Gujarati Sahitya: દર્દનો દરિયો : દર્દની દોલત

Gujarati Sahitya:જે ભીતરથી વલોવાય છે, તેને જ સર્જનની સંપદા સાંપડે છે, શાયર ‘નઝ’ કહે છેઃ

Gujarati Sahitya Sea of pain Abundance of pain by ashwin mehta

News Continuous Bureau | Mumbai 

Gujarati Sahitya: જે ભીતરથી વલોવાય છે, તેને જ સર્જનની સંપદા સાંપડે છે, શાયર ‘નઝ’ કહે છેઃ

Join Our WhatsApp Community

સુખી જે હોય છે, તેને કલા મળતી નથી 

કવિતા શું લખે, જેને વ્યથા મળતી નથી!

હૈયામાં ભંડારેલી વ્યથા ( pain ) જ્યારે કાગળ પર ઠલવાય છે, ત્યારે સૌની સહિયારી બની જાય છે : રઘુવીર ચૌધરીએ ( Raghuveer Chaudhari ) લખ્યુંઃ

આ દર્દ મોનમાં જ છવાતું ભલે હવે 

મેં તો કહ્યું હતું અને ને સાંભળ્યું તમે…

કલાકારને – કવિને વેદના કોઠે પડી જાય છે. તેની પાસે દર્દની દીલતનો ખજાનો ક્યારેય ખૂટતો નથી એટલે જ તો કવિ લખી શકેઃ

દર્દ વચ્ચે રહીને હસવાની મજા આવે છે. 

જખમ ખાઈને તડપવાની મજા આવે છે 

ઘણા એવા સંજોગો આવે છે જીવનમાં 

જ્યારે જિંદગી શું છે તે સમજવાની મજા આવે છે !

 દર્દની મધુપને માણતો કવિ ( poet ) ખુમારીથી પોકારી ઊઠે છે

દર્દ સે હમારી દોસ્તી હી ગઈ કે યારો

જિંદગી બડી બેદર્દ હો ગઈ હૈ યારો

 ક્યા હુઆ જો જલ ગયા આશિયાના હમારા 

દૂર તક રોશની તો હો ગઈ થારો!! 

આ પણ વાંચો :  Gujarati Sahitya: એક મુઠ્ઠી હાડકાં-એક ઢગલો રાખ

વિશ્વવિખ્યાત, હાસ્ય અભિનેતા વરસાદી ભેજભરી ૠતુને ચાહતો હતો, શું કામ ? તે કહે છેઃ

વરસતો વરસાદ મને ગમે છે

કારણ કે તે મારા આંસુઓને સંતાડે છે !

 દર્દદિલ શાયર ઘાયલ’ સાહેબના પાણીદાર શે’રમાં રહેલી ચોટ વારંવાર ખાવી ગમે છેઃ

કોઈ ને કોઈ અચાનક ગયું જીવનમાં મરી

 એક દિવસ ન ગયો અકસ્માત વગર 

અશ્રુ કેરો હું બહિષ્કાર કરી દઉં કિન્તુ

 ચાલતું દિલને નથી દર્દની સોગાત વગર !

ભગવતીકુમાર શર્માએ ( Bhagwatikumar Sharma ) પણ વ્યથાને વહાલ કર્યું છે, માટે તો લખી શકે છે:

હર્ષ શી રીતે મળે જો વેદના મળશે નહીં ? 

કોઈ પણ રીતે નિશા પહેલાં ઉષા મળશે નહીં!

 મારે ભાગે અશ્રુઓ તો આવવા દે, હે નસીબ! 

રાત અંધારી હશે, જો તારલા મળશે નહીં!

આ કવિએ જ લખ્યું હતું:

લખજો પછી, પહેલાં વલોવાઈ તો જુઓ, 

ટપક્યાં નથી એ આંસુથી ભીંજાઈ તો જુઓ..

જેણે દુનિયામાં મહેકવું હોય તેણે વિંધાઈ જવું પડે, ચિરાઈ જવું પડે. વાંસળી વીંધાય, અને વૃક્ષ વહેરાઈ જાય. શાયર લખે છેઃ

અમે વૃક્ષ ચંદનનું, ચિરાઈ ચાલ્યા

 છીએ લાગણીવશ તે લિરાઈ ચાલ્યા ! 

અને છેલ્લે, ‘ખલિશ’ બડોદવીના શે’રમાં

દુઃખ દર્દની દોમદર્દોમ સાહ્યબીને માણીએ-મમળાવીએઃ

 તું કરે છે શાને ચિંતા, જો દુઃખી છે મારું જીવન, 

છે ખુશી મને એ જોઈ તારી જિંદગી સુખી છે.

મેં સહ્યાં છે એટલાં દુઃખ કે દુઃખો બની ગયાં સુખ

, હું હસી પડ્યો છું. જ્યારે મારી જિંદગી રડી છે!

 

Ashwin Mehta

Ashwin Mehta

 

Mumbai: મુંબઈ ગુજરાતી સંગઠન દ્વારા ધમાકેદાર ઉજવાયો મહારાષ્ટ્રની બધી જ ગુજરાતી માધ્યમની શાળાઓનો સરસ્વતી સન્માન સમારોહ , MGT ઈનામ વિતરણ અને ઉત્તમ બાળમંદિર તેમજ શાળાનાં સત્કારનો ત્રિવેણી સંગમ સમાન સન્માન મહોત્સવ
Geeta Rabari: ગીતા રબારી – “કચ્છી કોયલ” – કરશે ‘સુરભિ નવરાત્રિ ઉત્સવ 2025’, બોરીવલીમાં પ્રથમવાર પરફોર્મન્સ
Jharukho : શનિવારે ‘ઝરૂખો ‘માં’ ‘લીલી પટેલની અભિનય યાત્રા: ભવાઈ, નાટક, સિરિયલ અને ફિલ્મ ‘
Zarukho: બોરીવલીમાં ‘ ઝરૂખો ‘ માં ભાવકોનાં વિવિધ પુસ્તકો વિશેનાં વક્તવ્ય, એક અનોખી સફળ પહેલ!
Exit mobile version