ન્યુઝ કંટીન્યુઝ બ્યુરો,
મુંબઈ, ૧ એપ્રિલ ૨૦૨૧.
ગુરૂવાર.
મુંબઇના કાંદિવલી વિસ્તારમાં રહેતા એક ત્રણ વર્ષના બાળકે અનોખો વિક્રમ સર્જ્યો છે.

અવ્યાન સુદીપ શાહે બાસ્કેટ બોલ ને ત્રણ મિનિટમાં 349 વાર જમીન પર અફળાવવા (dribbling) નો અનોખો વિક્રમ સ્થાપ્યો છે.અવ્યાન એ મલાડની રામનિવાસ બજાજ ઇંગલિશ હાઇસ્કુલ માં નર્સરીમાં ભણે છે.23 ફેબ્રુઆરી ૨૦૨૧ ના દિવસે અવ્યાન એના ઘરમાં બાસ્કેટબોલ થી રમતો હતો, અને રમતા રમતા અચાનક જ તેણે આ રેકોર્ડ સ્થાપ્યો હતો.અવ્યાન ના મમ્મી ડોક્ટર ભાવિશા શાહના જણાવ્યા અનુસાર ,'અવ્યાન ને નાનપણથી જ સ્પોટ્સ માં ખૂબ જ રસ છે. તેમના પરિવારના મિત્રોના બાળકોને બોલ થી રમતા તે કલાકો સુધી જોતો રહેતો. જોકે આ વિક્રમ સ્થાપવાનો કોઇ ઇરાદો ન હતો બસ અનાયાસે જ રમતમાં થઈ ગયો છે.'અવ્યાન ના મમ્મીએ તેનું રેકોર્ડિંગ કરીને મુંબઇ ખાતેની વર્લ્ડ રેકોર્ડ ઓફિસમાં મોકલ્યું હતું.
વર્લ્ડ રેકોર્ડ ઇન્ડિયાના સીનિયર એજ્યુકેટર સંજય નારવેકરે એ વીડિયોમાં થયેલા કાઉન્ટિંગ ને રિચેક કરી ને અવ્યાન ને ટ્રોફી અને મેડલ આપવાનું નક્કી કર્યું. સંજય નારવેકર જણાવે છે કે વિશ્વમાં આ રેકોર્ડ ફર્સ્ટ ટાઈમ થયો છે.આની પહેલા કોઈ પણ વ્યક્તિના નામે આ રેકોર્ડ નોંધાયો નથી.