જાણો કુર્લાની એકમાત્ર ગુજરાતી શાળાને; લૉકડાઉનમાં પણ જોડાયાં બાળકો

by Dr. Mayur Parikh

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ, ૧૧ જૂન ૨૦૨૧

શુક્રવાર

કુર્લામાં એક ગુજરાતી શાળા એવી છે જે આજે પણ ત્યાંનાં બાળકોને માતૃભાષા ગુજરાતીમાં શિક્ષણનો લાભ આપી રહી છે. આ વાત છે કુર્લાસ્થિત શ્રી ગુજરાતી સેવાસમાજ સંચાલિત શ્રી ગુજરાતી સમાજ વિદ્યાલયની, જ્યાં લૉકડાઉન દરમિયાન પણ મોટી સંખ્યામાં બાળકો જોડાયાં હતાં. જેમના કેટલાક વિદ્યાર્થીઓ અંગ્રેજી છોડી અને આ શાળામાં આવ્યા છે.

આ ગુજરાતી શાળામાં પ્રાથમિક ધોરણથી જ ઍક્ટિવિટી બેઝ્ડ શિક્ષણ પર ભાર આપવામાં આવે છે. બ્લૅક બોર્ડનો ઓછામાં ઓછો ઉપયોગ કરી અભિનય અને નાચતાં-કૂદતાં ભૂલકાંઓ પ્રાથમિક શિક્ષણ અપાય છે. ઉપરાંત બાળકોને ઉપયોગી બુકનો સેટ ગુજરાતથી પણ મગાવવામાં આવે છે, જેમાં ગુજરાતી, અંગ્રેજી અને હિન્દી ભાષાનો સારો સમન્વય છે.

મુંબઈ શહેરમાં કોરોના પરિસ્થિતિ કાબૂમાં, શહેરમાં કોરોનાના પોઝિટિવિટી રેટ ઘટીને 2.6% થયો ; જાણો આજે કેટલા નવા આવ્યા સામે

લૉકડાઉન દરમિયાન પણ શાળાએ માર્કેટિંગ ચાલુ રાખ્યું હતું, જેથી આ શાળામાં મોટા પ્રમાણમાં બાળકો જોડાયાં હતાં. શાળાના પ્રચાર માટે શિક્ષકોએ શાળામાં થતી પ્રવૃત્તિઓ સાથે પેમ્પ્લેટનું વિતરણ કર્યું હતું. તો શક્ય હોય ત્યાં બૅનર પણ લગાવ્યાં હતાં. શાળામાં દર મહિને જરૂરિયાતમંદ દસ વિદ્યાર્થીઓને રાશનની કિટનું પણ વિતરણ કરવામાં આવે છે. શાળામાં દરેક સંસ્કૃતિ અને બીજી વિવિધ પ્રવૃત્તિઓ પણ કરવામાં આવે છે.

આ સંદર્ભે વાત કરતાં શાળાનાં પ્રાથમિક વિભાગનાં આચાર્યા જાગૃતિબહેને ન્યુઝ કન્ટિન્યુઝને જણાવ્યું કે “અમે શાળાના પ્રચાર-પ્રસાર માટે કાર્ય કરી રહ્યાં છીએ. ઉપરાંત નવી શિક્ષણ નીતિમાં કહેવાયું છે કે બાળકોનું પ્રાથમિક શિક્ષણ તો માતૃભાષામાં જ થવું જોઈએ.” બીજી તરફ શાળાના શિક્ષક મયંક સરે જણાવ્યું કે “અમારો સીધો સંપર્ક સેતુ વાલીઓ છે, અમે વાલીઓના સતત સંપર્કમાં રહીએ છીએ અને જરૂર હોય ત્યારે વાલીસભાઓ પણ કરીએ છીએ.”

ઉલ્લેખનીય છે કે છેલ્લાં અમુક વર્ષોમાં ૨૫ જેટલાં બાળકો અંગ્રેજી માધ્યમ છોડી અને આ શાળામાં જોડાયાં છે. બે વર્ષ અગાઉ જે વિદ્યાર્થીઓ અંગ્રેજી માધ્યમમાંથી આ શાળામાં જોડાયા હતા તેમને એક કાર્યક્રમ દરમિયાન પ્રમાણપત્ર આપી સન્માનિત કરવામાં આવ્યા હતા.

You Might Be Interested In

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More