Gujarati Sahitya: માણસ હોવાની મને ચીડ.

Gujarati Sahitya: માણસને માણસની એલર્જી થઈ ગઈ છે. માણસાઈને લૂણો લાગે એવી ઘટનાઓથી અખબારોની હેડલાઇન ઊભરાય છે. પાશવીપણું એ પશુનો જ ઇજારો નથી રહ્યો.

Gujarati Sahitya Being human annoys me by ashwin mehta

News Continuous Bureau | Mumbai 

Gujarati Sahitya: માણસને માણસની એલર્જી થઈ ગઈ છે. માણસાઈને ( being human ) લૂણો લાગે એવી ઘટનાઓથી અખબારોની હેડલાઇન ઊભરાય છે. પાશવીપણું એ પશુનો જ ઇજારો નથી રહ્યો. દમનનનો કોરડો વીંઝવાની મહેચ્છા ખૂંખાર અને બંધા ધર્મઝનૂનીઓને જંપવા નથી દેતી. જનાબ રાજેશ રેડ્ડીએ ( Rajesh Reddy ) લખ્યું છેઃ

Join Our WhatsApp Community

ક્યા બતાઈ આપ કો અપને નયે ઘર કા પતા,

 ઇન દિનો રહતા હું મેં, દહેશતકી દીવારો કે બીચ.

શાયર નીદા ફાઝલી ( Nida Fazli ) કહે છેઃ

 મંદિરમે ન કોઈ બુત (મૂર્તિ), ન મસ્જિમે ખુદા થા,

 કલ રાત મેરે શહરમેં ન જાને ક્યા હૂંઆ થા?!

શ્રીફળની જેમ વધેરાઈ જતાં માથા કે ટાંકણી ભોંકાતા ફુગ્ગાની પેઠે ફાટી પડતા માનવ-દેહો થકી હલાલ થયેલી માણસાઈ લોહીલુહાણ થઈને ખલીલ સાહેબની જેમ પોકારી ઊઠે છેઃ

ગીતા હૂં, કુરાન હૂં મેં, મુઝકો પઢ ઇનસાન હૂં મેં 

બધા ઇકબાલની આ પંક્તિઓ ગોખીને મોટા થયા છીએઃ

 મઝહબ નહીં સીખાતા આપસ મેં બૈર રખના.

આ પણ વાંચો : Gujarati Sahitya: હસો, ખૂબ હસો, ન કરશો આ જિંદગી હસવા સમી!!

છતાં હવે આપણે બધા મલાજો મૂકીને ધરમને નામે ધાડપાડુઓ થયેલા ખંજરનાચ કરતા થઈ ગયાં છે. એટલે તો જોશ મલીહાબાદીએ ( Josh Malihabadi ) કહ્યું હતુંઃ

અય આસમાં, તેરે ખુદાકા નહીં હૈ ખૌફ 

ડરતે હૈં અય ઝમીં, તેરે આદમી સે હમ!

ઝેરીલા સાપથીયે ખતરનાક માણસોના આ મહાનગર કેવા થઈ ગયાં છે? પરવીન શાકીર ( Parveen Shakir ) કહે છેઃ 

મેં ઇતને સાંપો કો રાસ્તે મેં દેખ આઈ થી,

કે તેરે શહરમેં પહુંચી તો કોઈ ડર ન થા.

કવિએ કહેવું પડયુંઃ

આ માણસ નહીં, હેવાન છે,

 ખૂન અને ખંજર એની પહેચાન છે!

આવા નિર્દય, નપેતરાં અને નઘરોળ માણસ હોવાની

કોને ખીજ ન ચડે ??

Ashwin Mehta

Ashwin Mehta

 

Mumbai: મુંબઈ ગુજરાતી સંગઠન દ્વારા ધમાકેદાર ઉજવાયો મહારાષ્ટ્રની બધી જ ગુજરાતી માધ્યમની શાળાઓનો સરસ્વતી સન્માન સમારોહ , MGT ઈનામ વિતરણ અને ઉત્તમ બાળમંદિર તેમજ શાળાનાં સત્કારનો ત્રિવેણી સંગમ સમાન સન્માન મહોત્સવ
Geeta Rabari: ગીતા રબારી – “કચ્છી કોયલ” – કરશે ‘સુરભિ નવરાત્રિ ઉત્સવ 2025’, બોરીવલીમાં પ્રથમવાર પરફોર્મન્સ
Jharukho : શનિવારે ‘ઝરૂખો ‘માં’ ‘લીલી પટેલની અભિનય યાત્રા: ભવાઈ, નાટક, સિરિયલ અને ફિલ્મ ‘
Zarukho: બોરીવલીમાં ‘ ઝરૂખો ‘ માં ભાવકોનાં વિવિધ પુસ્તકો વિશેનાં વક્તવ્ય, એક અનોખી સફળ પહેલ!
Exit mobile version