News Continuous Bureau | Mumbai
Zarukho : બોરીવલીના સાઈલીલા વૅલફેર ટ્રસ્ટની સાહિત્યિક સાંજ ‘ ઝરૂખો ‘ નો કાર્યક્રમ આ વખતે તહેવારોના કારણે બુધવારે યોજાયો છે.
ગુજરાતી ગીતોના ( Gujarati songs ) સર્જનમાં જેમનાં ગીતો એક આગવા પડાવ તરીકે ઓળખાય છે એવા વરિષ્ઠ કવિ ( Gujarati Poet ) વિનોદ જોશી ( Vinod Joshi ) સાથે ‘ સર્જકસંગત ‘ એ નામે કાર્યક્રમનું આયોજન થયું છે . કવિ વિનોદ જોશી પોતાનાં જાણીતાં તથા નવાં કાવ્યો/ ગીતો રજૂ કરશે અને ભાવકો સાથે ગોષ્ઠિ પણ કરશે.
આ સમાચાર પણ વાંચો : Gujarat Rain: ગાંધીનગર કોસ્ટગાર્ડનું હેલીકોપ્ટર તાપી જિલ્લાની મદદે આવ્યું , વાલોડની વાલ્મિકિ નદીના બેટ પરથી આટલા ગોવાળોનું કરાયુ રેસ્ક્યુ.
સંજય પંડ્યાના સંચાલનમાં આ કાર્યક્રમ ૪ સપ્ટેમ્બર બુધવારે સાંજે ૭.૨૦ વાગ્યે યોજાશે. સાઈબાબા મંદિર,બીજે માળે, સાઈબાબા નગર,બોરીવલી ( Borivali ) પશ્ચિમના સરનામે પહોંચી જશો કારણ કવિ વિનોદ જોશીને સાંભળવાનો મોકો વારંવાર નથી મળતો .
Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.