Elephant Viral Video: જંગલમાં રહેતા પ્રાણીઓ હવે માનવ વિસ્તારો તરફ આવવા લાગ્યા છે. ઘણી વખત, આ પ્રાણીઓ લોકો માટે ખતરનાક અથવા તો ઘાતક પણ સાબિત થાય છે. જોકે, જ્યારે તેઓ માણસોનો સામનો કરે છે, ત્યારે કેટલાક લોકો તેમને હેરાન કરે છે, જેના કારણે પ્રાણીઓ માણસો પ્રત્યે વધુ આક્રમક બને છે. IFS અધિકારીએ પણ આવો જ એક વીડિયો શેર કર્યો અને પૂછ્યું કે તેમાં પ્રાણી કોણ છે, તેને ઓળખો!
Elephant Viral Video : જુઓ વિડિયો
गुस्सैल हाथी की करीबी मुठभेड़…
एक व्यक्ति को जंगली हाथी से बेतहाशा भागते हुए देखा जा सकता है, क्योंकि उसने बार-बार हाथी को परेशान किया है. भारतीय वन सेवा ने विशालकाय और बुद्धिमान प्राणियों पर मानव “उत्पीड़न” के खतरों पर जोर दिया, जिससे “तनाव और आक्रामकता बढ़ सकती है. pic.twitter.com/MQmFwrfc2B
— Mayank Tiwari (@imayanktiwari) January 13, 2025
ભારતીય વન સેવા અધિકારી પ્રવીણ કાસવાને સોશિયલ મીડિયા પર એક વીડિયો શેર કર્યો છે જેમાં એક યુવક જંગલી હાથી ને હેરાન કરતો જોવા મળે છે. હાથી પણ તેનો પીછો કરી રહ્યો છે કારણ કે તેને હેરાન કરવામાં આવી રહ્યો છે. આના પર IFS અધિકારીએ ચિંતા વ્યક્ત કરી અને એ પણ જણાવ્યું કે તેના પરિણામો શું હોઈ શકે છે?
Elephant Viral Video: આ પ્રાણીઓ શાંત બેસશે નહીં
અધિકારીએ જણાવ્યું હતું કે તે યુવક યુવાન હતો એટલે તે હાથીથી આગળ નીકળી જવા સક્ષમ હતો, પરંતુ જો હાથી અન્ય વ્યક્તિ સામે જશે તો તે આક્રમક વર્તન કરશે. હાથી બીજા માનવ પર હુમલો કરીને આનો બદલો લઈ શકે છે. આ વીડિયોને પોતાના સોશિયલ મીડિયા પર શેર કરતા અધિકારીએ લખ્યું, “આ અકળાયેલા પ્રાણીઓ આગામી થોડા દિવસો સુધી બીજા માણસોને જોશે તો પણ ચૂપ નહીં રહે. તમારા મનોરંજન માટે જંગલી પ્રાણીઓને હેરાન ન કરો.
આ સમાચાર પણ વાંચો: King Cobra Baby Born Video: ઈંડામાંથી બહાર આવ્યું સાપનું બચ્ચું, બહાર આવતાની સાથે જ ફુંફાડા મારવા લાગ્યું; જુઓ વિડીયો..
તેમણે આગળ લખ્યું કે હાથી ખૂબ જ બુદ્ધિશાળી અને સામાજિક જીવ છે અને માનવીઓની ક્રિયાઓ તેમને અસર કરી શકે છે. માણસો દ્વારા થતી હેરાનગતિ કે છેડતીથી આગામી દિવસોમાં હાથીઓના વર્તનમાં ઘણા ફેરફારો આવી શકે છે.
Elephant Viral Video: યુઝર્સે આપી પ્રતિક્રિયા
આ વિડીયો વાયરલ થતા યુઝર્સની પ્રતિક્રિયા આવી છે. એકે લખ્યું કે આવા લોકો સામે કોઈ કાર્યવાહી કેમ નથી થતી? બીજાએ લખ્યું, પ્રાણીઓને હેરાન કરવામાં તમને શું મજા આવે છે? આનું પરિણામ બીજા કોઈને ભોગવવું પડી શકે છે. બીજા એક યુસરે લખ્યું કે પ્રાણીઓને હેરાન કરનારાઓ સામે કડક કાર્યવાહી થવી જોઈએ.
(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)