News Continuous Bureau | Mumbai
Gujarati Sahitya: બે ફકીરો વચ્ચે વાતચીત થતી હતી. એકે પૂછ્યું :
ખુદા કો ખુદ કહું, યા ખુદ કો ખુદા કહું ?
દોનોં કી જાત એક હૈ, કિસકો ખુદા કહું ?
બીજાએ કહ્યું :
ખુદ કો ખુદ કહો, ખુદા કો ખુદા કહો
આલમ ખુદાકી જાત હૈ, સબકો ખુદા કહો ।
જાત, જગત અને જગદીશ વચ્ચેની એકાત્મતાની આ વિરલ પ્રસ્તુતિ છે. આંખોથી દેખાતા જગત કરતાંય અંતઃસ્તલમાં રહેલાં વિશ્વની વિશાળતાનો અને વિભુતાનો કયાસ કેવી રીતે કાઢી શકાય? શાયર કહે છે :
આંખોં મેં રહા, દિલમેં ઉતરકર નહીં દેખા,
કસ્તીક મુસાફિરને સમંદર નહીં દેખા…..
કવિ ક્યારેક બે પંક્તિના ઘરમાં વસુધાનો વૈભવ ખડો કરી દે છે. આપણે અમૃતના સંતાનો છીએ અને વિષ્ણુના વિશાળતાના વંશજો છીએ, છતાં આટલા વ્હેતિયા કેમ બની ગયા ? શીન કાફ નિઝામની ( sheen kaaf nizam ) આ રાવ-ફરિયાદ સાંભળો :
પહલે જમીન બંટી થી,
ફિર ઘર ભી બંટ ગયા
ઈન્સાન અપને આપમેં કિતના સિમટ ગયા !
રાજેશ રેડ્ડીની ( Rajesh Reddy ) વજનદાર પેશકશ વારંવાર માણવી ગમે છે. વ્યંગની પછી તે વેદના વલૂસતી અનુભવાય તો ક્યારેક ફિલસૂફીનો આગવો અંદાજ હોય :
ફૂલોકા ખેલ હૈ, કભી પથ્થરકા ખેલ હૈ,
ઈન્સાનકી જિંદગી તો મુકદરકા ખેલ હૈ,
હમ જિસકો ઢૂંઢતે હૈં, જમાનેમેં ઉમ્રભર
વો જિંદગી તો અપને હી અંદર કા ખેલ હૈ….
શેતાન શાસ્ત્રવચન ઉચ્ચારતો હોય તો પણ તેની સભામાં શ્રોતાઓનો દુકાળ ક્યારેય નહીં પડે ! સુવાક્યો વાંચવા કે સાંભળવા કોને ન ગમે? હરિવંશરાય બચ્ચનજી ( Harivansh Rai Bachchan ) કહે છે :
અચ્છી બાતોં કો સુનને કે લિયે
હર વક્ત તૈયાર રહતા હૈ ઈન્સાન !
કહનેવાલા ચાહે હો શૈતાન !!
જીવનમાં આફતો લશ્કરની સાથે ભલે આવે, કપરા કાળમાં જ મક્કમ મનોબળનું કુંદન ઝળઝળી ઊઠે છે :
મુસીબતોંમેં શરીફોંકી કભી ઈજ્જત નહીં ઘટતી
જલા ભી ડાલો સોનેકો,મગર ઈનકી કીમત નહીં ઘટતી!
આ પણ વાંચો : Gujarati Sahitya: ખુદને મળવું જરૂરી છે, બાકી તો બધી મજૂરી છે!
ચોપાસ અનુભવાતો અમીઝરણા માણસાઈનો શૂન્યાવકાશ સંવેદનશીલ શાયર પાસે આવો હૃદયદ્રાવક વલોપાત કરાવે છે:
વતન કે હાલાત જો સુનાને લગેંગે
પથ્થર ભી આંસુ બહાને લગેગે…..
કહાં ભીડમેં ખો ગઈ હૈ આદમીયત
ઉસે ખોજનેમેં જમાને લગેગે !
નાત-જાત-ધર્મ અને કોમના વાડાઓમાં વહેંચાઈ ગયેલી માનવજાતને જોઈને આશિત હૈદરાબાદી ( Ashit Hyderabadi ) માણસની ઓળખ માગે છે, ખોવાઈ ગયેલી અસ્મિતાનું ઠામ-ઠેકાણું યાચે છે :
હૈ ભગવાન વો હી, ખુદા ભી વહી હૈ
મુઝે કાબા-કાશીમેં ઈમાન દે દે !
અભી તક તેરે શહરમેં અજનબી હૂં
મુઝે ભી મેરી એક પહચાન દે દે !
દોસ્તી અને દુશ્મનાવટ વચ્ચેની ભેદરેખા કેટલી પાતળી હોય છે ! દિલાવર લાગતો દોસ્ત એના દંભના અંચળા હેઠળ પૂરો પરખાતો નથી, એટલે જ શાયર પર્દાફાશ કરે છે :
હમદર્દીકી બાત ન પૂછો, બડા નિરાલા મંજર હૈ,
એક હાથ હૈ મેરે કંધો પે, દૂસરે હાથમેં ખંજર હૈ !!
દુનિયાદારી કેટલી આપમતલબી હોય છે ! સગા સૌ સ્વાર્થના…. પરંપરા પ્રમાણે સ્વજનો કે સંતાનો જ વડીલોના મૃતદેહને આગ મૂકતા હોય છે. શાયર લખે છે :
કૌન કિસે દિલમેં જગહ દેતા હૈ ?
પેડ ભી સૂખે પત્તે ગિરા દેતા હૈ
વાર્કિક્ હૈ હમ દુનિયાકે રિવાઝોં સે
જાન નિકલ જાયે તો અપના હી કોઈ જલા દેતા હૈ !!
અને છેલ્લે, ખૂંખાર ત્રાસવાદીઓ ક્યારેય સાંભળવાના કે સમજવાના નથી, એવી શીખ શાયર આપે છે :
નફરત સે પેશ આનેકી તાલીમ ન લેના
મોહબ્બત હમારા ઈમાન હૈ, મોહબ્બત હી રખના….
Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.

Ashwin Mehta