Site icon

Kathasetu:ગુજરાતીમાંથી મરાઠીમાં અનુવાદ થયેલી વાર્તાઓનાં પુસ્તક ‘ કથાસેતુ ‘નું લોકાર્પણ રવિવારે સવારે

The launch of 'Kathasetu', a book of stories translated from Gujarati to Marathi, on Sunday morning

The launch of 'Kathasetu', a book of stories translated from Gujarati to Marathi, on Sunday morning

The launch of 'Kathasetu', a book of stories translated from Gujarati to Marathi, on Sunday morning

 News Continuous Bureau | Mumbai 

ગુજરાતી ભાષાની કેટલીક ઉત્તમ વાર્તાઓનો તાજેતરમાં મરાઠી ભાષામાં અનુવાદ કરવામાં આવ્યો છે . આ પુસ્તકના સંપાદક છે સંજય પંડ્યા અને અનુવાદક છે સુષમા શાળિગ્રામ. મહારાષ્ટ્ર રાજ્ય ગુજરાતી સાહિત્ય અકાદમી વતી પદ્મગંધા પ્રકાશન, પુણેએ આ પુસ્તક છાપ્યું છે.

Join Our WhatsApp Community

આ પુસ્તક ‘કથાસેતુ’ નું લોકાર્પણ રવિવારે ૧ સપ્ટેમ્બર સવારે 10:30 વાગે યોજવામાં આવ્યું છે.શ્રીકાંત બોજેવાર ( કન્સલ્ટિંગ એડિટર મહારાષ્ટ્ર ટાઈમ્સ) , દિલીપ દેશપાંડે ( વસંત સામાયિકના તંત્રી),
તથા કવિ -વાર્તાકાર સંદીપ ભાટિયા પુસ્તક વિશે વાત કરશે. કવિ -વાર્તાકાર કાનજી પટેલ ટૂંકી વાર્તા વિશે બોલશે. સંપાદન વિશે સંજય પંડ્યા પોતાની વાત મૂકશે. જાણીતા નાટ્યકલાકાર અભિજીત ચિત્રે એક વાર્તા ગુજરાતીમાં અને એક વાર્તા મરાઠીમાં વાચિકમ કરશે. 

આ સમાચાર પણ વાંચો:મહારાષ્ટ્ર રાજ્ય ગુજરાતી સાહિત્ય અકાદમી દ્વારા વિલે પાર્લેમાં આજે ‘આદીવાસી પરંપરાનાં ગીતો’ કાર્યક્રમનું આયોજન..

આ કાર્યક્રમનું સંચાલન કવિ મુકેશ જોશી અને મોનિકા ઠક્કર કરવાનાં છે .આ આખો કાર્યક્રમ દ્વિભાષી હશે .કાર્યક્રમ માટે નાણાવટી મૅકસ સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલ ઉપરાંત દશરથલાલ જોશી વાચનાલયનો સહયોગ મળ્યો છે . કલાગુર્જરીના હેમાંગ જાંગલા અને અમૃત માલદેની પણ સંકલન સહાય છે.
તો રવિવારે સવારે નાણાવટી હોસ્પિટલ હોલ, એસ.વી. રોડ , વિલેપાર્લે પશ્ચિમના સરનામે પહોંચી જજો. આ જાહેર કાર્યક્રમ છે અને સર્વને હાજરી આપવા માટે નિમંત્રણ છે.

Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.

Mumbai: મુંબઈ ગુજરાતી સંગઠન દ્વારા ધમાકેદાર ઉજવાયો મહારાષ્ટ્રની બધી જ ગુજરાતી માધ્યમની શાળાઓનો સરસ્વતી સન્માન સમારોહ , MGT ઈનામ વિતરણ અને ઉત્તમ બાળમંદિર તેમજ શાળાનાં સત્કારનો ત્રિવેણી સંગમ સમાન સન્માન મહોત્સવ
Geeta Rabari: ગીતા રબારી – “કચ્છી કોયલ” – કરશે ‘સુરભિ નવરાત્રિ ઉત્સવ 2025’, બોરીવલીમાં પ્રથમવાર પરફોર્મન્સ
Jharukho : શનિવારે ‘ઝરૂખો ‘માં’ ‘લીલી પટેલની અભિનય યાત્રા: ભવાઈ, નાટક, સિરિયલ અને ફિલ્મ ‘
Zarukho: બોરીવલીમાં ‘ ઝરૂખો ‘ માં ભાવકોનાં વિવિધ પુસ્તકો વિશેનાં વક્તવ્ય, એક અનોખી સફળ પહેલ!
Exit mobile version