ન્યુઝ કંટીન્યૂઝ બ્યુરો
મુંબઈ, ૦૭ મે 2021
શુક્રવાર
કોરોનાના કપરા સમયમાં જ્યારે બધા ઘરે બેઠા છે, ત્યારે નાસિકમાં શ્રી પંચવટી એજ્યુકેશન સોસાયટી દ્વારા સંચાલિત શ્રી ગોદાવરીબાઈ પ્રાથમિક શાળા અને શ્રી આર. પી. વિદ્યાલય એકમાત્ર ગુજરાતી શાળાના શિક્ષકો, આચાર્યો, ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ અને ખાસ ટ્રસ્ટીઓ પોતાની શાળાને ધમધમતી કરવાના ધ્યેયમાં લાગી પડ્યા છે.

વાત એમ છે કે પોતાની શાળાના પ્રચાર-પ્રસાર અને માતૃભાષામાં શિક્ષણના ફાયદા લોકો સુધી પહોચાડવા જનજાગૃતિના ભાગરૂપે શાળાના સંચાલકો અને શિક્ષકોએ નાસિકની પ્રતિષ્ઠિત અંગ્રેજી શાળામાં ભણતા ગુજરાતી વાલીઓની મિટિંગ કરી હતી. સર્વપ્રથમ મિટિંગ માર્ચની શરૂઆતમાં લેવામાં આવી હતી, જેમાં દસ વાલીઓએ ભાગ લીધો હતો. મિટિંગ દરમિયાન દરેક વાલીઓના પ્રશ્ર્નોનો સંતોષકારક જવાબ આપી ૨.૩૦ થી ૩ કલાક બધા જ વાલીઓના પ્રશ્ર્નોના ગળે ઉતરે એવા સમાધાન આપવામાં આવ્યા. પરિણામરૂપે દસે-દસ વાલીઓએ પોતાના બાળકોને અંગ્રેજી માધ્યમમાંથી ગુજરાતી માધ્યમમાં મુકવાનો નિર્ણય જાહેર કર્યો. આવતા શૈક્ષણિક વર્ષમાં આ બાળકોને પ્રવેશ આપવામાં આવશે.
વાલીઓના એસોસિએશન ની જાહેરાત : જ્યાં સુધી સુપ્રીમના આદેશનો અમલ નથી થતો ત્યાં સુધી વાલીઓ ફી નહીં ભરે.
આ સંદર્ભે વાત કરતા શ્રી ગોદાવરીબાઈ પ્રાથમિક શાળાના પ્રકલ્પ કો-ઓર્ડીનેટર પ્રતિભાબેને ન્યુઝ કંટીન્યૂઝને જણાવ્યું કે “વાલીઓને મુખ્યત્વે પોતાના બાળકોને અંગ્રેજી કે ગુજરાતી નહિ આવડે તેવો ડર હોય છે. અમે સ્પોકન અંગ્રેજી અને ગુજરાતી ભાષામાં વિદ્યાર્થી રસ લેતા થાય તેમાં તે માટે વિવિધ ઉપક્રમો શરૂ કાર્ય છે.” સ્પોકન અંગ્રેજી માટે શાળાએ ધોરણ પ્રમાણે પાઠ્યક્રમ તૈયાર કર્યો છે.

એક સફળ પ્રયોગ બાદ તેમણે માર્ચ મહિનામાં બીજી પણ એક વાલીઓની મિટિંગ લીધી હતી, જેમાં ૧૨ વાલીઓએ ભાગ લીધો હતો. આ વાલીઓએ પણ ગુજરાતી માધ્યમમાં પોતાના બાળકોને મુકવા માટે સકારાત્મક અભિગમ દાખવ્યો છે. નાસિક શહેરમાં આ એકમાત્ર ગુજરાતી શાળા આજે પણ વિદ્યાર્થીઓથી ધમધમે છે અને પ્રગતિના પંથે છે.
ઉલ્લેખનીય છે કે બાળકો ગુજરાતી વાંચતા-લખતા શીખે અને સાહિત્યમાં રસ લેતા થાય તે માટે ૧૫ દિવસનો એક નવો ઉપક્રમ પણ શરૂ કર્યો છે. જેમાં બાળક વિશ્વના કોઈપણ ખૂણેથી ભાગ લઇ શકશે. વય પ્રમાણે તેમને ગુજરાતી ભાષા શીખવવામાં આવશે. આ માટે ૧૪ મે સુધીમાં રજીસ્ટ્રેશન શરૂ છે. લેકચર ૧૭ મેથી ૩૧ મે દરમિયાન ઓનલાઈન લેવામાં આવશે. આ ઉપક્રમ માટે કોઇપણ ફી રાખવામાં આવી નથી.
મુંબઈ શહેરમાં ' walk-in' વેક્સિનેશન બંધ થયું. બંધ થવા પાછળ આ છે પ્રમુખ કારણ.
રજીસ્ટ્રેશનની લીંક:- https://docs.google.com/forms/d/e/1FAIpQLSfJddQrgczsIytThpgTQ1-doJ3qGBvHIZVPXJQ7nXuhhMmMNw/viewform?usp=sf_link