Site icon

Jungle safari : જંગલ સફારી દરમિયાન પ્રવાસીએ હિપ્પોપોટેમસ સાથે કરી એવી હરકત, વિડીયો વાયરલ થતા પ્રાણી પ્રેમીઓ આક્રોશમાં..

Jungle safari : એક વ્યક્તિ હિપ્પોના મોંમાં પ્લાસ્ટિકની થેલી ફેંકતો હોવાનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વ્યાપક રીતે વાયરલ થઇ રહ્યો છે. લોકોએ જવાબદાર વ્યક્તિઓની ધરપકડ કરવા અધિકારીઓને વિનંતી કરી છે.

Jungle safari Safari goer throws plastic bag in hippo’s mouth, viral video sparks outrage

Jungle safari Safari goer throws plastic bag in hippo’s mouth, viral video sparks outrage

 News Continuous Bureau | Mumbai

Jungle safari : જે લોકો જંગલ સફારી માટે જાય છે તેમની નૈતિક જવાબદારી છે કે તે સ્થળને પ્રદુષિત ન કરે. સાથે જ, તેઓએ એ પણ ધ્યાનમાં રાખવું જોઈએ કે કોઈ પ્રાણીને તેમની સસ્તી મજાને કારણે તકલીફ ન પડે. પરંતુ જંગલ સફારીનો આનંદ માણવા જતા કેટલાક લોકો એવા પણ હોય છે જેઓ પોતાના સ્વાર્થ માટે જાનવર ( Animal ) નો જીવ પણ જોખમમાં મુકી દે છે. આવો જ એક વીડિયો હાલ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે જેમાં એક કારમાં બેઠેલો વ્યક્તિ હિપ્પોપોટેમસ ને પ્લાસ્ટિક ( Plastic bag ) ખવડાવે છે. આ ક્લિપ જોઈને દરેકનું લોહી ઉકળી રહ્યું છે અને લોકો સોશિયલ મીડિયા પર આ પ્રવાસીઓ વિરુદ્ધ કાર્યવાહીની માંગ કરી રહ્યા છે.

Join Our WhatsApp Community

Jungle safari : છેતરપિંડી સાથે પ્લાસ્ટિકની થેલી ખવડાવી

વીડિયોમાં સ્પષ્ટપણે જોઈ શકાય છે કે SUVમાં પાછળ બેઠેલો વ્યક્તિ પહેલા હિપ્પોપોટેમસને ગાજર બતાવે છે અને જ્યારે તે પોતાનું મોં ખોલે છે તો ડ્રાઈવિંગ સીટ પર બેઠેલો વ્યક્તિ તેના મોંમાં પ્લાસ્ટિકની થેલી ફેંકી દે છે. આ પછી, અવાચક પ્રાણી પ્લાસ્ટિકની થેલી ચાવવાનું શરૂ કરે છે અને વાહન ત્યાંથી જતું રહે છે. આ વાયરલ ક્લિપ પ્રાણીપ્રેમીઓને આઘાત પહોંચાડ્યો છે. કારણ કે આવી અમાનવીયતા જંગલ તેમજ આપણા સમાજ માટે જોખમી છે. આ 9 સેકન્ડની ક્લિપને કારણે સોશિયલ મીડિયા યુઝર્સ ખરાબ રીતે ભડક્યા છે અને તેઓ હવે ક્લિપમાં દેખાતા વ્યક્તિ સામે કડક કાર્યવાહીની માંગ કરી રહ્યા છે.

Jungle safari : મુલાકાતીએ હિપ્પોપોટેમસના મોંમાં પ્લાસ્ટિકની થેલી ફેંકી 

મળતી માહિતી મુજબ આ મામલો ઇન્ડોનેશિયા ( Indonesia ) ના પશ્ચિમ જાવાના બોગોર સ્થિત સફારી પાર્કનો છે. X પર આ ફૂટેજ પોસ્ટ કરતા, @PicturesFoIder નામના હેન્ડલે લખ્યું – ઇન્ડોનેશિયાના તામન સફારીમાં એક સફારી પાર્કના મુલાકાતીએ હિપ્પોપોટેમસના મોંમાં પ્લાસ્ટિકની થેલી ફેંકી દીધી.

Jungle safari :આવા લોકોને પ્રતિબંધિત કરવા જોઈએ

વિડીયોના કમેન્ટ સેક્શનમાં પણ લોકો પ્રવાસીની આ હરકત પર ગુસ્સો વ્યક્ત કરી રહ્યા છે. એક યુઝરે લખ્યું- આજે મેં જોયેલા અન્ય વીડિયો કરતાં આ જોઈને મને વધુ ગુસ્સો આવે છે. અન્ય એક યુઝરે લખ્યું કે આ લોકોને દરેક સફારી પાર્કમાંથી પ્રતિબંધિત કરવા જોઈએ અને કોઈપણ પ્રાણીની નજીક જવા દેવા જોઈએ નહીં.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from social media world, including Twitter, Instagram and Youtube. The above post is embeded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

Nepal: નેપાળને મળ્યા પ્રથમ મહિલા વડાપ્રધાન, જાણો કોણ છે સુશીલા કાર્કી જેમના નામ પર સહુ થયા એકમત
Gold smuggling: નેપાળમાં થયેલા વિરોધ પ્રદર્શન નો જેલ ના કેદીઓ એ ઉઠાવ્યો લાભ, આ કુખ્યાત દાણચોર થયો ફરાર
NASA: નાસાનો ચીનને મોટો ઝટકો: ચીની નાગરિકો માટે આ પ્રોગ્રામ પર લાદ્યો પ્રતિબંધ
Sushila Karki: નેપાળના પીએમ પદના ઉમેદવાર સુશીલા કાર્કીએ પીએમ મોદીના વખાણ માં કહી આવી વાત
Exit mobile version