News Continuous Bureau | Mumbai
Purushottam Upadhyay : ગુજરાતી સુગમ સંગીતના આ સૌથી વરિષ્ઠ કલાકાર ૧૫ ઑગસ્ટે ૯૧મા વર્ષમાં પ્રવેશ્યા.
૨૦ ફિલ્મો તથા ૩૦ ઉપરાંત નાટકોમાં પુરુષોત્તમભાઈએ સંગીત આપ્યું છે. એમણે કરેલાં ગુજરાતી ગીતોનાં ( Gujarati Songs ) સ્વરાંકન ભારતના સીમાડા વટાવી વિશ્વના ખૂણે ખૂણે વસેલા ગુજરાતીઓના હૃદયમાં રણઝણે છે. બેગમ અખ્તર, લતા મંગેશકર, મહંમદ રફી, મુકેશ, આશા ભોંસલે, મહેન્દ્ર કપૂર જેવા આલા દરજ્જાના ગાયકો પાસે એમણે પોતાનાં સ્વરાંકન કરેલાં ગુજરાતી ગીતો ગવડાવ્યાં છે.
થોડા સમય અગાઉ સંગીત નાટ્ય અકાદમીએ ( Sangeet Natak Akademi ) એમને રાષ્ટ્રીય કક્ષાનો અવોર્ડ જે રાષ્ટ્રપતિના હસ્તે અર્પણ થાય છે એની જાહેરાત કરી હતી. સ્વાસ્થ્યના કારણોસર પુરુષોત્તમભાઈ દિલ્હી જઈ શકે તેમ ન હતા એટલે સંગીત નાટ્ય અકાદમીના પ્રમુખ ડૉ.સંધ્યા પુરેચા તથા હરીશ ભીમાણીના હસ્તે એમના ઘરે એમને અવોર્ડ અર્પણ થયો હતો
આ સમાચાર પણ વાંચો: Express Train: મુસાફરોને અગવડતા! પ્રયાગરાજ રામબાગ સ્ટેશન પર આ ચાર ટ્રેનોનું 23 ઓગસ્ટ સુધી સ્ટોપેજ થયું રદ
Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.