Gujarati Sahitya:મહારાષ્ટ્ર રાજ્ય ગુજરાતી સાહિત્ય અકાદમી વિલે પાર્લેમાં યોજે છે કાર્યક્રમ ‘ આદીવાસી પરંપરાનાં ગીતો ‘

Gujarati Sahitya:આપણા દેશની આદિવાસી વસ્તીનો 8.1% ભાગ ગુજરાતમાં છે. ગુજરાતમાં આદિવાસીઓની એકંદર વસ્તી 89 થી 90 લાખ જેટલી છે એટલે કે ગુજરાતની કુલ વસ્તીમાં આ સંખ્યા 14% જેટલી છે

Maharashtra State Gujarati Sahitya Akademi organizes program 'Songs of Tribal Tradition' in Vile Parle

 News Continuous Bureau | Mumbai 

Gujarati Sahitya:આપણા દેશની આદિવાસી વસ્તીનો 8.1% ભાગ ગુજરાતમાં છે. ગુજરાતમાં આદિવાસીઓની એકંદર વસ્તી 89 થી 90 લાખ જેટલી છે એટલે કે ગુજરાતની કુલ વસ્તીમાં આ સંખ્યા 14% જેટલી છે .આ આદિવાસી સમાજ ધીરે ધીરે મુખ્યપ્રવાહમાં આવી રહ્યો છે પણ એમના પોતાના આગવા તહેવારો છે, પોતાનાં ગીતો છે , પોતાનાં આગવાં નૃત્ય છે ,આદિવાસીની પોતાની ઓળખ દાખવે એવા મેળા છે અને પોતાનું વિશિષ્ટ સાહિત્ય પણ છે .

Join Our WhatsApp Community
Maharashtra State Gujarati Sahitya Akademi organizes program 'Songs of Tribal Tradition' in Vile Parle

Maharashtra State Gujarati Sahitya Akademi organizes program ‘Songs of Tribal Tradition’ in Vile Parle

મહારાષ્ટ્ર રાજ્ય ગુજરાતી સાહિત્ય અકાદમી દ્વારા વિલે પાર્લેમાં અક્ષર અર્ચનાના સહયોગમાં ‘આદિવાસી પરંપરાનાં ગીતો ‘એવા એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે .આ કાર્યક્રમમાં આદિવાસી પરંપરાના સાહિત્ય વિશે જાણીતા નવલકથાકાર તથા આદિવાસી સાહિત્યના અભ્યાસી કાનજી પટેલ પોતાની વાત રજૂ કરશે અને સાથે સાથે પોતાનાં ગાન દ્વારા આદિવાસી ગીતોનો પરિચય કરાવશે મનીષાબેન ભોઈ અને હિરલબેન ગામેતી .

આ સમાચાર પણ વાંચો: Mumbai Local Train Update: મુંબઈમાં આ સ્ટેશન નજીક ઓવરહેડ વાયર તૂટ્યો, લોકલ ટ્રેનનો ટ્રાફિક ખોરવાયો; મુસાફરો અટવાયા..

આ બંને વિદ્યાર્થીનીઓ શ્રી કલજીભાઈ આર.કટારા આર્ટસ કોલેજ, શામળાજીની વિદ્યાર્થીની છે અને ગુજરાતથી ખાસ આ કાર્યક્રમ માટે આવી રહી છે .આ કાર્યક્રમની સંકલન સહાય પ્રો .વી.કે.ગાવીત તથા ડૉ.નીતિન રેંટિયાએ કરી છે તથા આયોજન સહયોગ છે કલાગુર્જરીના હેમાંગ જાંગલા અને અમૃત માલદેનો .
31 ઑગસ્ટ શનિવાર સાંજે 5:30 વાગે દશરથલાલ જોશી વાચનાલય, સ્ટેશન રોડ , વિલે પારલે પશ્ચિમના સરનામે યોજાયેલા આ કાર્યક્રમની પરિકલ્પના તથા સંકલન સંજય પંડ્યાનાં છે.
આ જાહેર કાર્યક્રમ માટે સ્થળ સૌજન્ય કલાગુર્જરીનું છે અને સાહિત્ય , કળા, સંગીત સાથે નિસ્બત ધરાવનાર સર્વને નિમંત્રણ છે.

Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.

Mumbai: મુંબઈ ગુજરાતી સંગઠન દ્વારા ધમાકેદાર ઉજવાયો મહારાષ્ટ્રની બધી જ ગુજરાતી માધ્યમની શાળાઓનો સરસ્વતી સન્માન સમારોહ , MGT ઈનામ વિતરણ અને ઉત્તમ બાળમંદિર તેમજ શાળાનાં સત્કારનો ત્રિવેણી સંગમ સમાન સન્માન મહોત્સવ
Geeta Rabari: ગીતા રબારી – “કચ્છી કોયલ” – કરશે ‘સુરભિ નવરાત્રિ ઉત્સવ 2025’, બોરીવલીમાં પ્રથમવાર પરફોર્મન્સ
Jharukho : શનિવારે ‘ઝરૂખો ‘માં’ ‘લીલી પટેલની અભિનય યાત્રા: ભવાઈ, નાટક, સિરિયલ અને ફિલ્મ ‘
Zarukho: બોરીવલીમાં ‘ ઝરૂખો ‘ માં ભાવકોનાં વિવિધ પુસ્તકો વિશેનાં વક્તવ્ય, એક અનોખી સફળ પહેલ!
Exit mobile version