Site icon

Umashankar Joshi: કવિ ઉમાશંકર જોશીના જન્મને ૧૧૩ વર્ષ પૂરાં થયાં એ નિમિત્તે મહારાષ્ટ્ર રાજ્ય ગુજરાતી સાહિત્ય અકાદમીએ યોજ્યો છે સ્મૃતિ વંદના કાર્યક્રમ

Umashankar Joshi: ૧૯૧૧ માં જન્મેલા કવિ ઉમાશંકર જોશી ગુજરાતી ભાષાના મોટા ગજાના સર્જક!

Maharashtra State Gujarati Sahitya Akademi has organized a Smriti Vandana program to mark the 113th birth anniversary of poet Umashankar Joshi.

Maharashtra State Gujarati Sahitya Akademi has organized a Smriti Vandana program to mark the 113th birth anniversary of poet Umashankar Joshi.

News Continuous Bureau | Mumbai

Umashankar Joshi: ૧૯૧૧ માં જન્મેલા કવિ ઉમાશંકર જોશી ગુજરાતી ભાષાના ( Gujarati poet ) મોટા ગજાના સર્જક!  

Join Our WhatsApp Community

    ગાંધીયુગના આ સર્જકે કવિતા, ટૂંકી વાર્તા, એકાંકી, નિબંધ, નવલકથા, અનુવાદ, સંપાદન એમ વિવિધ ક્ષેત્રે ,દાયકાઓ સુધી યાદ રહે એવું, યોગદાન આપ્યું છે. 

    ૨૧ જુલાઈ રવિવારે સાંજે પાંચ વાગ્યે મહારાષ્ટ્ર રાજ્ય ગુજરાતી સાહિત્ય અકાદમીએ ( Gujarati Sahitya Akademi )  બારિશી નેટવર્કના સહયોગથી “ ઉમાશંકર જોશી સ્મૃતિ વંદના” ( Umashankar Joshi Smriti Vandana ) નામે કાર્યક્રમનું આયોજન કર્યું છે. 

     વરિષ્ઠ અભિનેત્રી મીનળ પટેલ આ કાર્યક્રમમાં ટૂંકી વાર્તાનું વાચિકમ કરશે. જાણીતા સંગીતકાર તથા ગાયક સુરેશ જોષી તથા શ્રદ્ધા શ્રીધરાણી ઉમાશંકર જોશીનાં ગીતોનું ગાન કરશે. કવિ વાર્તાકાર સતીશ વ્યાસ કાવ્યો રજૂ કરશે. કવયિત્રી મીતા ગોર મેવાડા ઉમાશંકર જોશીની વાર્તા આધારિત સતીશ વ્યાસ લિખિત એકોક્તિ રજૂ કરશે. વિદ્યાવિહારની કે.જે.સોમૈયા કૉલેજની વિદ્યાર્થીનીઓ ભારતી હાથિયાણી, ભક્તિ લોડાયા, ત્રિશા નંદા,વૃત્તિકા ઝાલા અને પંક્તિ જોશી એક એકાંકીની ભજવણી કરશે અને સમગ્ર કાર્યક્રમનું સંચાલન ડૉ.પ્રો.હિતેશ પંડ્યા કરશે.

આ સમાચાર પણ વાંચો  :  Coal Mines: આત્મનિર્ભર ભારત: વિશ્વની પાંચ સૌથી મોટી કોલસાની ખાણોમાંથી બે હવે ભારતમાં

    આ કાર્યક્રમ આઈયા બૅન્કવેટ હૉલ, શ્રી કચ્છી લોહાણા મહાજન વાડી, પહેલા માળે, આર.આર.ટી.રોડ , મુલુંડ પશ્ચિમના સરનામે યોજાયો છે. કાર્યક્રમનું સંકલન અકાદમી વતી કવિ સંજય પંડ્યાએ કર્યું છે અને પરિકલ્પના અકાદમીના સભ્ય નિરંજન પંડ્યાની છે. 

    આયોજન માટે સહયોગ ગિરીશ સોમનાથ ભટ્ટ તથા દિનેશ ચુનીલાલ ત્રિવેદીએ આપ્યો છે. સહુ ભાવકો હાજરી આપી શકે છે.

Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.

 

Shiv Sena: મહારાષ્ટ્રમાં રાજકીય ગરમાવો: ‘શિવસેનાના ૨૨ ધારાસભ્યો ભાજપમાં આવવા તૈયાર’ – આદિત્ય ઠાકરેનો ધમાકો, શિંદે જૂથ ભડક્યું!
Maharashtra: મહારાષ્ટ્રમાં મહાયુતિનો મોટો નિર્ણય: ભાજપ અને શિવસેના સાથે મળીને લડશે મહાનગરપાલિકાની ચૂંટણી, પક્ષપલટાને લઈને પણ બન્યો નિયમ, જાણો સંપૂર્ણ વિગત
Gujarat: ગુજરાતમાં લઘુત્તમ તાપમાનમાં ઘટાડો; મુખ્ય શહેરોમાં વડોદરા સૌથી ઠંડુ
Shinde Sena: BMC ચૂંટણીમાં શિંદે સેનાનો પાવર પ્લે: ૧૨૫ બેઠકોની માંગ સાથે સાથી પક્ષને ચેતવણી, એકલા લડવાની તૈયારી!
Exit mobile version