Gujarati Sahitya: કુદરતની મહેર થાય ને થઈ જાય દોસ્તી…

Gujarati Sahitya: મિત્રોના ઘણા પ્રકાર જોયા-જાણ્યા ને માણ્યા છે.

Gujarati Sahitya Kudaratani maher thay ne thai jay dosti

News Continuous Bureau | Mumbai

Gujarati Sahitya: મિત્રોના ઘણા પ્રકાર જોયા-જાણ્યા ને માણ્યા છે. 

Join Our WhatsApp Community

થાળી મિત્રો, તાળી મિત્રો, ખાલી (ખિસ્સા) મિત્રો, ગાલી (ગાળ બોલનારા) મિત્રો, ખયાલી મિત્રો, પિયાલી મિત્રો, મવાલી મિત્રો…!!, જીવનના આકાશમાં મૈત્રીનું મેઘધનુષ ત્યારે જ ખૂલે જ્યારે કોઈ દિલાવર દોસ્ત સાથે લેણાદેણી હોય, જિગરની જાગીરદારી હોય. પંકજ વખારિયાને કાન દઈને સાંભળોઃ

બાકી તું બાંધે તોય ના બંધાય દોસ્તી, કુદરતની મહેર થાય ને થઈ જાય દોસ્તી

થઈ ફાંસો તુચ્છ કારણે મનભેદ જ્યાં પડે, છોડી શકો અહમ તો બચી જાય દોસ્તી..

. ખીસ્સા ખાલી ને ભપકા ભારી રાખનારા અલેલટપ્પુઓ કેવા ખુદગર્જ હોય છે! દોરંગી દુનિયાદારીનો કડવો અનુભવ કવિ પાસે લખાવે છેઃ

જરાક કાણું શું પડયું ખીસ્સામાં…, સિક્કાથી વધારે તો સંબંધો સરકી પડયા… 

હાથમાં હૂંફાળો હાથ હોય એવા હમસફરની સાથે જીવવાની હોંશ અને હામ બરકરાર રહે છે, એટલે જ કવિ કહે છેઃ

તું જો બાકાત હો મુજથી, તો એકલો હું શૂન્ય થઈ જાઉં, 

ને તું જો પીઠબળ હો તો હું એકલો જ સૈન્ય થઈ જાઉ.

આ  પણ વાંચો : Gujarati Sahitya: રોજ જોઉં છું મને, તો પણ ઓળખાતો નથી!

 રુસ્વા મઝલૂમીને ( ruswa mazlumi ) દોસ્તનો દર્દનાક વિયોગ હોય કે પ્રેમિકાનો હૈયું વીંધી નાખતો વિરહ હોય-બધું બદલાઈ ગયેલું લાગે છેઃ

કોઈનો કેવી રીતે ભરોસો કરું ભલા? મિત્રોય આજકાલ તો મારા નથી રહ્યાં! 

તેં દ્રષ્ટિ ફેરવી અને દ્રશ્યો ફરી ગયાં, પહેલાં હતાં એ ચાંદ-સિતારા નથી રહ્યાં…

 પછી તો એવોય વખત આવે છે કે શૂન્ય પાલનપુરીને ( shunya palanpuri ) દોસ્તો વગરની જિંદગી સૂની સૂની અકારી લાગે છેઃ

માર્ગ બદલાતો ગયો ને સાથીઓ વળતા ગયા, એક પાછળ એક સઘળા શૂન્યમાં ભળતા ગયા 

સાથે બેસી જિંદગીના જામ પીનારા સહુ, મોતના ઘેરા નશામાં ચૂર થઈ ઢળતા ગયા… 

છેલ્લે, ગુજરાતી અને ઉર્દૂના સિધ્ધહસ્ત શાયર શેખાદમ આબુવાલાની ( shekhadam abuwala ) દર્દની દોલત લૂંટાવતી આ અશ્રુભીની પંક્તિઓ આગળ અટકીએઃ

કિસકે આંસુ ગીરે કફન પે મેરે, કૌન રોયા હૈ અજનબી કે લિયે 

ચાંદ ચમકા હૈ ચાંદની કે લિયે, યે ભી જી ના હુઆ કિસી કે લિયે

 મેરે દુશ્મન હી જાનતે હૈં યે, કિતના તરસા હું દોસ્તી કે લિયે..

 

Ashwin Mehta

Ashwin Mehta

.

.Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.

Mumbai: મુંબઈ ગુજરાતી સંગઠન દ્વારા ધમાકેદાર ઉજવાયો મહારાષ્ટ્રની બધી જ ગુજરાતી માધ્યમની શાળાઓનો સરસ્વતી સન્માન સમારોહ , MGT ઈનામ વિતરણ અને ઉત્તમ બાળમંદિર તેમજ શાળાનાં સત્કારનો ત્રિવેણી સંગમ સમાન સન્માન મહોત્સવ
Geeta Rabari: ગીતા રબારી – “કચ્છી કોયલ” – કરશે ‘સુરભિ નવરાત્રિ ઉત્સવ 2025’, બોરીવલીમાં પ્રથમવાર પરફોર્મન્સ
Jharukho : શનિવારે ‘ઝરૂખો ‘માં’ ‘લીલી પટેલની અભિનય યાત્રા: ભવાઈ, નાટક, સિરિયલ અને ફિલ્મ ‘
Zarukho: બોરીવલીમાં ‘ ઝરૂખો ‘ માં ભાવકોનાં વિવિધ પુસ્તકો વિશેનાં વક્તવ્ય, એક અનોખી સફળ પહેલ!
Exit mobile version