Site icon

Rain meaning: શું તમે જાણો છો? બે ચાર નહીં 12 પ્રકારમાં વરસે છે વરસાદ; જાણો તમારે ત્યાં કેવો વરસાદ પડ્યો

Rain meaning: તમે ઘણી વખત વાંચ્યુ હશે ‘બારે મેઘ ખાંગા થવા’ આ શબ્દનો ઉપયોગ ત્યારે કરવામાં આવે છે જ્યારે ખુબ વરસાદ પડે અને બારે પ્રકારના મેઘ જોવા મળે, ત્યારે આ ઉક્તિ વાપરવામાં આવે છે.

Rain meaning know names of 12 types of rain in gujarati sahitya

Rain meaning know names of 12 types of rain in gujarati sahitya

News Continuous Bureau | Mumbai

Rain meaning:  આજકાલ સમાચાર, છાપામાં કે પછી કોઈના મોઢેથી સાંભળતા હસો કે… “બારેય મેઘ… ખાંગા થયા”…! પણ કોઈને ખબર નથી… “બાર મેઘ” શું છે.?

Join Our WhatsApp Community

ગુજરાતી સાહિત્યમાં વરસાદના બાર પ્રકાર પાડેલા છે…..

૧. ફરફર

૨. છાંટા

૩. ફોરા

૪. કરા

૫. પછેડીવા

૬. નેવાધાર

૭. મોલ મેહ

૮. અનરાધાર

૯. મુશળધાર

૧૦. ઢેફાભાંગ

૧૧. પાણ મેહ 

૧૨. હેલી

Rain meaning: બાર પ્રકાર ના અર્થ

૧. ફરફર:
જેનાથી ફકત હાથ પગના રુવાળા ભીના થાય તેવો નજીવો વરસાદ

૨. છાંટા :
ફરફર થી થોડો વધારે વરસાદ

૩. ફોરા :
છાંટાથી મોટા ટીપા વાળો વરસાદ

૪. કરા :
ફોરાથી વધુ અને નાના બરફના ટુકડાનો વરસાદ

૫. પછેડીવા :
પછેડીથી રક્ષણ થાય તેવો વરસાદ

૬. નેવાધાર :
છાપરાના નેવા પરથી પાણીની ધાર વહે તેવો વરસાદ

૭. મોલમેહ :
મોલ – પાકને પૂરતો થઈ રહે તેટલો વરસાદ

૮. અનરાધાર :
એક છાંટા ને બીજો છાંટો અડે અને ધાર થાય એવો વરસાદ

૯. મુશળધાર :
અનરાધાર થી વધુ હોય એવો વરસાદ
મુશળ – સાંબેલાધાર વરસાદ પણ કહેવામાં આવે છે

૧૦. ઢેફાં :
વરસાદની તીવ્રતાથી ખેતરમાં માટીના ઢેફાં ભાંગી જાય એવો વરસાદ

૧૧. પાણ મેહ :
ખેતરો પાણીથી ભરાઇ જાય અને કૂવાના પાણી ઉપર આવી જાય એવો વરસાદ

૧૨. હેલી :
અગિયાર પ્રકારના વરસાદથી કોઈ વરસાદ સતત એક અઠવાડિયું ચાલે તેને હેલી કહેવાય છે.

Gujarat Rain : આફતમાં અવસર! ભારે વરસાદ વચ્ચે પણ લોકોએ લીધી મજા, મન મૂકીને રમ્યા ગરબે; જુઓ વિડીયો..

Mumbai: મુંબઈ ગુજરાતી સંગઠન દ્વારા ધમાકેદાર ઉજવાયો મહારાષ્ટ્રની બધી જ ગુજરાતી માધ્યમની શાળાઓનો સરસ્વતી સન્માન સમારોહ , MGT ઈનામ વિતરણ અને ઉત્તમ બાળમંદિર તેમજ શાળાનાં સત્કારનો ત્રિવેણી સંગમ સમાન સન્માન મહોત્સવ
Geeta Rabari: ગીતા રબારી – “કચ્છી કોયલ” – કરશે ‘સુરભિ નવરાત્રિ ઉત્સવ 2025’, બોરીવલીમાં પ્રથમવાર પરફોર્મન્સ
Jharukho : શનિવારે ‘ઝરૂખો ‘માં’ ‘લીલી પટેલની અભિનય યાત્રા: ભવાઈ, નાટક, સિરિયલ અને ફિલ્મ ‘
Zarukho: બોરીવલીમાં ‘ ઝરૂખો ‘ માં ભાવકોનાં વિવિધ પુસ્તકો વિશેનાં વક્તવ્ય, એક અનોખી સફળ પહેલ!
Exit mobile version