Gujarati Sahitya: ઝડપથી મોતની સામે જવાનો શહેરનો માણસ…

Gujarati Sahitya: જીવનમાં લક્ષ્યપ્રાપ્તિ માટેની સાચી જીદ હોય તો પરસેવો ક્યારેક પરફ્યુમ બનીને મહેકવા લાગે છે.

by Hiral Meria
Gujarati Sahitya jhadapthi Motni same javano shaherno Manas ashwin mehta

News Continuous Bureau | Mumbai

Gujarati Sahitya: જીવનમાં લક્ષ્યપ્રાપ્તિ માટેની સાચી જીદ હોય તો પરસેવો ક્યારેક પરફ્યુમ બનીને મહેકવા લાગે છે. રાકેશ સાગરની ( Rakesh Sagar )  આ વજનદાર વાત વાંચીનેવિચારવા જેવી લાગે છે :

ઊગવાની જીદ રાખો, ભીંત પર કૂંપળ ફૂટે

 પ્યાસ ભીતર હોય તો, પથ્થર વચાળે જળ ફૂટે

 જિમમાં જઈ કોણ શિવાજી થયો ? રાણો થયો?

 સીમમાં જઈ મહેનત કરો તો બાવડામાં બળ ફૂટે

 એટલી બસ, એટલી બસ મહેનત કરો?

હથેળીમાં સફળતાનું ગંગાજળ ફૂટે….! 

પારકી પંચાત કરીને પોતાને પંતપ્રધાન જેવા પ્રતિભાવાન સમજનારા હેંતિયા માણસે નાઝિર દેખૈયાની ( Nazir Dekhaiya )
વાત હૈયે કંડારી રાખવા જેવી છે :

કોઈ સમજાવો દીપકને કે એની જાતને પરખે

 ઊછીનું તેજ લેનારા શું લડવાના પ્રભાકરથી ?

સંપત્તિ કરતાં સંસ્કા૨ ચડિયાતા ગણાય. સંપત્તિનું વીલ (વસિયતનામું) બને, સંસ્કાર હોય તો ગુડવીલ બને, સહુનો સદ્ભાવ સાંપડે. માણસનું નામ ભુલાઈ જાય છે, તેનું કામ બોલ્યા કરે છે. કવિ હેમંત પૂર્ણકરની ( Hemant Purankar ) વાત વ્યાવહારિક છે

  સૂર્ય શો હું, આથમીને સત્ય એ સમજી શક્યો. 

માત્ર ઊગતા સૂર્યને સૌની સલામી હોય છે

 નામ પાછળ જિંદગીભર દોડવું એળે જશે

 આખરે જે જાય છે એ તો ન-નામી હોય છે!!!

પણ વાંચો:  પગથી માથા સુધીના દરદ હોય છે, માનવી ત્યારે સાચો મરદ હોય છે…

તમને વાગે ને દર્દ થાય એ વેદના કહેવાય, પણ બીજાને વાગે ને તમને દર્દ થાય એ સંવેદના કહેવાય. આડેધડ ઝાડ- પાન, ફળ-ફૂલ તોડનારો માણસ-કઠિયારો ખુદગર્જ અને સંવેદનશૂન્ય થઈ ગયો છે.

કવયિત્રી હેમા મહેતાની ચિંતા-ફિકર સહુને હોય તો કેવું સારું…

કપાવી વૃક્ષ લીલાંછમ, બનાવે મોલ ને ટાવર

શ્વસન માટે કયે ધામે જવાનો, શહેરનો માણસ ?

 બધું ઝડપી જ કરવાનો, હવે છે મ્હાવરો એને 

ઝડપથી મોતની સામે જવાનો, શહેરનો માણસ… !

પ્રિયજન પાસે હૈયું મીણની જેમ પીગળવા માંડે છે, આ અહેસાસ સાવ અનોખો છે. ગૌરાંગ ઠાકર કહે છેઃ 

આ બધું કેમ નવું લાગે છે ? કોઈ હૈયામાં ગયું લાગે છે ! 

હાથમાં હાથ મિલાવી રાખો, આ જગત હાથવગું લાગે છે….

 પ્યાસ એમ જ નથી બૂઝી મિત્રો, લોહીનું પાણી થયું લાગે છે! 

ખોળિયામાં આ નવી હલચલ છે, જીવને ઘેર જવું લાગે છે !

દંભ અને પાખંડ હાથમાં હાથ મેળવીને ચાલે છે. ડોળધાલુ સમાજ પાખંડી બની જતાં વા૨ નથી લાગતી ઈશ્વરને નામે છડેચોક છેતરપિંડી ચાલે છે. સુરેશ ઝવેરી ( Suresh Zaveri )  ‘બેફિકર’ની રજૂઆતમાં વિકૃત વાસ્તવિકતાને અણિયાળી ધા૨ મળી છેઃ 

ઈશ્વરના મેં વાઘા જોયા, ત્યાં પણ દોરાધાગા જોયા! 

પાર વગરનાં છટકાં જોયાં, જ્યાં જ્યાં ટીલાં ટપકાં જોયાં ! 

વિધવા સામે કંકુ કાઢે, અવતારી સૌ બાબા જોયા ! !

કવિએ ( Poet ) રચેલા દૂહામાં જિંદગીની દર્દનાક દાસ્તાનને વાચા આપી છેઃ

શ્વાસે શ્વાસે જિંદગી આગળ વધતી જાય !

 થઈ નથી એ કોઈની, મારી થોડી થાય! 

ચાર દિવસની ચાંદની, મોડેથી સમજાય !

 અજવાળાની શોધમાં અંધારું પથરાય !

ગંગાજળ છે અંતમાં, ઘીનો દીવો થાય 

ફૂલ ચઢાવી પ્રેમથી ચાર જણા લઈ જાય ! ! 

અને છેલ્લે, કવયિત્રી પૂર્વી બ્રહ્મભટ્ટની કેફિયત સાંભળીએઃ

શ્વાસોની આવજાવને જીવવું ગણે છે જે,

ઈલાજ એમનો કરો, નક્કી બીમાર છે 

ક્યાં છે ખબર ફરીથી અહીં આવશું કે નહીં ?

 બસ આપણી તો આ ધરા પર એક લટાર છે…

Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.

Ashwin Mehta

Ashwin Mehta

You Might Be Interested In
Join Our WhatsApp Community

About News Continues

News Continuous is created to spread authentic, accurate and correct news across platforms. This news venture is managed by experienced journalists. Drop an email for collaborations.

Newsletter

Subscribe to our Newsletter to get the latest news updates.

To explore your career & collaborate with us pls write to us on following email id info@newscontinuous.com

@2023 – All Right Reserved. 

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More