World Gujarati Language Day : સોલાપુર ગુજરાતી મિત્ર મંડળ માં ઉજવાયો વિશ્ર્વ ગુજરાતી ભાષા દિવસ..

World Gujarati Language Day : વિશ્વ ગુજરાતી ભાષા દિવસ અને સોલાપુર ગુજરાતી સાહિત્ય ફોરમની બીજી વર્ષગાંઠ, આ બંને પ્રસંગોનું ઔચિત્ય સાધીને તારીખ ૨૪ ઑગષ્ટ ૨૦૨૩ ના, સોલાપુર ગુજરાતી સાહિત્ય ફોરમે સાહિત્ય બેઠકનું આયોજન કર્યું હતું.

by Akash Rajbhar
World Gujarati Language Day was celebrated in Solapur Gujarati Mitra Mandal..

News Continuous Bureau | Mumbai 

World Gujarati Language Day : વિશ્વ ગુજરાતી ભાષા દિવસ અને સોલાપુર(solapur) ગુજરાતી સાહિત્ય ફોરમની બીજી વર્ષગાંઠ, આ બંને પ્રસંગોનું ઔચિત્ય સાધીને તારીખ ૨૪ ઑગષ્ટ ૨૦૨૩ ના, સોલાપુર ગુજરાતી સાહિત્ય ફોરમે સાહિત્ય બેઠકનું આયોજન કર્યું હતું. ૩૭ સભ્યો સાથે શરૂ થયેલા આ ફોરમમાં ૧૦૯ સભ્યો છે.ફોરમના એડમિન સૌ. સ્વાતિ દેસાઈએ(swati desai) સહુ ઉપસ્થિતોનુ સ્વાગત કર્યુ હતું.ત્યારબાદ શ્રી સોલાપુર ગુજરાતી મિત્ર મંડળના અધ્યક્ષ શ્રી મુકેશભાઈ મહેતાએ(mukesh mehta) સહુને પુસ્તકોનું મહત્વ સમજાવતા સમાજના વાંચનાલય અંગે માહિતી આપી હતી. આ કાર્યક્રમમાં ફોરમના ૯ રત્નોએ સ્વરચિત કૃતિ રજૂ કરી હતી.એ સિવાય ફોરમના સભ્યો એ નાટ્યપઠન, કથા પઠન અને કાવ્યપઠન જેવી વિવિધ કૃતિઓ રજૂ કરી હતી. આ કાર્યક્રમમાં ભાગ લેનારા સભ્યો હતાં, રમેશ ગોરડિયા, હરીશ ગાલા, મુકેશ મહેતા, નેરલ ગડા , અરૂણા શાહ, નયન જોશી, અલકા દોશી, સંગીતા મહેતા, ચંદન ગોસર, મીના શાહ, શ્રદ્ધા વોરા, પ્રજ્ઞા ઠક્કર, પ્રીતિ શાહ, સ્વાતિ ગાંધી અને પ્રીતિ ગોસર!! સ્વાતિ દેસાઈએ કાર્યક્રમનું સૂત્ર સંચાલન કર્યું હતું. આ પ્રસંગે મંડળના ઉપાધ્યક્ષ મણિકાન્ત દંડ, સહસચિવ સંદીપ ઝવેરી, કારોબારીના સભ્યો સંજય શાહ, હિતેન્દ્ર વોરા, તિલોક શાહ વગેરે ઉપસ્થિત રહ્યા હતા. ભાગ લેનાર ભેટ આપી ને સન્માન કરવામાં આવ્યું હતું. આભારવિધિ સ્વાતિ દેસાઈએ કરી હતી.

આ સમાચાર પણ વાંચો : Hindenburg 2.0: હવે આવશે હિન્ડેનબર્ગ 2.0? આ સંસ્થા ભારતના કેટલાક મોટા કોર્પોરેટ હાઉસને એકસપોઝ કરવાની તૈયારીમાં ! જાણો કોણ છે આ સંસ્થા અને શું છે આ સંપુર્ણ મામલો..

Join Our WhatsApp Community

You may also like