Gujarati Sahitya: આપણે એકબીજાને ગમીએ…

Gujarati Sahitya:કવિતાનું ખળખળ વહેતું ઝરણું જેમ મધુર ધ્વનિનો હૃદયંગમ . અનુભવ કરાવે છે તેમ આપણા અસ્તિત્વના રહસ્યનું અનાયાસ દર્શન પણ કરાવે છે. કિશોર જિંકાદરાનું આ સંબોધન કેવું અર્થસૂચક છે!

Gujarati SahityaWe like each other Pro Ashwin Mehta

News Continuous Bureau | Mumbai 

Gujarati Sahitya: 

Join Our WhatsApp Community

કવિતાનું ( Poem ) ખળખળ વહેતું ઝરણું જેમ મધુર ધ્વનિનો હૃદયંગમ . અનુભવ કરાવે છે તેમ આપણા અસ્તિત્વના રહસ્યનું અનાયાસ દર્શન પણ કરાવે છે. કિશોર જિંકાદરાનું ( Kishore Jinkadara ) આ સંબોધન કેવું અર્થસૂચક છે!

પ્રભુ! એકાદ નાનું કામ મારું થાય એવું છે?

સરળ હપ્તા કરી દો તો, દરદ વેઠાય એવું છે… 

નથી મોહક રહ્યું પહેલા સમું એ વાત સાચી છે 

છતાં આ ખોળિયું થોડાં વરસ પહેરાય એવું છે…

 કરીને કરકસર મેં શ્વાસની, વાંધો નહીં આવે..

. હજી બે-ત્રણ વરસ તો પ્રેમથી ખેંચાય એવું છે. 

મારી કવિતા એ વિશ્વને વહાલથી કરેલું ચુંબન છે, 

એવું કહેતા કવિવર રમેશ પારેખ ( Ramesh Parekh )  લખે છેઃ

એવું કૈં કરીએ કે આપણ એકબીજાને ગમીએ! 

હાથ હાથમાં આપી, સાથે હૈયું પણ સેરવીએ.

 ભૂલચૂકને ભાતીગળ રંગોળીમાં ફેરવીએ!

 ગોફણમાં ચાંદો ઘાલી હું ફેંકું તારે ફળિયે સામે સામી તાલી દઈ દઈ રસબસ રાસે રમીએ! 

કલમ અને કાગળની જુગલબંધી એટલી સરળ કે હાથવગી નથી હોતી. એટલે જ નીતિન વડગામા ( Nitin Vadgama ) લખે છેઃ

 એક ટચલી આંગળીથી પહાડ આખો ઉપડે

આ કલમ ઉપાડવાનું સહેજ પણ સહેલું નથી.

જાતમાંથી કૈંક જતું હોય છે,

આ બધું ત્યારે લખાતું હોય છે.

કવિની કલમનો કરિશ્મા ત્યારે અનુભવાય છે, જ્યારે ભીતરનો ભગવો રંગ તેમાં ભળે છેઃ

 શ્વાસમાં પહેરો ભરીને કોઈ રખવાળું કરે છે.

સાવ અંદર સંચરીને કોઈ રખવાળું કરે છે…

 આ સમાચાર પણ વાંચો : Gujarati Sahitya: આ જગત સામે બિચારો ઈશ્વરે લાચાર છે!!

કવિતા ક્યારેક હૈયે આસ્થાનું અજવાળું ફેલાવે છે. તો ક્યાંક અણિયાળા સવાલો પૂછીને મનોમંથન પ્રેરે છે.  કમલેશ મકવાણાને ( Kamlesh Makwana ) કાન દઈને સાંભળોઃ

ઈશ્વર જેવું બહાર નથી ને, કોના તું આ જાપ જપે છે?

 દેખાતો આકાર નથી ને, કોના તું આ જાપ જપે છે? 

જાત જગાડી, ખુદથી પહેલા વાત કરી લે, રસ્તો જડશે,

 થોડો પણ વહેવાર નથી ને, કોના તું આ જાપ જપે છે?

 અંધારામાં બેસી રહીને, કેમ કરી મોતી પરોવાશે? 

વીજ તણો ઝબકાર નથી ને, કોના તું આ જાપ જપે છે. 

કવયિત્રી શીતલ જોષીની ( Sheetal Joshi ) અનુભવમૂલક સચ્ચાઈને સમજવી પડેઃ

દોડતાં દોડતાં હાંફવાનું નહીં,

જિંદગી જીવવા થાકવાનું નહીં,

 આપવો હોય તો જીવ આપો શીતલ,

કાળજું કોઈને આપવાનું નહીં!

છેલ્લે, સાંઇ કવિ મકરંદ દવેની ( Makarand Dave ) અલગારી મસ્તીને મન ભરીને માણીએઃ

મારો અનહદ સાથે નેહ, મુંને મળ્યું ગગનમાં ગેહ

 ચારે સીમ પડી’તી સૂની, માથે તીખો તાપ, 

મેઘરવા મુને હરિ મળ્યા ત્યાં, અઢળક આપોઆપ…

 મીક્યુમાં વરસ્યો મોતીડે, મધરો મધરો મેહ…

મુંને મળ્યું ગગનમાં ગેહ…

 

Ashwin Mehta

Ashwin Mehta

Mumbai: મુંબઈ ગુજરાતી સંગઠન દ્વારા ધમાકેદાર ઉજવાયો મહારાષ્ટ્રની બધી જ ગુજરાતી માધ્યમની શાળાઓનો સરસ્વતી સન્માન સમારોહ , MGT ઈનામ વિતરણ અને ઉત્તમ બાળમંદિર તેમજ શાળાનાં સત્કારનો ત્રિવેણી સંગમ સમાન સન્માન મહોત્સવ
Geeta Rabari: ગીતા રબારી – “કચ્છી કોયલ” – કરશે ‘સુરભિ નવરાત્રિ ઉત્સવ 2025’, બોરીવલીમાં પ્રથમવાર પરફોર્મન્સ
Jharukho : શનિવારે ‘ઝરૂખો ‘માં’ ‘લીલી પટેલની અભિનય યાત્રા: ભવાઈ, નાટક, સિરિયલ અને ફિલ્મ ‘
Zarukho: બોરીવલીમાં ‘ ઝરૂખો ‘ માં ભાવકોનાં વિવિધ પુસ્તકો વિશેનાં વક્તવ્ય, એક અનોખી સફળ પહેલ!
Exit mobile version