Gujarati Sahitya: શરત એટલી કે સૌ પ્રથમ માણસ બની જઈએ…

Gujarati Sahitya: ઈશ્વર છે? કે માણસની કલ્પના છે? જગતનો સર્જનહાર કોણ, સંચાલક કોણ? કે પછી આ માત્ર અકસ્માતથી જ દુનિયા ચાલે છે? પહેલાં બીજ પેદા થયું કે વૃક્ષ? મરઘી પહેલી કે ઇંડું? તર્કશાસ્ત્રીઓની આ તરંગલીલાને બાજુએ મૂકી દઈએ.

Gujarati Sahitya sharat etli ke sau pratham manas bani jaiye by ashwin mehta

News Continuous Bureau | Mumbai

Gujarati Sahitya: ઈશ્વર છે? કે માણસની ( Human ) કલ્પના છે? જગતનો સર્જનહાર કોણ, સંચાલક કોણ? કે પછી આ માત્ર અકસ્માતથી જ દુનિયા ચાલે છે? પહેલાં બીજ પેદા થયું કે વૃક્ષ? મરઘી પહેલી કે ઇંડું? તર્કશાસ્ત્રીઓની ( logicians ) આ તરંગલીલાને બાજુએ મૂકી દઈએ. કવિઓ અને ચિંતકોની દ્રસ્ટિએ આ કોયડાને માણવાની મઝા અનેરી છે. સાથે સાથે, ભગવાનને નામે ચાલતા તૂત-તરકટ-કપટની લીલા પર વિચારકોએ વીંઝેલા ચાબખા ચિંતન પ્રેરક છે. બીજાને છેતરતાં પહેલાં જાતને છેતરવી પડે છે. આત્મવંચના આપણા જ અજ્ઞાનની પેદાશ છે. જનાબ કુતુબ આઝાદનો ( kutub azad ) આગવો અંદાજ જુઓઃ 

Join Our WhatsApp Community

નિતનવા નવા પ્રપંચો માણસ અહીં કરે છે 

ઈશ્વરને માનનારા ઈશ્વરને છેતરે છે!

ધર્મ-મઝહબ-ઈશ્વર-અલ્લાહના નામને વટાવી ખાનારાઓની જમાત મોટી થતી જાય છે. 

પ્રજાને ભયભીત કરીને, લાલચનાં ગાજર-મૂળા બતાવીને પોતાની હાટડી ધમધોકાર ચલાવતાં કહેવાતા બાવાઓ-બગભગતો અને ધધુપપૂઓ પર અમૃત ઘાયલે ( amrut ghayal ) ચમચમતો ચાબખો ફટકાર્યો છેઃ

 પોથી બગલમાં જોઈને ભરમાઈ ના જતા,

 પાખંડીઓ ફરે છે અહીં પુરાણીના સ્વાંગમાં!

 ક્યાંક વિદ્રોહ, ક્યાંક વ્યંગ તો ક્યાંક ચેતવણીની લાલબત્તી કવિતાની પંક્તિમાં ઝિલાઈ છે. ડો. રશ્મિકાંત શાહની ( Dr. Rashmikant Shah ) રજૂઆતમાં મૂંગી ચીસ સંભળાય છેઃ

 ખુદા નામે રોજ નવા અહીં ફતવા નીકળે,

 રામનામે રોજ લોક અહીં છળવા નીકળે..

 રાજકારણ અને ધર્મની ઝેરીલી ભેળસેળની સાથે અંધશ્રદ્ધાના આંધણ મૂકાય, ત્યારે ‘રાઝ’ નવસારવીના શેરનો મર્મ પામી શકાયઃ

આજે અહીં જુઓ છો જે પથ્થર નવા નવા… 

કાલે બની જવાના એ ઈશ્વર નવા નવા…

આ  પણ વાંચો : Gujarati Sahitya: કુદરતની મહેર થાય ને થઈ જાય દોસ્તી…

વીસમી સદીના આરંભે જર્મન ફિલસૂફ નિત્શેએ ( Nietzsche ) ગર્જના કરી હતી. God is Dead… કાર્લ માર્કસે ધર્મને અફીણના નશા સાથે સરખાવ્યો હતો. ફ્રેન્ચ કવિ બોદલેરે ખોંખારીને કહ્યું હતું

It is easy to believe in God, but difficult to follow him. It is difficult to believe in Devil, but easy to follow him.

હજારો વર્ષ પહેલાં વેદ વ્યાસ મુનિએ મહાભારતમાં ( Mahabharata ) દુર્યોધનની દુવિધાને વાચા આપી હતીઃ

જાનામી ધર્મમ્, ન ચ મે પ્રવૃત્તિઃ

 જાનામિ અધર્મમ્ ન ચ મે નિવૃત્તિઃ

ધર્મને જાણવા છતાં તેનું અનુસરણ નથી થતું અને અધર્મને ઓળખવા છતાં તેનું આચરણ કરીએ છીએ. માનવજાતને લલાટે લખાયેલી આ કેવી વિચિત્ર નિયતિ છે?! ભગવાનોની ભૂલભૂલામણીમાં અટવાયેલી માનવજાત પર જનોઇવઢ ઘા કરે એવી વાત એક વિચારકે કહી છેઃ

I have collected so

 many gods around me, 

because I believed in none!

 છેલ્લે, કવિ મિત્ર હિતેન આનંદપરાએ ( Hiten Anandpara ) આપેલી આ સોનેરી શિખામણ કાને ધરીએઃ

ચાલો, સૌ ભેગા મળી ભગવાનના

 વારસ બની જઈએ 

શરત બસ એટલી કે સૌ પ્રથમ 

માણસ બની જઈએ.

Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.

Ashwin Mehta

Ashwin Mehta

 

Mumbai: મુંબઈ ગુજરાતી સંગઠન દ્વારા ધમાકેદાર ઉજવાયો મહારાષ્ટ્રની બધી જ ગુજરાતી માધ્યમની શાળાઓનો સરસ્વતી સન્માન સમારોહ , MGT ઈનામ વિતરણ અને ઉત્તમ બાળમંદિર તેમજ શાળાનાં સત્કારનો ત્રિવેણી સંગમ સમાન સન્માન મહોત્સવ
Geeta Rabari: ગીતા રબારી – “કચ્છી કોયલ” – કરશે ‘સુરભિ નવરાત્રિ ઉત્સવ 2025’, બોરીવલીમાં પ્રથમવાર પરફોર્મન્સ
Jharukho : શનિવારે ‘ઝરૂખો ‘માં’ ‘લીલી પટેલની અભિનય યાત્રા: ભવાઈ, નાટક, સિરિયલ અને ફિલ્મ ‘
Zarukho: બોરીવલીમાં ‘ ઝરૂખો ‘ માં ભાવકોનાં વિવિધ પુસ્તકો વિશેનાં વક્તવ્ય, એક અનોખી સફળ પહેલ!
Exit mobile version