News Continuous Bureau | Mumbai
Gujarati Sahitya:. શબરી ( Shabri ) એટલે શ્રધ્ધા-ભાવ-ભક્તિથી ભીની થયેલી ચિરંતન પ્રતીક્ષા… કવિ સાજીદ સૈયદની ( Poet Sajid Syed ) પંક્તિઓમાં એની મનભાવન મૂર્તિ જુઓ:
શબરીના બોર નહીં, રામજીને શબરીની ધીરજ લાગી’તી બહુ મીઠી
શબરીના જેવી બોલો આજ લગ, શબરી છે કોઈએ દીઠી?
પંપાના નીર કદી થાકીને કહેતાં કે, રહેવા દે જીદ હવે છોડ!
શબરીને ઓળખે છે, જિદ્દી છે, મક્કમ છે કહેતાં’તા બોરડીના છોડ
ચાખ્યા ના દાંતેથી બોર, એણે ધીરજનો આખો અધ્યાય લખી નાખ્યો.
આવ્યા’તા રામ ક્યાં? આવવું પડયું’તું, એણે શ્રધ્ધાનો નોખો પર્યાય લખી નાખ્યો..
આજે પણ આવવા રાજી છે રામ, પણ શબરીપણું ખોવાયું ભીડમાં
આખા વનની મીઠાશ હવે મરવા પડી છે કડવા આ ટોળાના તીડમાં…
આપો એક શબરી, હે રામ! કાં મોકલો રે ધરપત પડીકામાં વીંટી
શબરીના જેવી બોલો આજ લગ, શબરી છે કોઈએ દીઠી?!
આ સમાચાર પણ વાંચો : Gujarati Sahitya: આપણે એકબીજાને ગમીએ…
બીજા કવિ અનિલ ચાવડાની ( Anil Chavda ) આંખે શબરી-દર્શન કરવા જેવું છેઃ
આ હદે વાટ શબરીએ જોવાય નૈ, રામ પણ ના મળે એને, બોરા ય નૈ.
નમવું નો અર્થ પણ થાય ઊંચા થવું, આમ જ્યાં ત્યાં બધે હાથ જોડાય ને.
. થાય જો ભૂલ મિત્રોની તો માફ કર, જીભ કચડાય તો દાંત તોડાય ને…
જે સાવ નજીક હોય, એની સાથે ક્યારેક ઝઘડો કરવાનું મન થાય. રવીન્દ્ર પારેખની ( Ravindra Parekh ) આ રોકડી રજૂઆતમાં ( Hari ) હરિને કરેલું લાક્ષણિક-માર્મિક સંબોધન સરવા કાને સાંભળોઃ
દુનિયા લીધી દત્તક, પણ ના રહ્યા કદી સંગાથે. હરિ, જોઈએ છૂટાછેડા મને તમારી સાથે
માણસ જેવો માણસ પણ સેવાથી થાય છે ઈશ્વર, પણ સેવાને બદલે રાખો તમે મને તો પથ્થર
ગયા જનમના પાપ તે આવી પડયા છો મારે માથે. હરિ, જોઈએ છૂટાછેડા મને તમારી સાથે
છેલ્લે, કિશોર ચિકાદરાની ( Kishore Chikadara ) નજરે જિગરજાન દોસ્ત કોને કહેવાય?
કદી એવું બને કે માત્ર મારા હોઠ ફફડે અને તું અર્થ સમજી જાય, તો તું દોસ્ત સાચો…
કસોટી ખાસ કરવા, હું અહીં ઉપવાસ રાખું, તને નબળાઈ ત્યાં વર્તાય, તો તું દોસ્ત સાચો…
તને બે વેણ કડવાં કહી શકું હું દોસ્ત દાવે અને તું લેશ ના અકળાય, તો તું દોસ્ત સાચો…

Ashwin Mehta