News Continuous Bureau | Mumbai
International Women’s Day : આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ સાવ પાસે છે ત્યારે બોરીવલીના શ્રી સાઈલીલા વેલ્ફેર ટ્રસ્ટના ‘ઝરૂખો ‘ દ્વારા ‘ ગુજરાતી સાહિત્યમાં સ્ત્રી ચેતના ” એ વિષય પર શનિવાર ૨ માર્ચ સાંજે ૭.૨૦ વાગ્યે કાર્યક્રમ યોજાયો છે.
જાણીતાં કવયિત્રી તથા વાર્તાકાર ડૉ.સેજલ શાહ ‘ ગુજરાતી કાવ્યોમાં સ્ત્રી ચેતના ‘ વિષય પર વાત કરશે. યુવાન વાર્તાકાર સમીરા પત્રાવાલા ‘ ગુજરાતી ટૂંકી વાર્તામાં સ્ત્રી ચેતના ‘ એ વિષય પર વાત કરશે. અમેરિકાસ્થિત કવયિત્રી નંદિતા ઠાકોર જે ગાયિકા અને સ્વરકાર પણ છે તેઓ મૂળ વિષયને અનુરૂપ કેટલાંક ગીતોનું ગાન કરશે. અલ્પા વખારિયા પણ એક ગીત રજૂ કરશે.
આ સમાચાર પણ વાંચો : Himachal Rajya Sabha Election : હિમાચલ પ્રદેશ માં રાજકીય ઉથલપાથલ, ક્રોસ વોટિંગ કરનાર કોંગ્રેસના છ ધારાસભ્યો વિરુદ્ધ સ્પીકરે કરી મોટી કાર્યવાહી
આ સમગ્ર કાર્યક્રમનું સંચાલન કવયિત્રી પ્રતિમા પંડ્યા કરશે. ‘ઝરૂખો ‘નો આ કાર્યક્રમ બીજે માળે, સાઈબાબા મંદિર, સાઈબાબા નગર, બોરીવલી પશ્ચિમના સરનામે યોજાયો છે અને ટ્રસ્ટીગણ સર્વને જાહેર નિમંત્રણ પાઠવે છે.
Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.