News Continuous Bureau | Mumbai
News Continuous Honoured: ઉત્તર મુંબઈના મલાડ (પશ્ચિમ) ઉપનગરમાં સ્થિત હોટલ સાઈ પેલેસમાં ગત 2 ડિસેમ્બર 2023 ના પત્રકાર વિકાસ સંઘ (PVS) દ્વારા પત્રકાર સન્માન કાર્યક્રમ નું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં મુંબઈ (Mumbai) ના ગણમાન્ય પત્રકારો અને પબ્લિકેશનો ને તેમના પત્રકારત્વના કાર્યમાં યોગદાન માટે સન્માનવામાં આવ્યા હતા.
#NewsContinuous #Honoured: ન્યુઝકન્ટીન્યુઝને #PVS દ્વારા મળ્યો ‘સર્વશ્રેષ્ઠ #ગુજરાતી #ડિજિટલ પ્લેટફોર્મ’નો #એવોર્ડ, સંપાદક ડૉ. મયૂર પરીખે સ્વીકાર્યુ #સન્માન…#NewsContinuous #gujaratiportal #Digitalnews #Digitaljournalism #newsportal #PVSAward #Mayurparikh #gujaratinews pic.twitter.com/cXcthGLNZU
— news continuous (@NewsContinuous) December 7, 2023
મહારાષ્ટ્ર વિધાનસભા અધ્યક્ષ, શ્રી રાહુલ નાર્વેકર મુંબઈ શહેરના જોઈન્ટ પોલીસ કમિશનર, શ્રી સત્યનારાયણ ચૌધરી, રાજ્યના ભૂતપૂર્વ કેબિનેટ મંત્રી શ્રી અસલમ શેખ અને શ્રીમતી વિદ્યા ઠાકુર તેમજ સાંસદ ગોપાલ શેટ્ટી કાર્યક્રમ ના મુખ્ય અતિથિ હતા. આ કાર્યક્રમમાં ન્યુઝ કન્ટીન્યુઝ ને ‘સર્વશ્રેષ્ઠ ગુજરાતી ડિજિટલ પ્લેટફોર્મ’ (Digital portal) નો એવોર્ડ આપવામાં આવ્યો. ન્યુઝ કન્ટીન્યુઝ ના સંપાદક ડૉ. મયુર પરીખે (Mayur Parikh) આ પુરસ્કાર (Award) સ્વીકાર્યો હતો.
ડૉ. મયુર પરીખ ને પત્રકારત્વના ક્ષેત્રમાં છેલ્લા 23 વર્ષનો અનુભવ છે. પોતાની કારકિર્દી દરમિયાન તેઓ આલ્ફા ગુજરાતી, ઝી ન્યુઝ, સ્ટાર ન્યુઝ, એબીપી ન્યુઝ, ઓલ ઇન્ડિયા રેડિયો જેવી પ્રતિષ્ઠિત ન્યુઝ સંસ્થા સાથે કામ કરી ચૂક્યા છે. તેઓ મહારાષ્ટ્ર રાજ્ય ગુજરાતી સાહિત્ય અકાદમીના સભ્ય પણ રહી ચુક્યા છે. તેમજ પત્રકારત્વના વ્યવસાય પ્રત્યે તેમની કુશળતા અને પ્રતિબદ્ધતા માટે તેઓ જાણીતા છે. ભારતના 19 રાજ્યો તેમજ 2 દેશોમાં તેઓ રિપોર્ટિંગ કરી ચુક્યા છે. હાલ તેઓ ન્યુઝ કન્ટિન્યૂઝના સંપાદક છે. ન્યુઝ કન્ટિન્યૂઝ એ મુંબઈ સ્થિત ગુજરાતી ભાષાનું ન્યુઝ પોર્ટલ છે જે સામયિક વિષયો પર લેખ તેમજ રિપોર્ટ ડિજિટલ માધ્યમથી વાચકો સુધી પહોંચાડે છે.
પત્રકાર વિકાસ સંઘની જ્યુરી દ્વારા પસંદ કરાયેલા પત્રકારો અને પત્રકાર મિત્રોને વિવિધ એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા હતા. જેમાં શ્રેષ્ઠ સંપાદક તરીકે પુઢારીના તુલસીદાસ ભોઇટે, ઇન્કલાબ દૈનિકના વરિષ્ઠ પત્રકાર સઈદ અહમદ ખાનને સિલ્વર જ્યુબિલી એવોર્ડ, NBTના રાજકુમાર સિંહને શ્રેષ્ઠ પોલિટિકલ રિપોર્ટર, ફ્રી પ્રેસ જર્નલના આશિષ સિંહને બેસ્ટ ક્રાઇમ રિપોર્ટર, ટાઈમ્સ નાઉ નેટવર્કની શ્વેતા વર્માને બેસ્ટ રિપોર્ટર (જનરલ કેટેગરી), TOI પ્લસના રાજુ શિંદેને શ્રેષ્ઠ ફોટોગ્રાફર, સીએનએન ન્યૂઝ 18 ની યેશા કોટકને બેસ્ટ યંગ જર્નાલિસ્ટ, એબીપી માઝાના યોગેન્દ્ર ગુપ્તાને બેસ્ટ વીડિયો જર્નાલિસ્ટ, હિન્દુસ્તાન ટાઈમ્સના નિવૃત ડેપ્યુટી ફોટો એડિટર વિજયાનંદ ગુપ્તાને પીવીએસ જીવન ગૌરવ સન્માન, સત્યપ્રકાશ તિવારીને શ્રેષ્ઠ સાપ્તાહિક/પાક્ષિક, તેમજ દોપહર કા સામના ના રવિન્દ્ર મિશ્રાને પાર્ટ-ટાઇમ પીવીએસ જ્યુરી એવોર્ડથી નવાજવામાં આવ્યા હતા. આ ઉપરાંત જાણીતા ઉદ્યોગપતિ શિવજી અગ્રવાલને પત્રકાર મિત્ર એવોર્ડ, રમણ શુક્લા, એડવોકેટ શૈલેન્દ્ર દુબે અને શિક્ષણવિદ અજય પાંડેને આઈટી એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા હતા.
આ પ્રસંગે ધારાસભ્ય અસલમ શેખ અને વિદ્યા જયપ્રકાશ ઠાકુરે પણ પોતાના વિચારો વ્યક્ત કર્યા હતા. શિવસેના યુબીટીના પ્રવક્તા આનંદ દુબે, આરટીઆઇ કાર્યકર્તા અનિલ ગલગલી, બીજેપી નેતા ઉદય પ્રતાપ સિંહ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમને સફળ બનાવવા વરિષ્ઠ પત્રકારો સુનિલ સિંહ, અભય મિશ્રા, અમર ત્રિપાઠી, અજય સિંહ, ભાનુ પ્રકાશ મિશ્રા, સમીઉલ્લા ખાન, ધર્મેન્દ્ર પાંડે, રાજ કિશોર તિવારી, દેવાંશ મિશ્રા, સચિન શર્મા, અબ્દુલ ચૌધરી, મુરારી સિંહ, તુફૈલ ખાન વગેરેનું વિશેષ યોગદાન રહ્યું હતું.