Gujarati Sahitya: મનની મૈત્રીનાં પુષ્પો કદી કરમાતાં નથી…

Gujarati Sahitya: મૈત્રીનું મેઘધનુષ જીવનના ગગનને રળિયામણું રાખે છે અને પ્રેમનો છલકાતો પા૨ાવા૨ જીવનની સફરને સોહામણી રાખે છે.

Gujarati Sahitya Mann Ni Maitri Na pushpo kadi karmata Nathi BY ashwin mehta

News Continuous Bureau | Mumbai 

Gujarati Sahitya: મૈત્રીનું મેઘધનુષ જીવનના ગગનને રળિયામણું રાખે છે અને પ્રેમનો છલકાતો પા૨ાવા૨ જીવનની સફરને સોહામણી રાખે છે. S.M.S.ના જમાનામાં લાગણીઓની લેણદેણ મુઠ્ઠીભર મોબાઇલમાં ધબકતી સંભળાય છેઃ 

Join Our WhatsApp Community

ખુલ્લી આંખોના સપના સાચા નથી હોતા,

ચમકતા બધાંયે કંઈ સિતારા નથી હોતા.

મળે જો સાચો પ્રેમ તો ભરી લેજો દિલમાં

આ હાથની લકીરોના કોઈ દિવસ ભરોસા નથી હોતા!

દોસ્તીની દોલત જેને મળે છે એ જિંદગીમાં ન્યાલ થઈ જાય છે, માલામાલ થઈ જાય છે, એટલે જ તો જનાબ ‘ખલીલ’ ધનતેજવી લખે છેઃ

મળવું હોય તો આનાકાની નહીં ક૨વાની, આમ મહોબ્બત છાનીમાની નહીં કરવાની 

જરૂર પડે તો ‘ખલીલ’ આ માથું દઈ દેવાનું, મિત્રતામાં પાછીપાની નહીં કરવાની…

પણ દોસ્તીમાં ( friendship ) ગદ્દારીનું ઝે૨ ભળે ત્યારે ‘શૂન્ય’ સાહેબ ચીસ પાડી ઊઠે છે.

દુશ્મનો તો મર્દ છે જે હોય સામી છાતીએ, પીઠ પાછળ ઘા કરે એ દોસ્ત હોવા જોઈએ ! ! 

દોસ્તી અને દુશ્મનાવટની અનુભવ વાણી જ્યારે અવળ વાણી થઈને અવતરે ત્યારે કાળજે ઘા વાગે છેઃ 

મિત્રો વધારવાની મને એ મજા મળી કે દુશ્મનોની સંખ્યામાં વધારો થઈ ગયો.

આ પણ વાંચો :  Gujarati Sahitya: જમાનો જિંદગીભર નિતનવા આઘાત આપે છે…

અને હા, ‘ઘાયલ’ ( Ghayal Sahab ) સાહેબની આ રાવ ફરિયાદ કાન ખોલીને સાંભળોઃ

ગુસ્સે થયા જો લોક તો પથ્થર સુધી ગયા, પણ દોસ્તોના હાથ તો ખંજર સુધી ગયા.

 સાચો – સો ટચના સોના જેવો સ્નેહ જિંદગીમાં જીરવવો અઘરો છે, શાય૨ લખે છેઃ

પ્રેમ કરે છે તેને કોઈ માફ નથી કરતું, જગત તેની સાથે ઇન્સાફ નથી કરતું

 સહુ કોઈ કહે છે પ્રેમ કરવો એ પાપ છે પણ કોણ છે એવું જે આ પાપ નથી કરતું. 

જે બડભાગીને આ અમૃત સાંપડે છે એ નિખાલસ એક૨ા૨ ક૨તાં કહે છેઃ

ખબર ન હતી જિંદગીને રંગત મળી જશે, તમારા સ્નેહની સુંવાળી સંગત મળી જશે

 દિલ ખોલી શકું જેની પાસે પ્રેમથી, આવું કોઈ જગતમાં અંગત મળી જશે…

છેલ્લે, શશિકાંત નાકરને થયેલી આ પ્રેમપ્રાપ્તિની ધન્યતા આગળ અટકીએઃ

તમારા પ્રણયનો સહારો મળ્યો છે, મઝધારમાં પણ કિનારો મળ્યો છે

નથી સ્વર્ગની હવે કોઈ ઝંખના, તમારા હૃદયમાં ઉતારો મળ્યો છે.

Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.

Ashwin Mehta

Ashwin Mehta

Mumbai: મુંબઈ ગુજરાતી સંગઠન દ્વારા ધમાકેદાર ઉજવાયો મહારાષ્ટ્રની બધી જ ગુજરાતી માધ્યમની શાળાઓનો સરસ્વતી સન્માન સમારોહ , MGT ઈનામ વિતરણ અને ઉત્તમ બાળમંદિર તેમજ શાળાનાં સત્કારનો ત્રિવેણી સંગમ સમાન સન્માન મહોત્સવ
Geeta Rabari: ગીતા રબારી – “કચ્છી કોયલ” – કરશે ‘સુરભિ નવરાત્રિ ઉત્સવ 2025’, બોરીવલીમાં પ્રથમવાર પરફોર્મન્સ
Jharukho : શનિવારે ‘ઝરૂખો ‘માં’ ‘લીલી પટેલની અભિનય યાત્રા: ભવાઈ, નાટક, સિરિયલ અને ફિલ્મ ‘
Zarukho: બોરીવલીમાં ‘ ઝરૂખો ‘ માં ભાવકોનાં વિવિધ પુસ્તકો વિશેનાં વક્તવ્ય, એક અનોખી સફળ પહેલ!
Exit mobile version