સ્ત્રીની લાગણીઓ વિશે લખ્યા ૫૦૦ જેટલા લેખ; હવે એને યુટ્યુબ ઉપર ચિત્રીકરણ મળશે, વાંચો એક ગૃહિણીની સાહિત્યપ્રેમની વાર્તા

by Dr. Mayur Parikh

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ, ૧૯ જૂન ૨૦૨૧

શનિવાર

આ વાત છે એક એવી ગૃહિણીની જેણે સ્ત્રીની લાગણીઓ વિશે લગભગ ૫૦૦ જેટલા લેખ લખ્યા છે અને હવે એનું યુટ્યુબ પર ચિત્રીકરણ કરવાનું છે. ઘાટકોપરમાં રહેતાં અને ઘાટકોપરની જ એસ.પી.આર. જૈન ગુજરાતી શાળામાં ભણેલાં હેતલબહેન મહેતાએ હવે પોતાના સ્ત્રીના હૃદયમાં ધબકતાં સ્પંદનો પર લખેલા લેખોને યુટ્યુબના માધ્યમે વાચકો અને શ્રોતાઓ સુધી પહોંચાડવા મથી રહ્યાં છે.

હેતલબહેને આ લેખો ઉપરાંત બે ગીતો પણ લખ્યાં છે અને એને પોતાની યુટ્યુબ ચૅનલ રુહાની પર પણ મૂક્યાં છે. હેતલબહેન સ્પોન્ટેનિયસ લેખિકા છે એટલે કે આપેલા કોઈપણ વિષય પર તરત જ લેખ અને કાવ્યો લખી શકે છે. ઉપરાંત વિવિધ સ્પર્ધાઓમાં પણ તેમની કૃતિઓ વિજેતા તરીકે પસંદગી પામી છે.

બી. આર. ચોપડાની મહાભારતમાં કુંતીની ભૂમિકા ભજવનારી આ અભિનેત્રી જીવી રહી છે ગુમનામ જિંદગી, 70ના દાયકામાં બિકિની પહેરીને મચાવી હતી ખલબલી; જાણો વિગતે
 

હકીકતે પોતાના શાળાકીય અભ્યાસ દરમિયાન શાળામાં જ આયોજિત પબ્લિક સ્પીકિંગની વર્કશૉપમાંથી તે પોતાની લાગણીઓને શબ્દોમાં વ્યક્ત કરતાં શીખ્યાં હતાં અને ત્યાર બાદ તેમને ગુજરાતી ભાષા સાહિત્યમાં રસ પડવા લાગ્યો હતો અને તેમણે લખવાની શરૂઆત કરી હતી.

આ સંદર્ભે વાત કરતાં હેતલબહેને ન્યુઝ કન્ટિન્યુઝ કહ્યું કે,“મારા લેખનકાર્યમાં અને તેના ચિત્રીકરણમાં મને પરિવારનો પૂરો સહકાર મળ્યો છે.” તેઓ પોતાના આ લેખોને વાચકો સુધી ડિજિટલ રીતે જ પહોંચાડવા ઇચ્છે છે અને એ માટે પ્રગતિના પંથે છે.

ઉલ્લેખનીય છે કે ઘાટકોપરની જાણીતી ગુજરાતી શાળામાં એસ.પી.આર. જૈન કન્યા શાળાની આ ભૂતપૂર્વ વિદ્યાર્થિની આજે પણ પોતાની શાળા સાથે સંકળાયેલી છે અને શાળાના કાર્યક્રમ માટે દર વર્ષે બાળકોને પોતાના અનુભવથી વિવિધ કલાઓ પણ શીખવે છે.

You Might Be Interested In

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More