News Continuous Bureau | Mumbai
Maharashtra Rajya Gujarati Sahitya Akademi :
મુંબઈની રંગભૂમિએ દાયકાઓ સુધી યાદ રહે એવાં નાટક ભજવ્યાં છે. આ નાટકોના નિર્માણ અને રિહર્સલ દરમિયાન ઘણી યાદગાર ઘટનાઓ બનતી હોય છે. નાટકની ભજવણી દરમિયાન પણ કેટલાક રમૂજી ‘ભગા’ થતા હોય છે જેની જાણ મોટેભાગે કલાકાર તથા દિગ્દર્શકને જ થતી હોય છે. મોટે ભાગે નીવડેલાં કલાકાર આ ભગાનો ઉકેલ, પોતાની સતર્કતાથી, ચાલુ નાટકે જ લાવે છે પણ એ પ્રસંગ સમસ્ત નાટ્યટીમ માટે યાદગાર બની જાય છે. આવી કેટલીક ખાટીમીઠી વાતો સાંભળવી હોય તો પહોંચી જજો ૧૭ ફેબ્રુઆરી શનિવાર સાંજે ૭.૩૦ વાગ્યે ( સમયસર) સાઈબાબા મંદિર , સાઈબાબા નગર, બોરીવલી પશ્ચિમના સરનામે.


આ સમાચાર પણ વાંચો : PM Modi Rewari visit: PM મોદીએ હરિયાણાનાં આ શહેરમાં રૂ. 9,750 કરોડથી વધારેનાં મૂલ્યની વિવિધ વિકાસ પરિયોજનાઓનું કર્યું ઉદ્ઘાટન..
મહારાષ્ટ્ર રાજ્ય ગુજરાતી સાહિત્ય અકાદમી દ્વારા બોરીવલીના શ્રી સાઈલીલા વેલ્ફેર ટ્રસ્ટના “ઝરૂખો”ના સહયોગથી “રંગભૂમિની ખાટીમીઠી” એ કાર્યક્રમ આયોજિત થયો છે. વરિષ્ઠ નાટ્ય કલાકારો અરવિંદ વેકરિયા તથા અનુરાગ પ્રપન્ન સાથે કવિ, લેખક, નાટ્ય કલાકાર દિલીપ રાવલ ગોષ્ઠી કરશે.

આ કાર્યક્રમની પરિકલ્પના અને સંકલન સંજય પંડ્યાનાં છે.આ જાહેર કાર્યક્રમ છે અને બેઠક વ્યવસ્થા વહેલો એ પહેલોના ધોરણે છે.
Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.