ન્યુઝ કંટીન્યૂઝ બ્યુરો
મુંબઈ, ૧૧ મે 2021
મંગળવાર
પ્રથમ લોકડાઉન દરમિયાન પોતાના વતન પાછા ફરેલા એક યુવકે ત્યાં જઈ બસી રહેવા કરતા પોતાના પેસનને ફોલો કરી, પોતાનો મ્યુઝિક વિડિયો બનાવી યુટ્યુબ પર મુક્યો હતો. આજે તે વિડિયોને હજારો લોકો માણી ચુક્યા છે. આ વાત છે હર્ષલ રબારીની જેણે લોકડાઉનના સમયનો સદુપયોગ કરી સિદ્ધી મેળવી છે.

હર્ષલ મુંબઈની કે.ઈ.એસ. કૉલેજમાં પ્રથમ વર્ષમાં અભ્યાસ કરતો હતો. ભણવાની સાથે તે સંગીતનો પણ શીખતો હતો. લોકડાઉન દરમિયાન તે પોતાના વતન કચ્છ પાછો ફર્યો હતો, ત્યાં પણ તેણે સંગીત શીખવાનું ચાલુ રાખ્યું હતું. હર્ષલ કચ્છના સ્થાનિક કલાકારોને મળ્યો અને તેમની સાથે એક મ્યુઝિક આલ્બમ બનાવવા માટે મહેનત શરૂ કરી.

હર્ષલે હેચ.આર. પ્રોડક્શન નામથી ચેનલ શરૂ કરી અને પાછલા વર્ષે જુલાઈ મહિનામાં ૪ મ્યુઝિક વિડિયો સાથે પોતાનું આલ્બમ યુટ્યુબ પર મુક્યું જેમાં આરાધી વાણી અને કબીર વાણી પર આધારિત ભજનો હતા. આ આલ્બમને લોકોની ખૂબ સરાહના મળી. તેમાં પણ હર્ષલે ગયેલા ભજન પર ‘મુખડા ક્યાં દેખો દર્પણ મેં’ ગીતને લોકોનો બહોળો પ્રતિસાદ મળ્યો. હાલ તે ગીત પર લગભગ ૪૫ હજાર વ્યુઝ છે.
આ રાજ્યમાં ભાજપના 61 ધારાસભ્યોને સીઆઇએસએફ નું સુરક્ષા કવચ.
ન્યુઝ કંટીન્યૂઝ સાથે વાત કરતા હર્ષલે જણાવ્યું કે “સંગીતમાં માણસનું જીવન બદલવાની તાકાત છે. ભલે તે માત્ર સંગીત સંભાળનાર વ્યક્તિ જ કેમ ન હોય”. હર્ષલે ત્યાર બાદ નામાંકિત કલાકાર નંદલાલ છાંગા સાથે તેના ૨ મ્યુઝિક વિડિયો ‘અચ્યુતમ કેશમ’ અને ‘રાધા રમણ’માં ગીટાર આર્ટીસ્ટ કરીકે કામ કર્યું હતું. દરમિયાન તેને ગીતા રબારીને પણ મળવાની તક મળી હતી. તે સમયની પણ એક સંગીત કૃતિ તેને પોતાની ચેનલ પર મૂકી છે.
ઉલ્લેખનીય છે કે હર્ષલ કોલેજના એન.સી.સી. યુનિટમાં ખૂબ જ સક્રિય હતો. તે હવે વડોદરા સ્થિત એમ.એસ. યુનીવર્સીટીમાંથી સંગીતનો વધુ અભ્યાસ કરવા આતુર છે. હર્ષલે પોતાની મહેનતથી સિદ્ધ કર્યું છે કે જ્યાં ચાહ છે ત્યાં રાહ અચૂક છે જ.
બહેનો, હવે નેઇલ પોલીશ નહીં લગાડતા. ઓક્સિમિટર ચકરાવે ચઢે છે.