Zharukho: ‘ઝરૂખો ‘માં જ્યોતીન્દ્ર દવે, વિનોદ ભટ્ટ અને બકુલ ત્રિપાઠીના સર્જન વિશે ત્રણ વક્તાઓ વાત કરશે

Zharukho Three speakers will talk about the creation of Jyotindra Dave, Vinod Bhatt and Bakul Tripathi in 'Zharukho'

News Continuous Bureau | Mumbai

Zharukho: ગુજરાતી ભાષામાં હાસ્ય સાહિત્ય સારા એવા પ્રમાણમાં ખેડાયું છે. દાયકાઓ અગાઉ સર્જન કરી ગયેલા હાસ્યલેખકો હજી ગુજરાતી વાચકના હૃદયમાં બિરાજમાન છે.ગુજરાતીના ટોચના પાંચ હાસ્યલેખકોમાં જેમને ગણવા જ પડે એવા ત્રણ લેખકનાં સર્જન વિશે ,જે સારા ભાવક છે એવાં ,ત્રણ વક્તાઓ વાત કરે એવું આયોજન ૪ જાન્યુઆરી શનિવારે સાંજે ૭.૨૦ વાગ્યે ‘ઝરૂખો ‘માં થયું છે.

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

આ સમાચાર પણ વાંચો  :PM Modi: પ્રધાનમંત્રી 3 જાન્યુઆરીનાં રોજ દિલ્હીમાં અનેકવિધ વિકાસલક્ષી પરિયોજનાઓનું ઉદઘાટન અને શિલાન્યાસ કરશે

Zharukho:  ‘ઝરૂખો ‘ની આ સાહિત્યિક સાંજમાં જ્યોતીન્દ્ર દવેના સાહિત્ય વિશે દેવાંગ શાહ, વિનોદ ભટ્ટના સર્જન વિશે મિતા દીક્ષિત અને બકુલ ત્રિપાઠીના સર્જન વિશે દેવલ જ્ઞાની વાત કરશે. કેટલાક હાસ્ય નિબંધોમાંથી વાચિકમ પણ થશે.

 

 

 

 

 

 

 

Zharukho:  આ કાર્યક્રમ માટે વાર્તાકાર મીનાક્ષી દીક્ષિતના પરિવારનો સહયોગ છે. સંજય પંડ્યાના સંચાલનમાં ‘ હાસ્યનાં હળવાં હલેસાં ‘ કાર્યક્રમ સાઈબાબા મંદિર ,બીજે માળે, સાઈબાબા નગર ,બોરીવલી પશ્ચિમના સરનામે યોજાયો છે જેમાં સમયસર પહોંચી જશો.બેઠક વ્યવસ્થા વહેલો તે પહેલોના ધોરણે રહેશે

 

 

 

 

 

 

 

 

Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.

Exit mobile version