Gujarati Sahitya: જમાનો જિંદગીભર નિતનવા આઘાત આપે છે…

Gujarati Sahitya: કલમ હાથમાં ઝાલીને જીવવાનો પડકાર જેણે ઝીલ્યો હોય એ જ જાણે... મુસાફિર પાલનપુરી લખે છે

Gujarati Sahitya Jamano Jindagibhara Nitnava Aaghat Aape che By ashwin mehta

 News Continuous Bureau | Mumbai

Gujarati Sahitya: કલમ હાથમાં ઝાલીને જીવવાનો પડકાર જેણે ઝીલ્યો હોય એ જ જાણે… મુસાફિર પાલનપુરી ( Musafir Palanpuri ) લખે છેઃ 

Join Our WhatsApp Community

ધરી છે જ્યારથી કરમાં કલમ જીવી ગયો છું હું,

 હતો રજકણ છતાંયે સૂર્ય સમ જીવી ગયો છું હું

. થયા છે એક ભવમાં પણ અનુભવ એટલા મિત્રો,

 કે એક જન્મમાં સો સો જનમ જીવી ગયો છું હું.

હેનરી મિલરે ( Henry Miller ) કહ્યું હતુંઃ સર્જકની વેદના વધસ્તંભ પર ચડતા ઇશુ ખ્રિસ્તની વ્યથા જેવી છે, એ જીરવી શકે તેને શબ્દનો મુકામ સાંપડે છે. આ શાયર લખે છેઃ

ઊર્મિને શ્વાસો જેમ શ્વસીને ગઝલ લખે

આઘાતની ક્ષણોમાં હસીને ગઝલ લખે

ગઝલોમાં જેને દર્દ નથી એમને કહો,

દિલમાં પ્રથમ કોઈના વસીને ગઝલ લખે…

આ પણ વાંચો  : Gujarati Sahitya: જેણે પાનખર ઝીલી હોય, એને જ વસંત આવે છે.

એક વિચારકે લખ્યું હતું કે જ્યારે લોકોની ધર્મમાંથી શ્રદ્ધા ઓસરી જાય છે ત્યારે ઈશ્વર કવિતામાં આવીને નિવાસ કરે છે. સામે પૂરે તરવાનું સાહસ હોય કે ખુમારીપૂર્વક જીવતરની જાહોજલાલી માણવાની ઝિંદાદિલી હોય – મુસાફિર પાલનપુરીએ જિગરદારીપૂર્વક રજૂઆત કરી છેઃ

શીશ ઊંચકે છે જો અન્યાય, તો જન્મે છે કવિ

દિવ્યતાઓ કોઈ અવતાર ધરે કે ન ધરે, એમની ખોટ જો વર્તાય તો જન્મે છે કવિ પથિક પરમારની સાહસિકતાને સલામ કરીએઃ

જડે રસ્તો નહીં તો પણ અમે રસ્તો કરી જાશું, તમારી જેમ થોડા કંઈ મૂં’ઝાઈને મરી જાશુ? 

કવયિત્રી રિન્કુ રાઠોડની ( Rinku Rathod ) વજનદાર રજૂઆતને દાદ દેવી પડેઃ

વાત જ્યારે પણ અમારી નીકળે, બસ, કલમ-કાગળ ખુમારી નીકળે

તેમની બીજી એક ( Poet ) કવિતાની પંક્તિનો જુસ્સો અને જઝબાત જુઓઃ

યુગોના તપ પછી હૈયામાં જે ફૂટી’તી સરવાણી એ મારી આંખનું પાણી…

ભગીરથ દ્વારા સ્વર્ગેથી ધરા પર જે નદી આવી, એ મારી આંખનું પાણી…

એકલતા અભિશાપ છે, જ્યારે એકાંતનું ઉપવન સર્જનના સુમનનો મઘમઘાટ ચોપાસ ફેલાવે છે. કવયિત્રીની આ કેફિયતમાં એકલતાનું પરિમાણ બદલાઈ જાય છેઃ

ગમે તે થાય એકલતા જ હરદમ સાથ આપે છે, જમાનો જિંદગીભર નિતનવા આઘાત આપે છે.

 છેલ્લે, મુકેશ દવેની રામ-શ્યામની હયાતીની અનુભૂતિ કરીને વિરમીએઃ

જો કણેકણમાં સદાય રામ લાગે, ઝૂંપડી પણ મોટું તીરથધામ લાગે

વાંસળી રાધાપણું ત્યારે જ રેલે, ફૂંક એમાં પૂરનારો શ્યામ લાગે…

Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.

Ashwin Mehta

Ashwin Mehta

Mumbai: મુંબઈ ગુજરાતી સંગઠન દ્વારા ધમાકેદાર ઉજવાયો મહારાષ્ટ્રની બધી જ ગુજરાતી માધ્યમની શાળાઓનો સરસ્વતી સન્માન સમારોહ , MGT ઈનામ વિતરણ અને ઉત્તમ બાળમંદિર તેમજ શાળાનાં સત્કારનો ત્રિવેણી સંગમ સમાન સન્માન મહોત્સવ
Geeta Rabari: ગીતા રબારી – “કચ્છી કોયલ” – કરશે ‘સુરભિ નવરાત્રિ ઉત્સવ 2025’, બોરીવલીમાં પ્રથમવાર પરફોર્મન્સ
Jharukho : શનિવારે ‘ઝરૂખો ‘માં’ ‘લીલી પટેલની અભિનય યાત્રા: ભવાઈ, નાટક, સિરિયલ અને ફિલ્મ ‘
Zarukho: બોરીવલીમાં ‘ ઝરૂખો ‘ માં ભાવકોનાં વિવિધ પુસ્તકો વિશેનાં વક્તવ્ય, એક અનોખી સફળ પહેલ!
Exit mobile version