Site icon

મુંબઈના ગુજરાતીએ દેશભરમાં નામ ગજાવ્યું- CAની પરીક્ષામાં દેશમાં આવ્યો અવ્વલ-જાણો વિગત

News Continuous Bureau | Mumbai

ચાર્ટડ એકાઉન્ટન્ટ(Chartered Accountant) (CA)ની ફાઈનલનું રિઝલ્ટ(Final Result) શુક્રવારે જાહેર થયું હતું, જેમાં મુંબઈના ૨૨ વર્ષીય મીત અનિલ શાહે(Meet Anil Shah) ૮૦૦માંથી ૬૪૨ માર્ક્સ મેળવી ૮૦.૨૫ ટકા સાથે દેશમાં પ્રથમ સ્થાન મેળવ્યું છે. 

Join Our WhatsApp Community

CAની પરીક્ષામાં(CA Exam) ભલભલા ગોથું ખાઈ જતા હોય છે ત્યારે પહેલા જ પ્રયાસમાં મીતે CAની પરીક્ષા પાસ કરી છે. એટલું જ નહીં પણ દેશભરમાં તેણે પ્રથમ નંબર પણ હાસિલ કર્યો છે.

મીતે મીડિયા હાઉસને જણાવ્યા મુજબ કોરોના સમયગાળામાં(Corona period) લાદવામાં આવેલા લોકડાઉનનો પૂરેપૂરો ઉપયોગ તેણે સીએના અભ્યાસ(CA Study)  માટે કર્યો હતો. સારા નંબરે અને હાયર રેન્કે(Higher rank) પાસ થવાનો પોતાની જાત પર વિશ્વાસ તો હતો પરંતુ સમગ્ર દેશમાં પહેલો આવશે તેવું કોઈ દિવસ વિચાર્યું નહોતું. 

મુંબઈના મહાલક્ષ્મી(Mahalakshmi) વિસ્તારમાં મીત રહે છે. તેણે એચ.આર.કૉલેજમાંથી(HR College) ગ્રેજ્યુએશન(Graduation) પાસ કર્યું છે. પહેલા  પ્રયાસમાં જ સીએના તમામ સ્ટેજ પાર કરવાની સફળતા ખૂબ ઓછાં લોકોને મળતી હોય છે.

આ સમાચાર પણ વાંચો : ગુજરાતી માતૃભાષાની શાળાઓમાં આખા મહારાષ્ટ્રમાં પ્રથમ આવનાર વિદ્યાર્થીનીને 95 ટકા મળ્યા છે- જાણો તેના વિચારો

મીત પોતાનું કરિયર સીએ અથવા એમબીએમાં(MBA) આગળ વધારવા ઈચ્છતો હતો. પરંતુ એમબીએ કરતાં સીએમાં તેને વધુ રસ જણાયો હતો. તેથી ગમતા  ક્ષેત્રમાં કરિયર બનાવવા તેણે મહેનત ચાલુ કરી દીધી  હતી. 

લોકડાઉનના પીરીયડમાં દિવસ રાત સીએની તૈયારીઓ મીતે કરી હતી. લોકડાઉનમાં તેને વર્ક-ફ્રોમ-હોમનો(Work from home) ફાયદો થયો હતો. મીતની  આર્ટિકલશીપ(Articleship) હવે આ મહિનાના અંતે પૂરી થવાની છે. તે પહેલાં જ તેણે સીએ તરીકેની સફળતા મેળવી લીધી છે.
 

Gandhinagar: ગાંધીનગરમાં ટાઇફોઇડનો કહેર: 110 થી વધુ કેસ નોંધાતા અમિત શાહ એક્શન મોડમાં, અધિકારીઓને આપ્યો આવો આદેશ
P P Savani: પી.પી. સવાણી પરિવારના ‘કોયલડી’ સમૂહલગ્નમાં પિતાવિહોણી ૧૩૩ દીકરીઓ લગ્નગ્રંથિથી જોડાઈ
Pavagadh Parikrama Yatra: પાવાગઢ પરિક્રમા યાત્રાનો આજથી પ્રારંભ, બે દિવસ સુધી શ્રદ્ધાનો મહાસંગમ
Women Empowerment Gujarat: સુશાસનથી સશક્તીકરણ: આત્મનિર્ભરતાના આકાશમાં ઉડતી ગુજરાતની નારીશક્તિ
Exit mobile version