Site icon

Elephant swimming : ઓહો શું દ્રશ્ય છે… ? હાથીઓનું ટોળું બ્રહ્મપુત્રા નદીને એકસાથે પાર કરતું જોવા મળ્યું; જુઓ મનમોહક વિડીયો..

Elephant swimming : સોશિયલ મીડિયા પર એક રસપ્રદ વીડિયો વાયરલ થઈ રહ્યો છે, જેમાં હાથીઓનું ટોળું બ્રહ્મપુત્રા નદી પાર કરીને એક કિનારેથી બીજા કિનારે જતું જોવા મળે છે.

Elephant swimming Large Elephant Herd Spotted Swimming Across Brahmaputra River

Elephant swimming Large Elephant Herd Spotted Swimming Across Brahmaputra River

  News Continuous Bureau | Mumbai

 Elephant swimming : જંગલની દુનિયામાંથી એવા ઘણા વીડિયો સામે આવે છે, જેને જોઈને ક્યારેક આશ્ચર્ય થાય છે તો ક્યારેક પોતાની આંખો પર વિશ્વાસ નથી થતો. તો ક્યારેક પ્રાણીઓ ( Animal ) ના ટોળાઓ વચ્ચે અદભૂત એકતા જોવા મળે છે. જો આપણે હાથીઓ વિશે વાત કરીએ તો તેને પારિવારિક પ્રાણીઓ માનવામાં આવે છે, જેઓ ટોળામાં રહેવું પસંદ કરે છે, પરંતુ શું તમે હાથીઓ ( Elephant ) ને એકસાથે નદી પાર કરતા જોયા છે. જો તમે ના જોયું હોય તો અત્યારે જ જોઈ લો, કારણ કે સોશિયલ મીડિયા પર એક આકર્ષક વીડિયો ઝડપથી વાયરલ થઈ રહ્યો છે, જેમાં હાથીઓનું ટોળું ( Elephant herd )  બ્રહ્મપુત્રા નદી ( Bharmaputra River ) ને પાર કરી રહ્યું છે.

Join Our WhatsApp Community

 Elephant swimming : જુઓ મન મોહક દ્રશ્ય

 Elephant swimming : ખોરાકની શોધમાં એક જગ્યાએથી બીજી જગ્યાએ જાય છે.. 

વાયરલ થઈ રહેલા વીડિયોમાં જોઈ શકાય છે કે હાથીઓનું ટોળું બ્રહ્મપુત્રા નદીને પાર કરી રહ્યું છે. પાણીનું સ્તર વધ્યું હોવા છતાં, હાથીઓનું ટોળું નદીને પાર કરી રહ્યું છે અને આ દૃશ્ય જોવામાં ખૂબ જ આકર્ષક લાગે છે. એવું કહેવાય છે કે વરસાદની મોસમમાં, જ્યારે આસામમાં કાઝીરંગાની આસપાસના વિસ્તારો પાણીમાં ડૂબી જાય છે, ત્યારે તેઓ ખોરાકની શોધમાં એક જગ્યાએથી બીજી જગ્યાએ નદી પાર કરે છે.

આ સમાચાર  પણ વાંચો :  Bihar Bridge Collapse : બિહારમાં વધુ એક પુલ ધરાશાયી, ગણતરીના મિનિટમાં બ્રિજ નદીમાં સમાયું; જુઓ વિડીયો

આ વીડિયોને ટ્વીટર પર @susantanda3 નામના એકાઉન્ટથી શેર કરવામાં આવ્યો છે. આ સાથે કેપ્શન લખ્યું છે – હાથીઓનું ટોળું બ્રહ્મપુત્રાને પાર કરી રહ્યું છે, શું સુંદર દૃશ્ય છે…  

 

Jaguar vs Crocodile:જગુઆર Vs મગર: કોણ શિકારી અને કોણ શિકાર? Viral Video જોઈ યુઝર્સ પણ મૂંઝાયા, અંતે કોણ જીત્યું? જુઓ!
Reef Squid :શું તમે જોયું છે એવું દરિયાઈ જીવ, જે સેકન્ડોમાં બની જાય છે પારદર્શી!
Cobra Village :અનોખી પરંપરા… મહારાષ્ટ્રના આ ગામમાં લોકો કુતરા-બિલાડી નહીં, ‘કોબ્રા’ પાળે છે!
Child killed Snake: ચમત્કાર કે કુદરતનો કરિશ્મા? બિહારમાં એક વર્ષના બાળકે ઝેરી કોબ્રાને કરડ્યો, સાપનું ઘટનાસ્થળે જ મોત!
Exit mobile version