Gujarati Sahitya: સંઘરેલા આંસુનો સહુને ભાર લાગે છે… !

Gujarati Sahitya: હૈયામાં આરત સાથે, આર્દ્રતા સાથે, ભાવથી ભીંજાયેલી ભાષામાં કવિતાનું અવતરણ થાય ત્યારે કવિ અંતરાત્માની આરતી ઉતારતો હોય એવું લાગે.

Gujarati Sahitya sanghrela aansu no sahune bhar lage che by ashwin mehta

News Continuous Bureau | Mumbai 

Gujarati Sahitya: હૈયામાં આરત સાથે, આર્દ્રતા સાથે, ભાવથી ભીંજાયેલી ભાષામાં કવિતાનું અવતરણ થાય ત્યારે કવિ અંતરાત્માની આરતી ઉતારતો હોય એવું લાગે… કવિ ભગવતીકુમાર શર્માની ( Poet Bhagwatikumar Sharma ) વિનવણી કાન દઈને સાંભળોઃ  

Join Our WhatsApp Community

હરિ! મારે રુદિયે રહેજો રે, દુ:ખ હું દઉં તે સહેજો રે !

 હરિ, મુને કાંઈ ન કહેજો રે, હરિ ! મારી આંખથી વહેજો રે…

 હરિ હવે આપણે સરખે સરખા

હરિ, તમે મેહ તો હું યે બરખા!

 હરિ તમે સૂરજ તો હું સોમ, હરિ, અમે અક્ષર તો હું ૐ

હરિ મુને જીરવી લેજો રે, હરિ મુને દર્શન દેજો રે….

 હરિની ચિરંતન પ્રતીક્ષાના પ્રસાદરૂપે અચાનક પધરામણી થાય છે અને કવિની ( Poet ) વાણી વહેવા લાગે છેઃ

સપનામાં વરસાદ પડ્યો ને હરિ પધાર્યા…

 હું યે અનરાધાર રહ્યો ને હરિ પધાર્યા… 

જડી ગયો હું મને અચાનક ભવાટવીમાં

 નભથી તેજનો પુંજ દડ્યો ને હરિ પધાર્યા..

. શબ્દોના તાંદુલ મેં ચિંથરે બાંધી લીધા 

બાથ ભરી પ્રેમે જકડ્યો ને હરિ પધાર્યા…

લાં….બા સમયથી રાહ જોતી કોરીધાકોર આંખોમાં પ્રિયજનનાં આગમનની એંધાણીના ઝળઝળિયા ઊભરાય ત્યારે રાધા-કૃષ્ણના ( f Radha-Krishna ) અંતરંગ અને ઉત્કટ પ્રણયભાવની ઝાંખી શર્માજીની પંક્તિમાં ઝિલાતી જોવા મળે: 

વીજળીના ચમકારે છાતીના છૂંદણામાં

રાધાએ જોઈ લીધું માધવનું નામ

બાથમાં સમાવી લેવા રાધાને રોમરોમ

હેઠે ઝૂકવું આ સ્હેજ આભ ઘનશ્યામ !

ફોરાં હતાં તે ફૂલી ફાળકો થયાં, 

ને ઝીલી ઝરમરમાં બાર મેઘ છાયા

 કોરી તે કેમ રહે રાધા, કે કાળજડે 

ગોવર્ધનધારી સમાયા

ગોરી રાધાને અંગ અંધારી રાતડીએ

છૂંદણામાં ઝૂરતું ગોકુળિયું ગામ…

 ભક્ત કવિ નરસૈયાની અટલ-અવિચળ શ્રદ્ધાને મનોજ ખંડેરિયાની ( Manoj Khanderiya ) મર્માળી વાણીમાં માણવા જેવી છેઃ 

હાથમાં કરતાલ છે ને કંઠમાં કેદાર છે 

એક બસ તું, એક બસ તું, એક તું આધાર છે. 

આ તળેટી એમ કે અમથી સતત ભીંજે નહીં

 ક્યાંક નરસિંહની હલક છે, ક્યાંક એ મલ્હાર છે…

પામર માણસ પરમ સમીપે પહોંચવાનો પુરુષાર્થ આદરે ત્યારે આકરી તાવણીમાંથી પસાર થવું પડે છે. કવિ ગૌરાંગ ઠાકરની આ મુંઝવણ ને મથામણમાંથી પસાર થવા જેવું છેઃ 

આ  પણ વાંચો : માણસમાં ‘માણસ’ એ કોણ છે?!

એક તો તારો મને પર્યાય દેખાતો નથી ને ઉપરથી તું સરળતાથી અહીં મળતો નથી એક માણસ ક્યારનો આંસુ લૂછે છે બાંયથી આપણાથી તોય ત્યાં રૂમાલ દેવાતો નથી ભીતરી આખરી સફર પર ચાલવાની છે મજા એકલા બસ આપણે, એ ભીડનો રસ્તો જણાતો નથી

ઘરડા થવાની વેદના વિંધી નાખે છે. કવિ કહે છેઃ 

મરતા નથી હોતા બધા લોકો મોતથી

 કોઈને જિંદગીનો માર લાગે છે… 

અમથા નથી વળતા વૃદ્ધો કમરથી

 સંઘરેલા આંસુનો એને ભાર લાગે છે ! 

અને છેલ્લે…

આ ચહેરા પર છે મુસ્કાન ને આંખોમાં પાણી લાગે છે હવે આ જિંદગી થોડીક સમજાણી…!!

Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.

Ashwin Mehta

Ashwin Mehta

Mumbai: મુંબઈ ગુજરાતી સંગઠન દ્વારા ધમાકેદાર ઉજવાયો મહારાષ્ટ્રની બધી જ ગુજરાતી માધ્યમની શાળાઓનો સરસ્વતી સન્માન સમારોહ , MGT ઈનામ વિતરણ અને ઉત્તમ બાળમંદિર તેમજ શાળાનાં સત્કારનો ત્રિવેણી સંગમ સમાન સન્માન મહોત્સવ
Geeta Rabari: ગીતા રબારી – “કચ્છી કોયલ” – કરશે ‘સુરભિ નવરાત્રિ ઉત્સવ 2025’, બોરીવલીમાં પ્રથમવાર પરફોર્મન્સ
Jharukho : શનિવારે ‘ઝરૂખો ‘માં’ ‘લીલી પટેલની અભિનય યાત્રા: ભવાઈ, નાટક, સિરિયલ અને ફિલ્મ ‘
Zarukho: બોરીવલીમાં ‘ ઝરૂખો ‘ માં ભાવકોનાં વિવિધ પુસ્તકો વિશેનાં વક્તવ્ય, એક અનોખી સફળ પહેલ!
Exit mobile version