Gujarati Sahitya: રોજ જોઉં છું મને, તો પણ ઓળખાતો નથી!

Gujarati Sahitya: આપણે જ આપણા ભેરુ-બાંધવ છીએ, તોય આપણી ઔકાત આપણે જાણતા નથી. પરિણામે ફોગટ ફરિયાદોનું પોટલું માથે મૂકીને ફર્યા કરીએ છીએ. અશોક જાનીની અભિલાષા એ આપણા સહુની છેઃ

Gujarati Sahitya Roj jou chu mane, toh pan oḷakhatoh nathi By ashwin Mehta

News Continuous Bureau | Mumbai 

Gujarati Sahitya:   આપણે જ આપણા ભેરુ-બાંધવ છીએ, તોય આપણી ઔકાત આપણે જાણતા નથી. પરિણામે ફોગટ ફરિયાદોનું પોટલું માથે મૂકીને ફર્યા કરીએ છીએ. અશોક જાનીની અભિલાષા એ આપણા સહુની છેઃ 

Join Our WhatsApp Community

પાંખ છે પણ ઉડાન બાકી છે, આંખમાં આસમાન બાકી છે

દુઃખ રડવાની સહુને ફાવટ છે, એક આનંદગાન બાકી છે…

લાખો નિરાશામાં એક અમર આશા છૂપાયેલી છે જે જીવનને અર્થ અને આધાર બન્ને આપે છે, એટલે જ ધૂની માંડલિયા ( dhuni mandaliya ) આંખના નેજવા તળે મીટ માંડીને બેઠા છેઃ 

જે સમય ચાલ્યો ગયો, એ આવશે ક્યારેક તો, એ ગલી, એ ઘર મને બોલાવશે ક્યારેક તો 

એજ આશા પર નિરંતર રણ હજી જીવ્યે જતું, માછલીને ઝાંઝવામાં ફાવશે ક્યારેક તો…

આ દુનિયા દોરંગી છે, દાધારંગી છે… દોસ્ત કોણ અને દુશ્મન કોણ છે? તમારા જખમ પર કોણ મલમ લગાડશે ને કોણ નમક ભભરાવશે? દીપક ગાયકવાડની ( Deepak Gaikwad ) મર્મભેદક પ્રસ્તુતિને દાદ દેવી પડેઃ

 આફત કદી જો આવી તમારા ઉપર પડે, છે મિત્ર કોણ? કોણ છે દુશ્મન ખબર પડે

 કહેવું છે સહેલું, કરવું એ ખૂબ જ કઠિન છે, મુશ્કેલી શું છે જાણો જો માથા ઉપર પડે… 

આ  પણ વાંચો : Gujarati Sahitya: જાતરા કયાં અઘરી છે જીવણ ? થકવી નાખે થેલો…

કવિ હોય કે ફિલસૂફ – જાતને ઓળખવાની જવાબદારી એ જાણે છે, પિછાણે છે. જે શરીરમાં જીવતાં જીવતાં આખું આયખું પૂરું થઈ જાય, એ પછી યે શરીર કે શરીરધારીને ઓળખવામાં થાપ ખાઈ જવાય છે. આ વિમાસણને કવિ કેવી સલૂકાઈથી રજૂ કરે છેઃ

જે વાત કહેવી છે શબ્દોથી જીરવાય નહીં, પરિસ્થિતિ વિશે ચૂપ પણ રહી શકાય નહીં

 રહે છે કોણ આ દર્પણના આવરણ નીચે? હું રોજ જોઉં છું તો પણ એ ઓળખાય નહીં…

 અગનના અંધોળ કરીને બેઠી છે આપણી વસુંધરા… ક્યાંક ત્રાસવાદીઓ ત્રાટકે છે તો ક્યાંક દેશના દુશ્મનો ધડાધડ ગોળીઓ વરસાવે છે. લોહી નીંગળતી આ અનાથ વિધવા જેવી ધરતીની ઝંખના હાર્દિક વ્યાસની કલમમાંથી વહેતી થાય છેઃ

શાંતિને ઝંખે આખ્ખું જગત, બંદુકો ધડધડ લઈને ક્યાં જવું? 

રોજ શોધે છે શ્રવણ સરયુ તટે, એકલી કાવડ લઈને ક્યાં જવું?

છેલ્લે, ખલીલ ધનતેજવીની ( khalil dhantejvi  ) કલમમાંથી ટપકતાં આંસુથી ભીંજાઈએઃ

 સાવ ઓચિંતું આ સભા છોડી કોઈ ચાલ્યું ગયું, કોઈ ના પૂરી શકે એવી જગા ખાલી પડી 

છેવટે એક ચપટી અજવાળું ય ના પામી શક્યો, ક્યાંકથી આવીને દીવાને હવા બાઝી પડી..

.Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.

Ashwin Mehta

Ashwin Mehta

Mumbai: મુંબઈ ગુજરાતી સંગઠન દ્વારા ધમાકેદાર ઉજવાયો મહારાષ્ટ્રની બધી જ ગુજરાતી માધ્યમની શાળાઓનો સરસ્વતી સન્માન સમારોહ , MGT ઈનામ વિતરણ અને ઉત્તમ બાળમંદિર તેમજ શાળાનાં સત્કારનો ત્રિવેણી સંગમ સમાન સન્માન મહોત્સવ
Geeta Rabari: ગીતા રબારી – “કચ્છી કોયલ” – કરશે ‘સુરભિ નવરાત્રિ ઉત્સવ 2025’, બોરીવલીમાં પ્રથમવાર પરફોર્મન્સ
Jharukho : શનિવારે ‘ઝરૂખો ‘માં’ ‘લીલી પટેલની અભિનય યાત્રા: ભવાઈ, નાટક, સિરિયલ અને ફિલ્મ ‘
Zarukho: બોરીવલીમાં ‘ ઝરૂખો ‘ માં ભાવકોનાં વિવિધ પુસ્તકો વિશેનાં વક્તવ્ય, એક અનોખી સફળ પહેલ!
Exit mobile version