Gujarati Sahitya: નારી ન હોતી જગતમેં, જનમ કિસકે ઘ૨ લેત? જાણો જગતના સર્જન અને પુરુષ-સ્ત્રી સંબંધમાં તેની અગત્યતા…

Gujarati Sahitya: સ્ત્રીની પ્રેમ, શક્તિ અને શ્રદ્ધા દ્વારા દુનિયા જીવંત રહે છે; તેના વગર જગતની કલ્પના અપૂર્ણ છે.

by khushali ladva
Gujarati Sahitya If there were no women in the world, who would have given birth to a child

News Continuous Bureau | Mumbai

Gujarati Sahitya: નારી ન હોતી જગતમેં, જનમ કિસકે ઘ૨ લેત?

તમને આંસુની લિપિ ઉકેલતાં આવડે છે ? તમે ક્યારેય જુદાઈનો ઝુરાપો અનુભવ્યો છે? તમારું ભાવગદ્ગદ્ હૈયું ક્યારેય વહાલપનો વીરડો બનીને વહ્યું છે? અંતરના ઝળહળતા શ્રધ્ધા દીપને અજવાળે, સંકલ્પ અને સુદ્રઢ મનોબળથી જીવનની વસમી ૩૦૩૬૮ વાટને સરળ-સુગમ બનાવવાનો કીમિયો તમને હાથવગો છે? સ્ત્રી હોવાની અનુભૂતિ અને પ્રતીતિ સ્નેહા પટેલની પંક્તિમાં ઝિલાઈ છેઃ

તમે મારી ભીતર પધારી જુઓ, વિચારું છું હું એ વિચારી જુઓ એમાં મોતી, કવિતા હશે, તમે આંસુ ભીતર ઉતારી જુઓ.

પુરુષની લાપરવાહી હોય કે બેવફાઈ- પ્રેમમાં હૃદયથી સમર્પિત નારીની અંતરંગ ભાવદશાનો તાગ મેળવવો કેટલો દુષ્કર છે! સ્નેહી પરમાર લખે છેઃ

તમે ચાલ્યાં જવાની વાતના બહુ ઢોલ પીટો મા. તમે આવ્યા હતા સાજન બહુ ચૂપચાપ મારામાં તમે જાઓ અગર બેસો હવે ના ફેર પડવાનો તમે છો દેહથી સામે ને આપોઆપ મારામાં…

એકમેકમાં ઓગળી જવાની તમન્ના અને તાલાવેલી જ્યારે સ્ત્રીની સાથે પુરુષમાં પણ પ્રગટે ત્યારે રાહી ઓઘારીયાની આ વજનદાર વાતનો મર્મ સમજાય છે:

મારો વિચાર, મારું મનન એટલે તમે… ને મારું મૌન, મારું કથન એટલે તમે….. મારું કહી શકાય એવું શું રહ્યું પછી? સ્મિત, હર્ષ, શોક, અશ્રુવહન એટલે તમે… લ્યો! અંતે ઓગળી ગયો મારા મહીંનો હું, કે તમને પામવાની લગન એટલે તમે… માની લો કે દરિયો એ પુરુષ છે અને નદી એ સ્ત્રી છે. હવે ધ્વનિલ પારેખની પંક્તિ વાંચોઃ

દરિયો ભલે ને માને કે પાણી અપાર છે, એને ખબર નથી કે નદીનું ઉધાર છે!

છેલ્લે, લોકદૂહામાં નારીના અપરંપાર મહિમાગાન સાથે વિરમીએઃ

નારીએ જગ ઉપજે, દાનવ-માનવ-દેવ નારી ન હોતી જગતમેં, જનમ કિસકે ઘર લેત? જતી-સતી-સુરમા-ભક્ત-દાસ અરુ સંત નારી બિન કૈસે ઉપજે, નારીએ નામ રહંત…

પ્રો. અશ્વિન મહેતા

Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed

You Might Be Interested In
Join Our WhatsApp Community

About News Continues

News Continuous is created to spread authentic, accurate and correct news across platforms. This news venture is managed by experienced journalists. Drop an email for collaborations.

Newsletter

Subscribe to our Newsletter to get the latest news updates.

To explore your career & collaborate with us pls write to us on following email id info@newscontinuous.com

@2023 – All Right Reserved. 

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More