News Continuous Bureau | Mumbai
Jharukho :
બોરીવલીમાં ૨ ઑગસ્ટ શનિવારે સાંજે ૭.૨૦ વાગ્યે ભવાઈ, નાટક, સિરિયલ અને ફિલ્મના વરિષ્ઠ કલાકાર લીલી પટેલની સન્મુખ થવાનો મોકો ભાવકોને મળશે.
મુંબઈમાં લુપ્ત થવાની નજીક ગણી શકાય એવી ‘ ભવાઈ ‘ને લીલી પટેલે દાયકાઓથી સાચવી રાખી છે. અગાઉ તેઓ રંગલાલ નાયક સાથે રંગલા રંગલીનો વેશ ભજવતા.ત્યાર બાદ રંગલાલભાઈના પુત્ર ઘનશ્યામ નાયક સાથે ટીવી તથા અન્ય કાર્યક્રમોમાં રજૂઆત કરીને એમણે આ કળાને જીવંત રાખી. ઘનશ્યામભાઈના અવસાન બાદ નાયક પરિવારની ત્રીજી પેઢીના વિકાસ ઘનશ્યામ નાયકને સાથે રાખીને એમણે ભવાઈના પ્રસાર પ્રચારનું કાર્ય નિભાવ્યું છે.
આ સમાચાર પણ વાંચો : Gujarati Sahitya :કાંદીવલીમાં યોજાશે વાર્તાકાર મીનાક્ષી દીક્ષિતની સ્મૃતિમાં એક હળવાશભર્યો પરિસંવાદ ‘ મને સાંભરે રે’
‘ઝરૂખો ‘ની શનિવારની સાંજે લીલી પટેલની અભિનય યાત્રાની વાત તો થશે જ, સાથે સાથે લીલી પટેલ અને વિકાસ નાયક ભૂંગળના સૂર અને તબલાંની વિશિષ્ટ ઠેક સાથે ભવાઈની દુનિયાની સેર કરાવશે. છેલ્લી દસેક મિનિટ ભાવકો પણ લીલી પટેલને પ્રશ્નો પૂછી શકશે.
સંજય પંડ્યાના સંચાલનમાં આ કાર્યક્રમ સાઈબાબા મંદિર, સાઈબાબા નગર, બોરીવલી પશ્ચિમના સરનામે યોજાયો છે. કાર્યક્રમનો આરંભ ચૂકશો નહિ.આ જાહેર કાર્યક્રમમાં બેઠક વ્યવસ્થા વહેલો તે પહેલોના ધોરણે છે.
Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.