News Continuous Bureau | Mumbai
Gujarati Sahitya: મહારાષ્ટ્ર રાજ્ય ગુજરાતી સાહિત્ય અકાદમી યુવાનો સુધી ગુજરાતી સાહિત્ય પહોંચાડવા આયોજનમાં સતત વિવિધતા લાવે છે. આ વખતે અકાદમીએ ( Gujarati Sahitya Academy ) વિદ્યાર્થીઓ તથા યુવાનો જૂની રંગભૂમિના ગીતો સમજે, માણે અને સાથે ગાવાની તાલીમ પણ લે એ માટે એક શિબિરનું આયોજન કર્યું છે. ક.જે. સોમૈયા કલા અને વાણિજ્ય મહાવિદ્યાલયના સહયોગમાં આ શિબિરનું આયોજન ૧૧ અને ૧૮ જુલાઈએ સવારે ૧૦.૩૦ વાગ્યે કાલિદાસ સભાગૃહ, પહેલો માળ, ક.જે. સોમૈયા કલા અને વાણિજ્ય મહાવિદ્યાલય, વિદ્યાવિહાર (પૂર્વ) ખાતે યોજાશે.
શિબિરનું સંચાલન વરિષ્ઠ કલાકાર ઉત્કર્ષ મઝુમદાર ( Utkarsh Mazumdar ) કરશે. એમની સાથે ગીતોની રજૂઆત માટે અકાદમીના કાર્યાધ્યક્ષ સ્નેહલ મઝુમદાર ( Snehal Mazumdar ) તથા વરિષ્ઠ અભિનેત્રી મીનળ પટેલ ( Minal Patel )જોડાશે. આ કાર્યક્રમની પરિકલ્પના તથા સંકલન સંજય પંડ્યાના છે તથા સોમૈયા મહાવિદ્યાલય તરફથી ડૉ. હિતેશ પંડ્યા અને ડૉ. પ્રીતિ દવેએ સંકલનમાં પોતાનું યોગદાન આપ્યું છે. શિબિરમાં સારી સંખ્યામાં વિવિધ શાળા કૉલેજના વિદ્યાર્થીઓ તથા યુવાનોએ નોંધણી કરાવી છે, પરંતુ હજી કેટલાક ભાવકોનો સમાવેશ શક્ય છે. નોંધણી માટે સંજય પંડ્યાનો 98210 60943 વ્હોટસએપ મેસેજથી જ સંપર્ક કરવો
આ સમાચાર પણ વાંચો : Acharya Devvrat : ગુજરાતમાં એક વર્ષમાં વધુ 10 લાખ ખેડૂતો પ્રાકૃતિક ખેતી પદ્ધતિ અપનાવે એવા લક્ષ્ય સાથે કામ કરવાની આવશ્યકતા : રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજી
Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.