News Continuous Bureau | Mumbai
Ram Mandir Latest Photo: અયોધ્યામાં બની રહેલા ભવ્ય રામ મંદિરનું કામ દરરોજ આગળ વધી રહ્યું છે. આ દરમિયાન, શ્રી રામ જન્મભૂમિ(shri ram janmbhoomi) તીર્થ ક્ષેત્ર દ્વારા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર રામ મંદિરની નવી તસવીરો શેર કરવામાં આવી છે.
અયોધ્યામાં રામ મંદિરના સિંહ દ્વાર, નૃત્ય મંડપ(nritya mandap) અને ફ્લોરની તસવીરો સામે આવી છે, જેમાં સુંદર કોતરણી કરવામાં આવી રહી છે. આ તસવીરોમાં જોવા મળતુ નકસીકામ ખૂબ જ અદભૂત લાગે છે.
આવતા વર્ષે જાન્યુઆરીમાં યોજાનાર રામ મંદિરના અભિષેક સમારોહ પહેલા અયોધ્યા(Ayodhya)માં વિકાસ પર પણ ધ્યાન આપવામાં આવી રહ્યું છે.
તાજેતરમાં શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર(teerth kshetra) ટ્રસ્ટ વતી માહિતી આપતી વખતે કહેવામાં આવ્યું હતું કે 5 ફેબ્રુઆરી, 2020 થી 31 માર્ચ, 2023 સુધી મંદિરના નિર્માણ પર 900 કરોડ રૂપિયાનો ખર્ચ કરવામાં આવ્યો છે.
અહીં સરયૂના કિનારે સ્થિત રામ કથા મ્યુઝિયમમાં રામ મંદિર(Ram Mandir)નો 500 વર્ષનો ઈતિહાસ અને 50 વર્ષના કાનૂની દસ્તાવેજો રાખવામાં આવશે.
આ સમાચાર પણ વાંચોઃ World’s Most Expensive Soap: દુનિયાનો સૌથી મોંધો છે આ સાબુ, સોના કરતા પણ વધુ છે કિંમત- વાંચો વિગત