Site icon

Message From God : ગુજરાતી પુસ્તક ‘પરમાત્માનો સંદેશ’નું શ્રી પ્રદીપ મુખર્જી દ્વારા વિમોચન..

Message From God : આ અવસરે પરમાત્મા ના હીલિંગ કાર્ડસ (cards) નું પણ દરેકને નિ:શુલ્ક વિતરણ થયું હતું જેથી વ્યક્તિઓ 30 દિવસ માટે તેને અજમાવી જોઈ શકે કે જીવન કેવું બદલાય છે.

Message From God Release of Gujarati book 'Paramatmano Sandesh' by Shri Pradeep Mukherjee..

Message From God Release of Gujarati book 'Paramatmano Sandesh' by Shri Pradeep Mukherjee..

News Continuous Bureau | Mumbai

Message From God : 

Join Our WhatsApp Community

પરમાત્માનો સંદેશ ગુજરાતી પુસ્તક (Message From God) એક પ્રસ્તાવ આપે છે, માનવ જાતિ ની પીડા અને વેદના ને હીલ (heal) કરવાનું. આ પુસ્તકનું વિમોચન પુસ્તકના લેખક શ્રી પ્રદીપ મુખર્જી દ્વારા શાહ ઓડિટોરિયમ માં થયું હતું, જે ગુજરાતી સમાજના પ્રાંગણમાં સિવિલ લાઇન એરિયા, નેશનલ કેપિટલ માં આવેલ છે. આ પુસ્તક નો ગુજરાતી અનુવાદ શ્રીમતી ફાલ્ગુની પાઠક દ્વારા કરવામાં આવ્યો છે, અને તેઓ (ફાલ્ગુની બેન) સ્વયં ઉપસ્થિત હતા. પુસ્તકના વિમોચનના અવસરે મુખ્ય આદરણીય મહેમાન ડોક્ટર સોનલબેન માનસિંહ હતા. તેઓ પદ્મવિભૂષણ પુરસ્કિત છે અને પાર્લામેન્ટ અને રાજ્યસભાના માનનીય સભ્ય પણ છે.

શ્રી પ્રદીપ સર અનુસાર મનુષ્ય જેમનો વિશ્વાસ કરે છે, પ્રાર્થના કરે છે તેઓ સત્ય પરમાત્મા નથી તેઓ કહે છે આપણી તમામ પીડા, વેદના, દુઃખ અને શારીરિક તકલીફો નું મૂળ કારણ તેવો જ છે જે અલગ અલગ ભગવાનને આપણે પૂજીએ છીએ. તેઓ પ્રાર્થનાની ચાહ કરે છે અને તેની સામે બ્રાહ્મક ભરોસો આપે છે, અને દરેક ધર્મ, અધ્યાત્મિકતા અને તત્વજ્ઞાન ની રચના જ એવી રીતે થઈ છે કે સત્ય પરમાત્માનું અસ્તિત્વ ઉજાગર જ ના થાય કે આપણે સત્ય પરમાત્મા સાથે જોડાઈ શકીએ.

આ પુસ્તક કોઈપણ આધ્યાત્મિકતા ધર્મ કે દિવ્યતા વિષે નથી.

Message From God : શ્રી પ્રદીપજી જણાવે છે :

ધર્મ અને અધ્યાત્મિકતામાં મને કોઈ રસ નથી મને હીલિંગ( healing) માં રસ છે. હું શું કરી શકું મારી શારીરિક અને માનસિક બંને પીડાઓને હીલ (heal) કરવા માટે, આટલું કહી તેઓ આગળ ઉમેરે છે કે મારું કાર્ય એની અચૂક પણે ખાતરી રાખવાનું છે કે પરમાત્માનો સંદેશ સમગ્ર માનવ જાતિ સુધી પહોંચે જે તેઓની રોજબરોજની જિંદગીમાં સરળતા અને શાંતિ લાવે.

શ્રી પ્રદીપ મુખર્જીએ સ્વયંના પુસ્તકના વિમોચન વિશે જણાવ્યું કે “હું આ વિશ્વનો પ્રથમ લેખક છું જે કહે છે મારું પુસ્તક વાંચવાની કોઈ જરૂર નથી અને આપ આ પુસ્તકનો ઉપયોગ વાંચ્યા વગર કરો, માત્ર પુસ્તક સાથે આપ સૌ વાતચીત કરો અને આ પુસ્તક આપની જિંદગીમાં હીલિંગ(healing) લાવશે.”

વાસ્તવમાં આ પુસ્તક “Message From God” નાં તમામ વિષય વસ્તુઓના ત્રણ દિવસના વર્કશોપ શ્રી પ્રદીપ મુખર્જી દ્વારા સાત વર્ષ – ઓગસ્ટ 2023 સુધી લેવામાં આવ્યા હતા.

આ પુસ્તક અંગ્રેજી હિન્દી તેલુગુ અને હવે ગુજરાતીમાં પણ ઉપલબ્ધ છે. જેમ કે શ્રી પ્રદીપ સર કહે છે કે પુસ્તકમાં આપેલ વિષયનો વિશ્વાસ કરવાની જરૂર નથી. તેને બદલે માત્ર આપ તેને અજમાવી જુઓ. આ અવસરે પરમાત્મા ના હીલિંગ કાર્ડસ (cards) નું પણ દરેકને નિ:શુલ્ક વિતરણ થયું હતું જેથી વ્યક્તિઓ 30 દિવસ માટે તેને અજમાવી જોઈ શકે કે જીવન કેવું બદલાય છે.

