News Continuous Bureau | Mumbai
Maharashtra State Gujarati Sahitya Akademi : રોજ અખબાર ( News Paper ) હાથમાં આવે કે અઠવાડિયે સાપ્તાહિકની કૉપી એક બેઠકે પૂરી વાંચી જઈએ એ આપણા માટે સહજ હતું. છેલ્લા બે ત્રણ વર્ષથી થોડો બદલાવ આવ્યો! હવે હથેળીમાં સેલફોન ( cell Phone ) ગોઠવાઈને અખબારની બધી માહિતી આપણા સુધી પહોંચવા માંડી અને એનાથી પણ આપણે ટેવાવા માંડ્યા! આ સહજતા છતાં ન્યૂસ ( news ) અને વ્યૂઝના ભંડાર તમારી સામે ખુલ્લા કરનાર પત્રકાર ( Journalist ) કે તંત્રીને સામાન્ય ભાવક સરળતાથી નથી મળી શકતો.
મહારાષ્ટ્ર રાજ્ય ગુજરાતી સાહિત્ય અકાદમીએ ” આજનું પત્રકારત્વ” આ નામ હેઠળ એક સંવાદ ગોષ્ઠિ યોજીને મુંબઈ ( Mumbai ) ના પત્રકાર જગતના ત્રણ અવ્વલ પત્રકારોના સંઘર્ષની, આજના કાર્યક્ષેત્રની, વાચકની અપેક્ષાઓની તથા ભવિષ્યના પડકારોની વાત ભાવકો સામે મૂકવાનું આયોજન કર્યું છે. ‘ચિત્રલેખા ‘ના તંત્રી હીરેન મહેતા, ડિજિટલ મેગેઝિન ‘ મુંબૈયા ગુજરાતી ” ના સ્થાપક તથા તંત્રી રાજેશ થાવાણી અને ન્યૂઝ કન્ટિન્યુઝ.કોમના સંપાદક ડૉ.મયુર પરીખ સાથે જ્હાનવી પાલ અને પ્રતિમા પંડ્યા સંવાદ કરશે. હાજર શ્રોતાઓ પણ પેનલના સભ્યોને પ્રશ્ન પૂછી શકશે.
આ સમાચાર પણ વાંચો : IND vs SA 2nd Test : શું તમે ભારતનો નાટ્યાત્મક ધબળકો જોયો. જેમાં 0 રને 6 વિકેટ પડી. જુઓ તમામ વિકેટ અહીં…
આ કાર્યક્રમ ૭ જાન્યુઆરી રવિવારે સાંજે ૫.૩૦ વાગ્યે ( સમયસર ) કેઈએસ ગુજરાતી ભાષાભવન , બીજે માળે, જયંતીલાલ પટેલ લૉ કૉલેજ, કાંદીવલી રિક્રીએશન ક્લબની બાજુમાં, કાંદીવલી પશ્ચિમના સરનામે યોજાશે. આ જાહેર કાર્યક્રમ છે અને બેઠક વ્યવસ્થા વહેલો એ પહેલોના ધોરણે છે.