News Continuous Bureau | Mumbai
Cow Attack Video: રસ્તે રખડતા પશુઓ ( Stray cow ) જોવાની વાત નવી નથી. પરંતુ ક્યારેક આ પ્રાણીઓ રસ્તા પર ચાલતા વૃદ્ધો અને બાળકો પર હુમલો ( Attack ) કરે છે, જેનાથી લોકોના જીવ પણ જોખમમાં મુકાય છે. આવા ખતરનાક હુમલાના વીડિયો સોશિયલ મીડિયા પર દરરોજ વાયરલ થતા રહે છે. લેટેસ્ટ વિડિયો ચેન્નાઈનો છે, જે એટલો ભયાનક છે કે તેને જોયા પછી લોકો ચોંકી ગયા છે
જુઓ વિડીયો
— vídeos pra ver cagando (@videospvcagado) December 12, 2023
વીડિયોમાં એક વૃદ્ધ વ્યક્તિ લાકડીના સહારે રસ્તા પર ચાલતો જોવા મળે છે. અચાનક એક રખડતી ગાયે તેને પાછળથી ટક્કર મારી. જેના કારણે વૃદ્ધ રોડ પર પડી ગયા હતા. આ જોઈને એક વ્યક્તિ તેને બચાવવા આગળ આવ્યો. આ વીડિયો ઉત્તર પ્રદેશ (યુપી)નો હોવાનું કહેવાય છે. જોકે સત્તાવાર પુષ્ટિ થઈ શકી નથી.
આ સમાચાર પણ વાંચો : Aadhaar Card: UIDAIએ આપી મોટી રાહત… હવે તમે આ તારીખ સુધી આધારને ફ્રીમાં અપડેટ કરી શકો છો, સમયમર્યાદા લંબાવાઈ..