શ્રી પ્રદીપજી સ્વયં નાં અંતઃજ્ઞાનને લોકો સમક્ષ લાવવા માટે અમદાવાદથી દિલ્હી સુધી પ્રવાસ કર્યો તે માટે તેમનો આભાર માનતા SSLT ગુજરાત સ્કુલના ચેરમેન અને દિલ્હી ગુજરાતી સમાજના ભૂતપૂર્વ પ્રમુખ શ્રી નીતિનભાઈ આચાર્યએ જણાવ્યું કે પ્રદીપ સર નો સંદેશો જે સમગ્ર મનુષ્ય જાતિને પીડા અને વેદનામાં રાહત આપવાનો છે અને તેઓ એ વિવિધ god વિષે કરેલી તેમની સ્પષ્ટતા તેમના હ્રદયને ઊંડે સુધી સ્પર્શી ગઈ છે અને તેઓએ કહ્યું કે પ્રદિપજી એ સત્ય પરમાત્મા તરફ જવાની દિશા બતાવી છે અને આગળ ઉમેર્યું કે હું પણ વ્યક્તિગત રીતે 30 દિવસ માટે આ અજમાવી જોઇશ.

  આ પુસ્તક AlakhGod.com પર ઉપલબ્ધ છે.

Message From God : “શ્રી પ્રદીપ મુખર્જી વિષે”

શ્રી પ્રદીપ મુખર્જી ને તમે ક્યારેય પણ મળો તો તેઓ અત્યંત સાદગીપૂર્ણ અને સૌમ્ય વ્યક્તિ છે . અને તેઓ અત્યંત વિનમ્રતાથી કહે છે : તેઓ ના ધાર્મિક છે, ના આધ્યાત્મિક છે, અને ના કોઈ વિદ્વાન છે . તેઓ કહે છે કે તેઓ પવિત્ર નથી અને દિવ્ય પણ નથી. તેમને પરમાત્માના નામ પર કોઈ પણ પ્રકારનો વ્યવસાય કરવામાં કોઈ રસ નથી, પરંતુ જ્યારે પરમાત્મા તેઓની પાસે આવ્યા તો એક કુતુહલતાથી તેઓશ્રીએ પરમાત્માના કાર્યમાં આગળ વધવાનો નિર્ધાર કર્યો. તેઓ એક ગહન આંતરિક સમજશક્તિ અને અંતઃજ્ઞાન ની અનોખી ક્ષમતા ધરાવે છે. તે જ કારણે તેઓ પરમાત્મા સહ અને અન્ય કોઈપણ જે પરમાત્મા નથી તેઓ સાથે સંવાદ-સંપર્ક કરી શકે છે.

શ્રી પ્રદીપજી એ છેલ્લા આઠ વર્ષથી સંપૂર્ણપણે અને અવિરત પરમાત્માની ઈચ્છા નું અનુસરણ કરીને પરમાત્મા ના કાર્યમાં પોતાનું જીવન પસાર કર્યું છે. જે કાર્ય ને માનવ જાતિ સાથે કોઈ લાગતું વળગતું જ ન હતું. પરંતુ આજે તેઓ માનવ જાતિ અર્થે કાર્ય કરી રહ્યા છે. સત્ય પરમાત્માને માનવો સુધી લાવીને જે મિથ્યા ભગવાન છે તેઓનું અસત્ય બહાર લાવી રહ્યા છે. જે તમામ માનવીઓની પીડા અને વેદના નું મૂળ કારણ છે.

પ્રશ્ન હોય તો સંપર્ક કરશે :

રોહિત વોરા : ૯૮૭૧૯૯૨૭૫૦

(rohit48ge@gmail.com)

શિવાની ગાલા : ૯૮૧૯૯૨૩૫૫

Mumbai: મુંબઈ ગુજરાતી સંગઠન દ્વારા ધમાકેદાર ઉજવાયો મહારાષ્ટ્રની બધી જ ગુજરાતી માધ્યમની શાળાઓનો સરસ્વતી સન્માન સમારોહ , MGT ઈનામ વિતરણ અને ઉત્તમ બાળમંદિર તેમજ શાળાનાં સત્કારનો ત્રિવેણી સંગમ સમાન સન્માન મહોત્સવ
Geeta Rabari: ગીતા રબારી – “કચ્છી કોયલ” – કરશે ‘સુરભિ નવરાત્રિ ઉત્સવ 2025’, બોરીવલીમાં પ્રથમવાર પરફોર્મન્સ
Jharukho : શનિવારે ‘ઝરૂખો ‘માં’ ‘લીલી પટેલની અભિનય યાત્રા: ભવાઈ, નાટક, સિરિયલ અને ફિલ્મ ‘
Zarukho: બોરીવલીમાં ‘ ઝરૂખો ‘ માં ભાવકોનાં વિવિધ પુસ્તકો વિશેનાં વક્તવ્ય, એક અનોખી સફળ પહેલ!
Exit mobile version