News Continuous Bureau | Mumbai
Jharukho : બોરીવલીના ઝરૂખોની સાહિત્યિક સાંજમાં આ વખતે ઓગણત્રીસ જેટલાં ટાબરિયાં અને કિશોર વિદ્યાર્થીઓ કાંતિ કડિયા, રમેશ પારેખ, સુરેશ દલાલ, રમણ સોની,ઉદયન ઠક્કરથી માંડીને આજના નવાં બાળકાવ્ય સર્જકોની કાવ્યરચનાઓ રજૂ કરશે. રવિવાર ૨ માર્ચે સાંજે ૫.૩૦ વાગ્યે યોજાયેલા આ કાર્યક્રમમાં યુવાન કવિ ધાર્મિક પરમાર પણ પોતાનાં મસ્ત મસ્ત કાવ્યો બાળકોને તથા શ્રોતાઓને સંભળાવશે. પૂર્ણાબહેન મોદી, પપેટની સંગત લઈને બાળકોને રજૂ કરશે. સમગ્ર કાર્યક્રમનું સંકલન સંજય પંડ્યા કરશે.

‘ મસ્તીની પાઠશાળા ‘ ( સંપાદન: સંજય પંડ્યા -પ્રતિમા પંડ્યા) બાળકાવ્યોનું એક અફલાતૂન સંપાદન છે જેમાં દલપતરામથી માંડીને આજનાં કવિઓનાં દોઢસો ઉપરાંત બાળકાવ્યોનો સમાવેશ થયો છે. કુલ કવિઓની સંખ્યા પણ સો જેટલી છે.

Jharukho : ઝરૂખો ‘નો આ કાર્યક્રમ સાઈબાબા મંદિર બીજે માળે યોજાયો
સ્ત્રી મંડળ, સિક્કા નગર, મુંબઈ તથા પ્રકાશક એન.એમ.ઠક્કરના સહયોગથી આ પુસ્તકની દ્વિતીય આવૃત્તિ ગયા મહિને પ્રકાશિત થઈ છે. આ પુસ્તકની ૨૫૦ જેટલી પ્રત મહારાષ્ટ્ર અને ગુજરાતની વિવિધ શાળામાં ભેટ તરીકે મોકલવામાં આવી રહી છે. જે ગુજરાતી શાળાને ‘ મસ્તીની પાઠશાળા ‘ની પ્રત મેળવવી હોય તેઓ ‘ ઝરૂખો ‘ ના સક્રિય સભ્ય દેવાંગ શાહને 93222 87485 પર શાળાના નામ તથા એડ્રેસ સાથે મેસેજ મોકલી શકે છે.
આ સમાચાર પણ વાંચો: Gujarati Sahitya: નારી ન હોતી જગતમેં, જનમ કિસકે ઘ૨ લેત? જાણો જગતના સર્જન અને પુરુષ-સ્ત્રી સંબંધમાં તેની અગત્યતા…

‘ઝરૂખો ‘નો આ કાર્યક્રમ સાઈબાબા મંદિર બીજે માળે, સાઈબાબા નગર, બોરીવલી પશ્ચિમના સરનામે યોજાયો છે . તમારાં સંતાનને ગુજરાતી ભાષાની ઉર્જા તથા બાળકાવ્યોની મસ્તીથી પરિચિત કરાવવાં હોય તો રવિવારે સાંજે ‘ ઝરૂખો’ માં પહોંચી જશો! હંમેશ મુજબ આ જાહેર કાર્યક્રમ છે.
Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.