News Continuous Bureau | Mumbai
Maharashtra Rajya Gujarati Sahitya Akademi : મહારાષ્ટ્ર રાજ્ય ગુજરાતી સાહિત્ય અકાદમી દ્વારા શ્રી ઉમેશભાઈ દેસાઈજી મેમોરિયલ ટ્રસ્ટના સહયોગમાં કાર્યક્રમ ‘ ત્રણ આધુનિક વાર્તાકાર ‘
મલયાનિલની ‘ ગોવાલણી ‘ ટૂંકી વાર્તાથી આરંભાયેલી ગુજરાતી ટૂંકી વાર્તામાં સદી દરમિયાન ઘણા પડાવ આવ્યા છે. ધૂમકેતુ, ર.વ.દેસાઈ, પન્નાલાલ પટેલથી માંડીને આજના વાર્તાકારે પ્લોટ, શૈલી, પાત્રાલેખન, પરિવેશ વગેરેમાં પોતાના હસ્તાક્ષર મૂક્યા છે.
આજનાં ત્રણ વાર્તાકાર, ડૉ.સેજલ શાહ, સતીશ વ્યાસ અને પ્રેરણા કે.લીમડી ૧૦ ફેબ્રુઆરી શનિવાર સાંજે ૭ વાગ્યે યોજાયેલા કાર્યક્રમમાં વાર્તાપઠન કરશે. એમની સાથે ગોષ્ઠી કરશે નવનીત સમર્પણના સંપાદક દીપક દોશી. કવિ રાજેશ રાજગોર અન્ય ભાષાની એક વાર્તાના ગુજરાતી અનુવાદનું વાચિકમ કરશે.
આ સમાચાર પણ વાંચો : Wheat: શું દેશમાં ઘઉંના ભાવમાં થશે વધારો? સરકારે મોંઘવારી રોકવા માટે લીધું આ મોટું પગલું.. જાણો વિગતે..
મહારાષ્ટ્ર રાજ્ય ગુજરાતી સાહિત્ય અકાદમીના આ કાર્યક્રમની પરિકલ્પના અને સંકલન કવિ સંજય પંડ્યાનાં છે. દેસાઈજી બંગલો, હરિશંકર જોષી રોડ, મધુરમ હૉલની સામે, દેવરાજ શોપિંગ મૉલની પાછળ, દહિસર પૂર્વનાં સરનામે ભાવકો આ જાહેર કાર્યક્રમ માણી શકશે . સર્વનું સ્વાગત!
Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.