Gujarati Sahitya: જિંદગી પૂછે સિલેબસ બહારનું…!

Gujarati Sahitya: કાજી દુબલે ક્યું ? સારે ગાંવકી ફિકર - આ કહેવત તમે સાંભળી છેઃ અકારણ ચિંતાઓની ચિતા પર આપણે સહુ ખડકાયા છીએ.

Gujarati Sahitya Life asks beyond the Syllabus

News Continuous Bureau | Mumbai 

Gujarati Sahitya: કાજી દુબલે ક્યું ? સારે ગાંવકી ફિકર – આ કહેવત તમે સાંભળી છેઃ અકારણ ચિંતાઓની ચિતા પર આપણે સહુ ખડકાયા છીએ, એટલે જ સંદીપ પૂજારા ( Sandeep Pujara ) લખે છેઃ 

Join Our WhatsApp Community

તમારે ચિંતા ઘણી છે! તમે હસી ન શકો. વળી એ જાતે જણી છે! તમે હસી ન શકો,

 હતાં જે સ્મિતના પર્યાય જેવા સંબંધો, બધે દીવાલ ચણી છે, તમે હસી ન શકો

કપટ અને કરતૂતો કરનારા ચતુર શિરોમણીઓના ચહેરા પરથી કુદરતી હાસ્ય છીનવાઈ જાય છે. દંભી અને પાખંડી વ્યક્તિ નિર્મળ અને ખુલ્લા મનથી હસી કેવી રીતે શકે? કવિના આંતરમનમાં ચાલતી ઉથલપાથલ જ્યારે કાગળ પર ઉતરે ત્યારે જે | ચમત્કાર સર્જાય એ શબનમ ખોજાની રચનામાં જોવા મળે છેઃ

આપણી ઇચ્છા હતી કે પહોંચીએ વાદળ સુધી

હાય! મજબુરી જુઓ તો! રહી ગયા કાગળ સુધી

દરેક કવિની પ્રેમની પરિભાષા નોખી-અનોખી હોય છે. કવયિત્રી લખે છેઃ

 એથી વધુ શું દઈ શકું પ્રીતિ પ્રમાણ હું, તારી સાથે ઝંખું છું આખર પ્રયાણ હું… 

અને બીજા એક શે’રમાં પ્રણયનું પરિમાણ કેવું બદલાઈ જાય છે?ઃ

મળવાનું તમને એટલે મન થાય છે સતત, મારી જ સાથે મારી મુલાકાત હોય છે!

આ પણ વાંચો : Gujarati Sahitya: અહીં માણસને મારી, લોક ઈશ્વરને જિવાડે છે!

 ક્યારેક રજૂઆતમાં વ્યંગ-વિનોદની છાલક વાગે, પણ ધ્યાનથી વાંચો તો એની મર્મભેદક વેધકતાની પ્રતીતિ થાયઃ દિલીપ ઠક્કર ( Dilip Thakkar ) – દિલદારનો આ નિરાળો અંદાજ જુઓઃ

ભીખ જે માગી રહ્યો’તો એ તવંગર નીકળ્યો, ઝૂંપડા બળતાં જ નોટોનો સમંદર નીકળ્યો. 

દારૂ પીને આમ તો લોકો મરે છે સેંકડો, ઝેર પીને પણ મર્યો ના, એ તો શંકર નીકળ્યો.

કવિ જ્યારે નકરી સચ્ચાઈની રોકડી રજૂઆત કરે ત્યારે કાયમ હઝારીની ( Kayam Hazari ) પંક્તિનું મૂલ્ય સમજાયઃ 

ગજું લેનારનું જોયા પછી કિંમત ઘટાડ’તી, અમસ્તા કંઈ નથી કાયમ અમે સસ્તામાં વેચાયા.

 શાયર વિનોદ નગદિયા ( Vinod Nagdia ) (આનંદ)ની અભિવ્યક્તિમાં નવીનતા અને સચોટતા માણવા જેવી છેઃ 

ખરપાઈ ગઈ છે જિંદગી ખુદને કસી કસીને, આપી છતાં શીતળતા સહુને હસી હસીને

 ખમ્મા કરો સુગંધો, હવે તો ખમ્મા કરો, ચંદન થાકી ગયા છે પથ્થર ઘસી ઘસીને! 

ભાવિન ગોપાણીની ( Bhavin Gopani ) બે પંક્તિમાં ચૂંટાયેલો વીંટીનો સંદર્ભ હૈયે ઉઝરડો પાડે છેઃ

કાઢવા એને પછી પહોંચી જવાયું કોર્ટમાં, એક વીંટી આંગળીમાં કઈ હદે નડતી હશે! 

છેલ્લે, જિગર ફરાદીવાલા ( Jigar Faradiwala ) આપણા સહુનો કોયડો કવિતામાં પૂછે છેઃ

પુસ્તકો લઈ રોજ એ શોધે જવાબ, જિંદગી પૂછે સિલેબસ બહારનું…!

Ashwin Mehta

Ashwin Mehta

Mumbai: મુંબઈ ગુજરાતી સંગઠન દ્વારા ધમાકેદાર ઉજવાયો મહારાષ્ટ્રની બધી જ ગુજરાતી માધ્યમની શાળાઓનો સરસ્વતી સન્માન સમારોહ , MGT ઈનામ વિતરણ અને ઉત્તમ બાળમંદિર તેમજ શાળાનાં સત્કારનો ત્રિવેણી સંગમ સમાન સન્માન મહોત્સવ
Geeta Rabari: ગીતા રબારી – “કચ્છી કોયલ” – કરશે ‘સુરભિ નવરાત્રિ ઉત્સવ 2025’, બોરીવલીમાં પ્રથમવાર પરફોર્મન્સ
Jharukho : શનિવારે ‘ઝરૂખો ‘માં’ ‘લીલી પટેલની અભિનય યાત્રા: ભવાઈ, નાટક, સિરિયલ અને ફિલ્મ ‘
Zarukho: બોરીવલીમાં ‘ ઝરૂખો ‘ માં ભાવકોનાં વિવિધ પુસ્તકો વિશેનાં વક્તવ્ય, એક અનોખી સફળ પહેલ!
Exit mobile version