Gujarati Sahitya: સાજન બેઠું માંડવે…

Gujarati Sahitya: ડેસ્ટિનેશન વેડિંગઃ લાખેણો આનંદોત્સવ

by Hiral Meria
Gujarati Sahitya Sajan bethu mandave by ashwin mehta

News Continuous Bureau | Mumbai

Gujarati Sahitya: કવિ ન્હાનાલાલે કહ્યું હતુંઃ લગ્ન ( marriage ) એટલે પ્રભુતામાં પગલાં પાડવા… રસ ઐક્પ વિણ મન ઐક્શ નહીં… વર-કન્યા ( Bride Groom ) વચ્ચે પરસ્પર રસ-રુચિની એકતા હોય તો હૃદય-મનની એકાત્મતા સિદ્ધ થાય. દાંપત્યમાં સૌમનસ્યની સુગંધ હોય, વૈમનસ્યની વિકૃતિ કે દુર્ગંધ ન હોય. લગ્નોત્સવ ( wedding ceremony ) એ પરિવારનો આનંદોત્સવ છે. પરિચયથી પાંગરેલા પરિણષના આ માંગલિક અવસરને રંગેચંગે ઉજવવાની, બેન્ડબાજા-બારાત અને આતશબાજીની ધામધૂમ, વરણાગી વેશભૂષા, ઝાકઝમાળ અલંકારો, આભૂષણોનો ઝગમગાટ, ભાગીતળ રંગભૂષા અને બંકિમ કેશભૂષા, છપ્પનભોગના ઓચ્છવ, જાનૈયાઓ અને માંડવિયાઓની હરખઘેલી દોડધામ, ઉમંગ, ઉઘાસની રોનક અને રંગતની જમાવટ કરતો આ લાખેણો અવસર પરિવારમાં જિંદગીની મોંઘામૂલી રસલહાણ રેલાવે છે. 

પસાચ-પોણોસો વરસો પહેલાં ગામડાં ગામમાં ગાડામાં બેસીને જાડી જાન લઈને પરોણાંઓ પધારતા, પાંચ-છ દિવસ સુધી આગતાસ્વાગતા થતી. હવે છેલ્લાં પંદરેક વર્ષોથી ચાર-પાંચ દિવસના ડેસ્ટિનેશન વેડિંગનો ( destination weddings ) પ્રસાર-પ્રચાર વધતો જાય છે. વરરાજા કે કન્યાના કોઈ સ્વજન, સંબંધીના ઘરન હોય તોય બસો-પાંચસો ( Relatives ) સ્વજનો– સ્નેહીઓને લઈને ગોવાના દરિયાકાંઠે રિસોર્ટમાં, હૈદરાબાદ રામોજી ફિલ્મસિટીના મોગલ ગાર્ડનમાં, ઉષપુર લેકપેલેસ (જળ મંદિર), જયપુર સિટી પેલેસ, બેંગકોક-ફુકેટ (થાઈલેન્ડ)ના સાગરકિનારે અથવા મુંબઈ, પૂના, લોનાવલા, અમદાવાદ, દિલ્હી, સૂરત, નેપાળની ફાઇવસ્ટાર હોટલોમાં ચાર-પાંચ દિવસો સુધી લખલૂટ ખર્ચ કરીને લગ્નોત્સવો ઉજવાઈ રહ્યાં છે. ચાર-પાંચ કરોડ રૂપિયાનું આંધણ કરનારા મારવાડીઓ, વૈષ્ણવો, જૈન પરિવારો આખી હોટલના રૂમ બુક કરાવીને સગાઈ, હલદી-કુંકુમ, રિંગ સેરીમની, કેક કટિંગ, મહેંદી રસમ, સંગીત-સંધ્યા, ફેમિલી મેમ્બર્સ સાથે નૃત્ય-ગીત, સંગીતના જલસાઓ, કુંવારાઓની મદિરાપાન સાથેની બેચલર્સ પાર્ટીઓ અને અપ-ટુ ડેટ, સૂટ-બૂટ, ઝળાંહળા શેલા, સાડીઓ ને નવલખા હારથી શોભતાં સત્કાર સમારંભો- છેલાં વીસ વર્ષોથી આવા જાજ્હોજલાલીભાં વેડિંગ ઇવેન્ટમાં એન્કર, ઉદ્ઘોષકની કામગીરી હું બજાવી રહ્યો છું. ઇવેન્ટ મેનેજમેન્ટવાળાઓ પાંચ લાખથી પચાસ લાખ રૂપિયા લઈને વર-કન્યાના સાજ-અસબાબ સજાવટથી લઈને ડેકોરેશન-કેટરિંગ, લાઇટિંગ, પુષ્પ સુશોભન, રેડકાર્પેટથી લઈને ડ્રેસકોડ, લગ્નસ્થળની પસંદગી, થીમ વેડિંગની જાજરમાન વ્યવસ્થા સુવાંગપણે પાર પાડે છે.

