News Continuous Bureau | Mumbai
સફળતા પ્રાપ્ત કરવાનાં સપના તો દરેક વ્યક્તિ જોતા હોય છે,
પણ સપનાં તેના જ પૂરા થાય છે જેની મહેનત મજબૂત હોય છે.
આ સુવાક્યને સિદ્ધ કરી બતાવ્યું છે માતૃભાષાની શાળા ભાયંદર(Bhayandar)માં સ્થિત જે. એચ. પોદાર હાઈ સ્કુલ(J.H. Podar school)ની વિદ્યાર્થિનીએ. દસમાં ધોરણમાં ૯૫.૨૦ ટકા સાથે ઉત્તીર્ણ થઈ હિમાંશી મહેશભાઈ બલદાણીયાએ પોતાના માતા-પિતા સાથે પોતાની શાળાનું નામ પણ રોશન કર્યુ છે. હિમાંશી બેનની અથાગ મહેનતનું ફળ દસમાંના પરિણામમાં છલકાયું છે. તેણીને ખુબ જ ગર્વ છે કે માતૃભાષા (Mother tongue) ની શાળામાં ભણી તેને આ સફળતા પ્રાપ્ત કરી છે. તેણીએ જણાવ્યું કે માતૃભાષામાં ભણતર ને લીધે તે ક્યાંય અટકતી નથી અને અંગ્રેજી ભાષા(English Language) પર પણ તેનું ઘણું પ્રભુત્વ છે. મુંબઈ ગુજરાતી સંગઠન(Mumbai Gujarati Sangathan) સાથે વાત કરતા તેણીએ જણાવ્યું કે "સારા ટકાથી ઉત્તીર્ણ થઈ તેની ખુશી મને હતી જ પણ મહારાષ્ટ્રની તમામ ગુજરાતી શાળામાં પ્રથમ ક્રમાંક આવવો એ મારા માટે ખૂબજ તાજુબની વાત છે. માતૃભાષામાં ભણીને મને ખૂબ જ ફાયદો થયો છે, ગુજરાતી ભાષામાં વિજ્ઞાન ભણી ઘણી ઓછી મહેનતે મને concepts સમજાયા છે. મારા મતે બધાએ પોતાની માતૃભાષામાં જ ભણતર લેવું જોઈએ. "તેણી આગળના અભ્યાસ માટે વાણિજ્ય લેવાનું વિચાર કરી રહી છે. માતૃભાષા પ્રત્યે અપાર પ્રેમ તેણી વાણી પરથી છલકાઈ રહ્યો હતો.
આ સમાચાર પણ વાંચો : મુંબઈનું વડાલા આખું પાણી પાણી- રોડ રસ્તા પાણીમાં ડૂબી ગયા- જુઓ વિડિયો