News Continuous Bureau | Mumbai
Zarukho: મહારાષ્ટ્ર રાજ્ય ગુજરાતી સાહિત્ય અકાદમી દ્વારા બોરીવલીના શ્રી સાઈલીલા વૅલફેર ટ્રસ્ટના ‘ ઝરૂખો ‘ના સહયોગમાં ૨૧ સપ્ટેમ્બર આજે સાંજે ૭.૨૦ વાગ્યે ‘ શાસ્ત્રોનું સાહિત્ય ‘ નામે કાર્યક્રમનું આયોજન થયું છે .
આ કાર્યક્રમમાં વિદ્વાન વક્તાઓ ડૉ.નિરંજના જોષી, ઈશ્વરભાઈ પુરોહિત તથા ડૉ. જિતેન્દ્ર દવે ઉપનિષદ તથા મહાભારતના ( Mahabharata ) વિષયે વાત કરશે.

Zarukho Shastra Sahitya program on Saturday in association with ‘Zarukho’ by Maharashtra State Gujarati Sahitya Akademi
આ કાર્યક્રમનું સંચાલન ડૉ.કલ્પના દવે કરશે.
આ સમાચાર પણ વાંચો : Mumbai News : બાંદ્રા-વરલી સી-લિંક પરથી એક વ્યક્તિએ કૂદીને આત્મહત્યા કરી, પોલીસ તપાસમાં વ્યસ્ત.
સાઈબાબા મંદિર,બીજે માળે, સાઈબાબા નગર, બોરીવલી ( Borivail ) પશ્ચિમના સરનામે યોજાયેલા આ કાર્યક્રમનું સંયોજન હિતેન આનંદપરા અને સંજય પંડ્યાએ કર્યું છે. સંકલન સહાય દેવાંગ શાહની છે. અકાદમીનો આ જાહેર કાર્યક્રમ છે. અકાદમી ( Maharashtra State Gujarati Sahitya Akademi ) તથા સાઈલીલા વૅલફેર ટ્રસ્ટના ટ્રસ્ટીઓ સહુને જાહેર નિમંત્રણ પાઠવે છે
Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.