શણગારેલા હાથી પર અંબાડીમાં સવાર થઈને વરરાજા પધારે, સૌભાગ્યકાંક્ષિણી કન્યા અફલાતૂન ઘોડાની બગીમાં રંગબેરંગી ફ્લોના ચંદરવા નીચે નાચતાં-ગાતાં મોસાળીષાઓ, પરિવારજનો સાથે બેથી પાંચ લાખ રૂપિયાનું શેલું ને આંખો આંજી નાખે એવા ઝવેરાતમાં સજીધજીને લગ્નમંડમાં પ્રવેશે છે અને અમારી દસ જણની ટીમની શ્લોકવિધિની કાર્યવાહીના શ્રીગણેશ થાય છે. કીબોર્ડ, તબલા, શરણાઈ, સાઇડ રિધમ, વાઘવૃંદની સંગાથે ગાયક કલાકારો રેખાબેન ત્રિવેદી, કુ. શ્રદ્ધા શ્રીધરાણી, સંજય ઓમકાર, ઝરણાં વ્યાસ, અયોધ્યાદાસ-ઉષ્મા નિમાવત, હલકદાર કંઠે સ્વાગત ગીતો, ગણેશસ્તુતિ, શ્રીકૃષ્ણવંદના, ભૂમિમંગલમ્ ગગન મંગલમની રમઝટ બોલાવે છે. સજાવેલા અલાયદા મંચ પર વરકન્યા સ્વાગતમાલા અર્પણ કરે છે. 

આ પણ વાંચો : Gujarati Sahitya: શરત એટલી કે સૌ પ્રથમ માણસ બની જઈએ…

કન્યાની માતા વરરાજાને પોંખે છે અને પછી શાસ્ત્રોક્ત સંગીતબદ્ધ વિવાહવિધિ એક પછી એક સોપાન પર આગળ વધે છે. કળશ-નવગૃહ, માતૃકાપૂજનવિધિ, વરસ્વાગત, મધુપર્ક, ન્યાસ, કન્યાપ્રવેશ, મંગલાષ્ટકનું શાલ-વિકીડિત છંદમાં ગાન, કન્યાપૂજન, કન્યાદાન, સંકલ્પ, ગ્રંથીબંધન, હસ્તમેળાપ, અગ્નિ દેવતાની સાક્ષીએ ધર્મ, અર્થ, કામ, મોક્ષની પ્રાપ્તિ માટે વર-કન્યાના ચાર મંગળફેરા, સપ્તપદીમાં સાત કન્યાવચન, વરવચન, કંસારજમણ, સિંદૂર-મંગળસૂત્ર અર્પણવિધિ, બાધા-સાવિત્રી, કૃષ્ણ- રુક્ષ્મણી, શિવ-પાર્વતીના સૌભાગ્ય જેવું અખંડ સૌભાગ્યવચન અને છેલ્લાં ચરણમાં વિધિમંડપમાં વરરાજા કન્યાને ધ્રુવના તારાનું દર્શન કરાવતાં કહે કે આપણા દામ્પત્યજીવનમાં આવી જ સ્થિરતા, અચળતા, તેજસ્વિતા રહે એવી મંગળ મનોકામના અને શાંતિપાઠ સાથે આ શાસ્ત્રોક્ત સંગીતમય ક્ષાવિધિ સંપન્ન થાય છે. વચ્ચે વચ્ચે ગુજરાતી, હિન્દી, મારવાડી (રાજસ્થાની) પરિવારોને મનગમતાં લગ્નગીતોની પ્રસ્તુતિ કલાકારો કરે છે. 

સમગ્ર વિધિ દરમિયાન એક પવિત્ર, પ્રસન્નકર, સૂરીલું અને સુસંસ્કૃત સ્પંદનો પ્રસરાવતું વાતાવરણ દોઢ-બે કલાક માટે લગ્નમંડપમાં છવાઈ જાય છે. સહુ સ્વજનો ‘‘રબને બનાદી જોડી’’ની હાજરીમાં આ લડાવો મન મૂકીને માણે છે. સંસ્કૃત ભાષા છે તો સંસ્કૃતિનું જતન, સંવર્ધન થાય છે. સાત સૂરોનું ઇન્દ્રધનુષ સહુ સ્વજનોના હૃદય-કાશમાં છવાઈ જાય છે. દેશ અને દુનિયામાં ૪૦૦થી વધુ આવી વિવાહવિધિના સંચાલનનો સુયોગ રમેશભાઈ જોશી અને રેખાબેન ત્રિવેદી સાથે સાંપડયો છે, તેનો રાજીપો વાચકમિત્રો સાથે વહેંચવાનો આનંદ છે.

|| કૂર્યાત સદા મંગલમ ||

 

Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.

Ashwin Mehta

Ashwin Mehta

 

You Might Be Interested In
Join Our WhatsApp Community

About News Continues

News Continuous is created to spread authentic, accurate and correct news across platforms. This news venture is managed by experienced journalists. Drop an email for collaborations.

Newsletter

Subscribe to our Newsletter to get the latest news updates.

To explore your career & collaborate with us pls write to us on following email id info@newscontinuous.com

@2023 – All Right Reserved. 

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More