News Continuous Bureau | Mumbai
Gujarati Sahitya: મહારાષ્ટ્ર રાજ્ય ગુજરાતી સાહિત્ય અકાદમી દ્વારા કાંદીવલી એજ્યુકેશન સોસાયટીના સહયોગથી ‘ કવિતા કઈ રીતે લખશો ‘ એ શિબિરનું આયોજન થયું છે જેમાં વરિષ્ઠ ગઝલકાર પંકજ શાહ ગઝલ વિશે તથા કવયિત્રી જ્યોતિ હિરાણી ગીત વિશે માર્ગદર્શન આપશે. કવિ સંજય પંડ્યા કાવ્યનાં વિવિધ સ્વરૂપોથી વિદ્યાર્થીઓ તથા ભાવકોને પરિચિત કરાવશે .શિબિરનો સમય સવારે ૧૧થી ૧ વાગ્યા સુધીનો છે. આ શિબિરમાં જોડાનારનું એક વોટ્સએપ ગ્રૂપ પણ બનશે જેમાં કાવ્ય લખનારાંને બે મહિના માર્ગદર્શન અપાશે. આ કાર્યક્રમ માટે સંકલન સહાય પ્રો. દીપ્તિ બૂચની છે.
જો તમારે કવિતા ( Gujarati Poem ) લખતાં શીખવું હોય તો ૨૫ સપ્ટેમ્બર બુધવારે સવારે ૧૧ વાગ્યે કેઈએસ શ્રોફ કૉલેજ ( KES Shroff College ) , ભુલાભાઈ દેસાઈ રોડ, જૈન દેરાસર સામે, કાંદીવલી પશ્ચિમના સરનામે પહોંચી જજો. આ કાર્યક્રમમાં સહુ કોઈ સહભાગી થઈ શકે છે
આ સમાચાર પણ વાંચો : ASOSAI: રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ 16મી એશિયન ઓર્ગેનાઈઝેશન ઓફ સુપ્રીમ ઓડિટ ઇન્સ્ટિટ્યુશન એસેમ્બલીનું કર્યું ઉદ્ઘાટન.
Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.