Site icon

Gujarati Sahitya: ‘જૂની રંગભૂમિની સફર ‘ નામે દાયકાઓ અગાઉની ગુજરાતી રંગભૂમિનાં ગીતો અને અભિનયની અનોખી સફર રવિવારે કાંદીવલીમાં !

Gujarati Sahitya: ૧૮ ઑગસ્ટ રવિવારે સાંજે પાંચ વાગ્યે ( સમયસર ) બીજે માળે લોહાણા મહાજન વાડી, એસ વી રોડ, કાંદીવલી પશ્ચિમના સરનામે યોજાયેલા આ કાર્યક્રમમાં મહેશ્વરી ચૈતન્ય તથા રજની શાંતારામ જૂની રંગભૂમિના ફારસ તથા ' મીઠા લાગ્યા છે મને રાતના ઉજાગરા....' કે ' નાગરવેલીઓ રોપાવ..'જેવા સદાબહાર ગીતો રજૂ કરશે.

In the name of 'Juni Rangbhoomi Safar', a unique journey of Gujarati theater songs and performances from decades ago in Kandivali on Sunday!

In the name of 'Juni Rangbhoomi Safar', a unique journey of Gujarati theater songs and performances from decades ago in Kandivali on Sunday!

News Continuous Bureau | Mumbai

   Gujarati Sahitya:    આમ તો ગુજરાતી જૂની રંગભૂમિની ( Gujarati Juni Rangbhoomi ) વાત રજૂ કરવી હોય તો ૧૮૫૩ના વર્ષથી શરૂઆત કરવી પડે પણ માસ્ટર અશરફખાન, પ્રભુલાલ દ્વિવેદી કે રસકવિ રઘુનાથ બ્રહ્મભટ્ટની વાત માંડવી હોય તો ૧૯ મી સદીના અંતના અને ૨૦ મી સદીના પ્રારંભના વર્ષોની વાત કરવી પડે. 

Join Our WhatsApp Community

      મહારાષ્ટ્ર રાજ્ય ગુજરાતી સાહિત્ય અકાદમી ( Gujarati Sahitya Akademi ) દ્વારા પ્રગતિ મિત્ર મંડળ ( બોરીવલી -કાંદીવલી)ના સહયોગમાં યોજાયેલા કાર્યક્રમમાં એક એવા સમયના ગીત ( old theatre Songs ) , સંગીત અને અભિનય રજૂ થવાનાં છે જે તમને ૭૦ વર્ષ કે ૧૦૦ વર્ષ જૂના સમયમાં લઈ જશે.

       ૧૮ ઑગસ્ટ રવિવારે સાંજે પાંચ વાગ્યે ( સમયસર ) બીજે માળે લોહાણા મહાજન વાડી, એસ વી રોડ, કાંદીવલી ( Kandivali ) પશ્ચિમના સરનામે યોજાયેલા આ કાર્યક્રમમાં મહેશ્વરી ચૈતન્ય તથા રજની શાંતારામ જૂની રંગભૂમિના ફારસ તથા ‘ મીઠા લાગ્યા છે મને રાતના ઉજાગરા….’ કે ‘ નાગરવેલીઓ રોપાવ..’જેવા સદાબહાર ગીતો રજૂ કરશે. મ્યઝિકોલોજીસ્ટ અને જૂની રંગભૂમિ તથા ફિલ્મોના અભ્યાસી ડૉ.હાર્દિક ભટ્ટ ગાન અને સંચાલન બેઉ મોરચા સંભાળશે. 

આ સમાચાર પણ વાંચો : Surat : સુરતમાં પશુ સખી બહેનોને ‘એ હેલ્પ’ ની અપાઈ તાલીમ, આ તાલુકાઓની તાલીમબદ્ધ બહેનોને પ્રમાણપત્ર પણ એનાયત કરાયા

અકાદમીના કાર્યાધ્યક્ષ સ્નેહલ મુઝુમદાર વિશેષ હાજરી આપશે અને માસ્ટર અશરફખાનની ગાયેલી કેટલીક રચનાઓનું ગાન કરશે.

     સંજય પંડ્યાની પરિકલ્પના અને સંકલન ધરાવતો આ કાર્યક્રમ સમગ્રપણે જોતાં જૂની રંગભૂમિની સફરે લઈ જતું એક અફલાતૂન પેકેજ છે જેને મુંબઈના ભાવકો ચૂકશે તો અફસોસ થશે. વળી સાથે ૭૦ વર્ષથી વધુ જૂની સંસ્થા પ્રગતિ મિત્ર મંડળ છે એટલે આયોજનમાં કચાશ નથી. આ જાહેર કાર્યક્રમમાં સમયસર પહોંચી જશો કારણ બેઠક વ્યવસ્થા વહેલો એ પહેલોના ધોરણે છે.

Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed. 

 

Mumbai: મુંબઈ ગુજરાતી સંગઠન દ્વારા ધમાકેદાર ઉજવાયો મહારાષ્ટ્રની બધી જ ગુજરાતી માધ્યમની શાળાઓનો સરસ્વતી સન્માન સમારોહ , MGT ઈનામ વિતરણ અને ઉત્તમ બાળમંદિર તેમજ શાળાનાં સત્કારનો ત્રિવેણી સંગમ સમાન સન્માન મહોત્સવ
Geeta Rabari: ગીતા રબારી – “કચ્છી કોયલ” – કરશે ‘સુરભિ નવરાત્રિ ઉત્સવ 2025’, બોરીવલીમાં પ્રથમવાર પરફોર્મન્સ
Jharukho : શનિવારે ‘ઝરૂખો ‘માં’ ‘લીલી પટેલની અભિનય યાત્રા: ભવાઈ, નાટક, સિરિયલ અને ફિલ્મ ‘
Zarukho: બોરીવલીમાં ‘ ઝરૂખો ‘ માં ભાવકોનાં વિવિધ પુસ્તકો વિશેનાં વક્તવ્ય, એક અનોખી સફળ પહેલ!
Exit mobile version