા ગુજરાતીઓએ દેશનું નામ રોશન કર્યું છે. આ સમયે વિધાનસભાના અધ્યક્ષ રાહુલ નાર્વેકરે ( Rahul Narvekar ) પણ ખાસ હાજરી આપી હતી. સમારોહનું સુંદર સંચાલન કવિ મુકેશ જોશીએ કર્યું હતું. આરંભમાં સ્વરકિન્નરી ગ્રુપના ભાનુભાઈ વોરા, તૃપ્તિ છાયા અને કમલેશ બારોટે રંગ કસુંબલ ડાયરામાં લોકગીતો, સુગમ ગીતોની સુંદર પ્રસ્તુતિ કરી હતી.
Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.