News Continuous Bureau | Mumbai
Gujarati Sahitya: દુનિયાદારીમાં વેપાર અને વહેવારનો મહિમા હોય છે. ભગતને ( Devotee ) અને જગતને ( World ) ઝાઝુ માફક આવતું પ્રા. અશ્વિન મહેતા નથી. હૃદયના ભાવો અને શેરબજારના ભાવની વધઘટ વચ્ચે કોઈ સમાનતા હોતી નથી એટલે જ ‘બેફામ’ સાહેબની વ્યથા અકળાવી મૂકે છે
હસી લેજો મારી કબર પર વ્યંગમાં બેફામ
જગત છોડી ગયો છું હું. એ પછી થઈ જગા મારી
જુઓ જાહેરમાં તો ખાય છે એ સૌ દયા મારી,
કરી છે ખાનગીમાં જેણે દુર્દશા મારી…
દાવપેચની દુનિયામાં કિન્નાખોરી અને કપટની બોલબાલા હોય છે. સાચ ને આંચ નથી આવતી, પણ સચ્ચાઈને તડકે મૂકીને ચાલતી સભ્યતાને લૂણો લાગે ત્યારે ‘મરીઝ’ના મુકતકનું સ્મરણ થાય :
આ દુનિયાના લોકો, આ દુનિયાની રીત,
કદી સાચા માણસને ફાવે નહી
, જીવો તો કરે દાટવાની જ વાત,
મરો તો કફન કરવા આવે નહીં..
સંબંધોની ક્ષણભંગુરતાને કોઈ સંતજન કે કવિજન જ્યારે વાણીમાં અવતારે ત્યારે દેવદાસ શાહ ( Devdas Shah ) ‘અમીર’નું યાદગાર મુક્તક સાંભરે :
છૂટે ના શ્વાસ છેલ્લો, ત્યાં લગી સહુ આશ રાખે છે
દવામાં ને દુઆમાં માનવી વિશ્વાસ રાખે છે
ઉઘાડી આંખથી સંબંધ છે મિત્રો આ દુનિયામાં
જરૂરતથી વધારે કોા ઘરમાં લાશ રાખે છે ?
કવિ ઉમાશંકર જોશીએ ( Umashankar Joshi ) દાયકાઓ પહેલાં ટકોર કરી હતી :
સ્વતંત્ર પ્રકૃત્તિ તમામ,
એક માનવી જ કાં ગુલામ ?
માણસની વિશ્વસનીયતા કેટલી ? કુદરતના તત્ત્વો પાસેથી ખાતરીપૂર્વકના પ્રતિસાદની અપેક્ષા રાખતા માણસ પાસેથી કવિ યુસુફ બુકવાલાની ( Poet Yusuf Bukwala ) અભિલાષા ફળતી નથી, એ કેવી કરુણતા છે!
મેં નદી પાસેથી માગી હતી નિર્મળતા મળી,
કુલ પાસેથી મેં ચાહી હતી કોમળતા મળી
માત્ર હમદર્દીનો યાચક થયો – માનવ પાસેથી,
શું એ કહેવાની જરૂરત છે કે નિષ્ફળતા મળી !
માણસમાં માણસાઈના વાવેત૨ ક૨વાની જેહાદ જગાવવી જોઈએ. શેતાનિયતના શાહ-સોદાગરોને જગતના ચોકમાં શાંતિ – મંત્રણાઓનું નાટક કરતાં જોઈને કવિની ફરિયાદને દાદ દેવાનું મન થાય :
પ્રીત વરસાવી રહી છે કેર, શો કળિયુગ છે,
મિત્રતા બાંધી રહી છે વેર, શો કળિયુગ છે,
જે નિખાલસતા હતી એ સ્વાર્થમાં ડૂબી ગઈ,
થઈ ગયું અમૃત અચાનક ઝેર, શો કળિયુગ છે.
આ સમાચાર પણ વાંચો : Mahuva taluka: મહુવા તાલુકાના અંધાત્રી ગામની દિકરી ક્રિષ્નાબેન ચૌધરી રંગોળી સ્પર્ધામાં રાજ્યકક્ષાએ ઝળકી
ગૌરાંગ ઠાકરનો ( Gaurang Thacker ) મનો૨થ ફળીભૂત થાય તો આ દુનિયા વસમી ન લાગે, વસવા જેવી લાગે :
ચાલને માાસમાં થોડું વહાલ વાવી જોઈએ,
ને પછીથી વાડ થઈ વેલા ટકાવી જોઈએ.
બસ બને તો એક દીકરાને મનાવી જોઈએ,
એ રીતે ઘરડાં-ઘરો ખાલી કરાવી જોઈએ.
બાળક અને ફૂલ બન્ને સહજ પણે ખીલે અને ખૂલે, ફૂલેફાલે એમાં જ એનું ગૌ૨વ છે. કવિમિત્ર હિતેન આનંદપરા ( Hiten Anandpara ) લખે છે.
બધું જલદી શીખવવાના તારા આયાસ રહેવા દે,
એ બાળક છે એના ખુલ્લાપણાના શ્વાસ રહેવા દે,
વધારે હોય પૈસો યાર, તો માણસને ઊભા કર,
તું ઈશ્વરના નવા મંદિર, નવા આવાસ રહેવા દે.
જગતના સર્જનહારની વેદના કોણ જાણી શક્યું છે ? એટલે
જ કવિ લખે છે :
કૃષ્ણ તારી પ્રીતના તો કંઈક દાવેદાર છે,
કોઈ તારી પીડને જીરવી જવા તૈયાર છે?
વાંસળી છોડી સુદર્શન હાથ ધરવું પડ્યું,
આ જગત સામે બિચારો ઈશ્વરે લાચાર છે…
અને છેલ્લે, મરીઝના મુક્તક આગળ વિરમીએ :
હું એવું નથી માગતો કે ઘર આપ મને,
ઈચ્છા એ નથી મારી કે, જર આપ મને,
દુનિયાને અસલ રૂપમાં હું જોઈ શકું
, ભગવાન ફક્ત તારી નજર આપ મને…

Gujarati Sahitya: Poor God is helpless against this world!!